મહાભારતમાં બતાવવામાં આવી છે એ 6 વાતો કે જેના કારણે તમારા તરક્કીમાં આવે છે રુકાવટ.

0
303

મહાભારત ભારત દેશનું સૌથી મોટું મહાકાવ્યો છે. જેની અંદર વ્યક્તિને જીવન જીવવા માટેની અનેક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવામાં આવ્યું છે. મહાભારત ની અંદર જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં સુખી અને સફળ થવું હોય તો તેના કારણે તેને અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. મહાભારત ની અંદર વિદુર દ્વારા છ એવી આદતો વિશે જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિને કાયમી માટે તેની તરકિક મા રુકાવટ બની રહે છે. અને વ્યક્તિએ આ 6 ખરાબ આદતો ને ક્યારેય પણ રાખવી ન જોઈએ. અને તેનાથી હંમેશાને માટે દૂર રહેવું જોઈએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે છો આદતો કે જેના થી તમારે પણ રહેવું પડશે દૂર.

મહાભારત ની અંદર જણાવવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ ખોટા સમયે સૂતો હોય, ખોટી વસ્તુઓ થી ડરતો હોય, કોઈપણ કારણ વગર નો ક્રોધ કરતો હોય, કારણ વગરની આળસ કરતો હોય, અને પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોય તેવા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પણ સુખી અને સફળ થઇ શકતા નથી.

જે વ્યક્તિ ખોટા સમયે સૂતો હોય એટલે કે સવારમાં સૂર્યોદય પછી બપોરે અને સાંજે સૂર્યાસ્ત સમયે સૂતો હોય તે વ્યક્તિ હંમેશાને માટે આગળ વધી શકતો નથી. આવા વ્યક્તિઓનું કોઈ પણ કાર્ય પૂરું થતું નથી. જે વ્યક્તિ યોગ્ય સમયે સૂઈ ન જાય તે વ્યક્તિ ઊંઘ ક્યારે પૂરી થતી નથી. અને તે આખો દિવસ દરમિયાન ઊંઘતો રહે છે. અને આથી જ તે ક્યારેય સફળ થઈ શકતો નથી.. અને આથી દરેક વ્યક્તિએ આ પ્રકારના દોસ થી બચવું જોઈએ.

જે કોઇપણ વ્યક્તિ કારણ વગર ડરતો હોય તે વ્યક્તિ પણ ક્યારેય આગળ વધી શકતો નથી. કારણ વગરનો ડર કોઈપણ વ્યક્તિ નો સૌથી મોટો દોષ માનવામાં આવે છે. અને આ વ્યક્તિઓ પોતાના કોઇ પણ કામની અંદર સફળ થઇ શકતાં નથી.

જે વ્યક્તિને વાતે વાતે ગુસ્સો આવી જતો હોય તે વ્યક્તિ માટે પણ એ પરેશાનીનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. કેમ કે, જે વ્યક્તિ કાયમી માટે ગુસ્સાની અંદર રહેતો હોય છે. તે વ્યક્તિ કોઇપણ સમયે યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. અને આથી જ તે પોતાના જીવનમાં સફળ થઇ શકતો નથી.

આળસ એ એક એવો મોટો દોષ છે કે જે કોઈપણ વ્યક્તિને વર્તમાન અને ભવિષ્ય બંને સમયને ખરાબ કરી દે છે. આળસના કારણે કોઈપણ વ્યક્તિની ઉન્નતિ થતી નથી.

દરેક વ્યક્તિએ પોતાની જાત ઉપર હંમેશાને માટે વિશ્વાસ રાખવો જોઈએ જે વ્યક્તિની અંદર આત્મવિશ્વાસની ઉણપ હોય તે વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here