શું તમે  લીલા ચણા ખાધા છે જો હા તો જાણી લો તેના ફાયદા

0
516

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુને વિવિધ વસ્તુઓ ખાવાની ઋતુ માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના વિવિધ શાકભાજી અને ખાવા-પીવાની વસ્તુઓ બજારમાં મળતી હોય છે અને આમાંથી એક વસ્તુ છે લીલા ચણા જી હા મિત્રો શિયાળો શરૂ થતા જ બજારમાં ઠેર ઠેર લીલા ચણા મળતા હોય છે જેનો ઉપયોગ લોકો શાક બનાવવામાં પુલાવ બનાવવામાં અને અનેક પ્રકારના વિવિધ વ્યંજનો બનાવવા માટે કરવામાં આવે છે.

લીલા ચણા સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે તેની અંદર અનેક પોષક તત્વો હોય છે આથી તેને કાચા પણ ખાઈ શકાય છે લીલા ચણાને શિયાળાની ઋતુનું સૌથી હેલ્ધી ફુડ માનવામાં આવે છે કેમકે તેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ફાઇબર કેલ્શિયમ અને વિટામિન હોય છે જે તમારા સ્વાસ્થ્યને કાયમી માટે ફાયદો પહોંચાડતું હોય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લીલા ચણા ખાવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે

લીલા ચણા ખાવાના ફાયદા

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે દરરોજ એક કટોરી જેટલા લીલા ચણાનું સેવન તમારા શરીરને જરૂરી એટલું બધું જ પૂરું પાડી દે છે અને સાથે સાથે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારી બનાવી રાખે છે જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી બચી જાય છે અને તમારા શરીરની અંદર જમા થયેલી ખરાબ વસ્તુઓ દૂર થઈ જાય છે

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લીલા ચણા ની અંદર રહેલા વિવિધ પ્રકારના વિટામિન્સ તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમારા શરીરની અંદર નવું લોહી બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે જેથી કરીને તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રામાં પણ વધારો થાય છે સાથે સાથે તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે

અનેક રિસર્ચ પરથી સાબિત થઈ ગયું છે કે દરરોજ અડધી કટોરી જેટલા લીલા ચણાનું સેવન તમારા શરીરની અંદર જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને સાથે સાથે તમારા હદય ને લગતી કોઈપણ સમસ્યા ના ખતરાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે

આ ઉપરાંત લીલા ચણાનું સેવન તમારા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ પણ જાળવી રાખે છે અને સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી સાબિત થાય છે

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન c અને ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સાથે સાથે તમારા ત્વચાને લગતી દરેક સમસ્યાઓને દૂર કરે છે

જોતા રોજ સવારના નાસ્તામાં એક કપ જેટલા લીલા ચણા ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને જરૂરી એટલું બધું જ કેલ્શિયમ મળી રહે છે જે તમારા શરીરમાં હાડકાને મજબૂત બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે

તો હવે તમે પણ રાહ ન જોતા અને શિયાળો શરૂ થતાં જ બજારમાં મળતા આ લીલા ચણા તમારા ઘરે લાવો અને સવાર સવારમાં એક કટોરી જેટલા લીલા ચણાનું સેવન કરવાથી કાયમી માટે રહો તંદુરસ્ત

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

 

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here