લીમડા ના બીજ ના કારણે થતા 8 અદભુત ફાયદા વિશે નહી જાણતા હોવ તમે.

0
254

લીમડાના પાન ના કારણે થતા ફાયદાઓ વિશે આપણે દરેક લોકો જાણીએ છીએ. લીમડાના પાન અનેક પ્રકારના રોગોને દૂર કરવા અને અને પ્રકારની ઔષધિઓ ને બનાવવામાં ઉપયોગમાં આવે છે. લીમડાના પાનનો ઉપયોગ હદય સંબંધી સમસ્યાઓમાં બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં આંખોની સમસ્યાઓ આંતરડાની સમસ્યા અને કમળા જેવી સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પરંતુ શું તમે લીમડા ના બીજ ના કારણે થતા ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લીમડા ના બીજ ના કારણે થતા ફાયદાઓ વિશે.

મલેરિયા ને અટકાવવા

મલેરિયાને કાયમી માટે દૂર કરવા માટે લીમડાના બીજનું ઉપયોગ કરી શકાય છે. એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે લીમડાના બીજને પીસીને તેની આસપાસ રાખવામાં આવે તો તેની દુર્ગંધના કારણે મચ્છરો આપણાથી દૂર રહે છે. આ ઉપરાંત લીમડાના બીજમાંથી નીકળેલા તેલ નો ઉપયોગ મચ્છરોને ઈંડા મુકતા અટકાવે છે જે મલેરિયાના ફેલાવાને અટકાવી દે છે.

ત્વચા સંબંધી સમસ્યાઓમાં

લીમડાના તેલનો ઉપયોગ હર્બલ ઉત્પાદોની અંદર કરવામાં આવે છે. લીમડા ના બીજ માંથી નીકળતું તેલ તમારા ત્વચાને કાયમી માટે ચીકણી ચમકદાર અને નમ બનાવી રાખે છે. તેના ઉપયોગના કારણે ત્વચા ઉપર થયેલા કોઈપણ પ્રકારના દાગ-ધબ્બા માંથી છુટકારો મળે છે. તેની અંદર કુદરતી રીતે એન્ટી ફંગલ અને એન્ટી ગુણ હોય છે, જે તમારા ત્વચાની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.

પાલતુ જાનવરોના કીટાણુઓથી દૂર રહેવા

જો તમે પણ કોઈ પણ પ્રકારના પાલતુ જાનવરોના કીટાણુઓથી સંક્રમિત થતા હોય તો આ પરેશાની દૂર કરવા માટે લીમડાના તેલનો ઉપયોગ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો પાલતુ જાનવર ના વાળ માં લીમડાનું તેલ લગાવી દેવામાં આવે તો તેના કારણે તેની અંદર રહેલા બધા જ કીટાણુઓ નાશ પામે છે, અને તેના કારણે આપણે થતાં સંક્રમણથી બચી શકીએ છીએ.

વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા

વાળ ખરવા વાળમાં ખોડો જેવી સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના બીજનું તેલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. લીમડા ની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. આ ઉપરાંત તેની અંદર વિટામીન સી પ્રોટીન અને કેરાટીન હોય છે. આથી તેના તેલનો ઉપયોગ વાળમાં લગાવવા માટે કરવામાં આવે તો તેના કારણે તમારા વાળને પૂરતું પોષણ મળી રહે છે અને તમને વાળ સંબંધી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ પ્રયોગ કરવાથી તમારા વાળ કુદરતી રીતે મજબૂત ઘટાદાર અને કાળા બને છે.

કિડનીની સમસ્યા માં

લીમડા ના બીજ અને પાંદડાની ચા નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આનો ઉપયોગ કિડની મૂત્રાશય અને પ્રોસ્ટેટ સંબંધી દરેક સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. વર્ષો પહેલાથી આ ઉપચાર ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. પરંતુ આ ચા પ્રમાણમાં થોડી કડવી હોવાથી લોકો તેને પસંદ કરતા નથી.

એથ્લીટ્સ ના પગ માટે ફાયદાકારક

એથ્લિટ્સ ના પગ સામાન્ય રીતે ખૂબ વધુ મજબૂત હોય છે. પરંતુ તે વારેવારે ફંગલ ઇન્ફેક્શન થી પીડાતા હોય છે. આવામાં જો તેના ઉપર લીમડાના તેલ લગાવવામાં આવે તો તેના કારણે થતા ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાય છે.

વધતી ઉંમરને રોકવા

લીમડાની અંતર એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારા ચહેરાની ઉપર રહેલી કરચલીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને તેના કારણે વધતી જતી ઉંમરની નિશાનીઓ ને દૂર કરે છે.

આમ આ રીતે જો લીમડાના બીજનું યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે આપણને કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here