ડૉ. મશહુર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવરની સંઘર્ષભરી કહાની

0
1029
સુનીલ ગ્રોવરની સફળતાની કહાની

સુનીલ ગ્રોવરની સંઘર્ષભરી સફળતાની કહાની

સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977 ના રોજ હરિયાણાના સિરસા જીલ્લાના માંડી ડબવાલી નામના એક નાના ગામમાં થયો હતો. તેઓ મૂળ પંજાબી છે. તેના પિતા બેંકમાં મેનેજર હતા.

મંડી ડબવાલીથી જ તેમણે પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત કરી હતી. ગુરુ નાનક કોલેજમાંથી તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ ચંડીગઢની પંજાબ યુનિવર્સીટીમાંથી તેમણે માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. બાળપણથી જ તેમને એક્ટિંગમાં ઘણો શોખ હતો અને શાળામાં પણ તેના શિક્ષકોની નકલ ઉતારતા હતા.

સુનીલ ગ્રોવરે આરતી સાથે લગ્ન કર્યા હતા, જે એક ઇન્ટીરીયર ડિઝાઈનર છે. 2008ની સાલમાં તેમને મોહન નામે એક પુત્ર થયો.

રતન ટાટાની અ વાત વાંચીને તમે પણ ડીશમાં ભોજન પડ્યું નહિ મુકો

જીવન જીવવાની કળા શીખવતા આચાર્ય ચાણક્યના 20 વાક્યો

જો તમને આ સ્વામિનારાયણ કક્કો આવડી ગયો તો જીવનમાં ક્યાંય પાછા નહિ પડો

જીવનમાં સુખી થવા માટે અપનાવો પ્રમુખસ્વામી મહારાજના આ અમુલ્ય વાક્યો..

સુનીલ ગ્રોવરનું કેરિયર

ભૂતપૂર્વ વ્યંગકાર જસપાલ ભટ્ટીએ સુનીલ ગ્રોવરની અભિનય કલાને નિહાળીને તેને પસંદ કર્યા. જસપાલ ભટ્ટી સાથે ‘ફૂલ ટેન્શન’ સીરીયલમાં કામ કરતાંની સાથે જ સુનીલ ગ્રોવરે તેના કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ ‘ક્યા આપ પાંચવી ફેલ હે?’ અને ‘કોણ બનેગા ચંપુ?’ જેવા કોમેડી શો હોસ્ટ કર્યા. ત્યારબાદ ભારતની સૌથી પહેલી સાઈલેન્ટ કોમેડી સીરીયલ ‘ગુટર ગુ’, કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શો પણ કર્યા.

ઘણી બધી બોલીવુડ ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા છે. 1998માં hindi ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ થી તેમણે ઓન સ્ક્રીન ડેબ્યુ કર્યો. પ્યાર તો હોના હી થા, ધી લેજેન્ડ ઓફ ભગત સિંહ, બાઘી, ગબ્બર ઈઝ બેક, ઝિલા ગાઝીયાબાદ અને ગઝની જેવી ફિલ્મોમાં સહાયક કલાકારની ભૂમિકા નિભાવી છે.

ફિલ્મો અને ટીવી સીરીયલોની સાથે સાથે તેમણે રેડીઓ મીર્ચીમાં પણ કામ કર્યું છે. રેડીઓ પર તેઓ ‘હંસી કે ફવ્વારે’ નામનો શો હોસ્ટ કરતા હતા.

‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ગુત્થીનો રોલ નિભાવીને લોકોને ઘણા આકર્ષિત કર્યા. સોશિયલ મીડિયામાં પણ ઘણી ખ્યાતી મેળવી. આ શોમાં સફળ જતા જ તેમણે આ શો છોડી દીધો અને ‘મેડ ઈન ઇન્ડિયા’ નામે એક શો કર્યો અને કપિલનો સાથ છોડી દીધો. પરંતુ આ શો ફ્લોપ રહ્યો.

ફરી વાર કપિલના શો મા આવ્યો અને કપિલ તથા સુનીલની સાથે કીકુ શારદા અને અલી અસગરે પણ સાથે મળીને શોને એક અલગ રૂપ આપ્યું. થોડા સમય બાદ 2016માં સોની ટીવી પર આ શો લઈને આ જ ટીમ ‘ધ કપિલ શર્મા શો’ સાથે આવી. ધમાકેદાર એન્ટ્રી સાથે આવેલી આ સીરીયલે પણ કમાલ કરી દીધી હતી. થોડા સમય બાદ કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થતાં સુનીલે આ શો છોડી દીધો.

સુનીલ ગ્રોવરની સફળતાની કહાની

સુનીલ ગ્રોવર વિશેની અનસુની વાતો :

► ગુત્થીનો રોલ તેણે તેની જ કોલેજના સહયોગીઓથી પ્રભાવિત થઈને બનાવ્યો હતો.

► સુનીલ ગ્રોવરે તેના કેરિયરની શરૂઆત રેડીઓ મિર્ચી પર ‘હસી કે ફવ્વારે’ થી કરી હતી. જેમાં તેઓ હાસ્યાસ્પદ ચુટકુલેથી લોકોનું મનોરંજન કરતા હતા.

► ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ થી ફિલ્મોમાં એન્ટ્રી લીધી અને તેની અભિનય કલાથી જસપાલ ભટ્ટીએ તેને પ્રસિદ્ધ ટીવી શો ‘ચલા લલ્લન હીરો બનને’ માં જગ્યા આપી.

► બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’, ‘ધ લીજેંડ ઓફ ભગત સિંહ’ અને ‘બાઘી’ માં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

► 2014માં STAR Parivaar Award for Favourite Mazebaan નો એવોર્ડ સુનીલ ગ્રોવરને મળ્યો હતો.

સુનીલ ગ્રોવરની ફિલ્મોનું લિસ્ટ :

► 2002 The legend of Bhagatsinh
► 2005 Insaan
► 2006 Family: ties of blood
► 2008 Gajini
► 2013 Zila Gaziabad
► 2014 Heropanti
► 2015 Gabbar is back
► 2016 Vaishakhilist (A panjabi movie)
► 2017 Coffee with D

મિત્રો આપને સુનીલ ગ્રોવરની બાયોગ્રાફી વાંચવાની મજા આવી હશે. અમારી વેબસાઈટમાં મહાન પુરુષોની સફળતાની કહાની આપેલી છે. જો તમે કોઈ વિષય પર લેખ લખતા હોય તો અમને મોકલી આપો અમારા મેઈલ પર :- bornpedia@gmail.com

આ લેખ વાંચવા બદલ આભાર. સુનીલ ગ્રોવરની આ માહિતી ગમી હોય તો બીજાને પણ શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here