આંધ્ર પ્રદેશ નું લેપાક્ષી મંદિર કે જ્યાં સ્તંભો જૂલે છે હવામા, જાણો તેનું રહસ્ય – JBTL Media

0
309

ભારત ચમત્કાર અને રહસ્યમય મંદિરો થી ઘેરાયેલો દેશ છે. ભારત ની અંદર અનેક એવા મંદિરો આવેલા છે કે જે પોતાના ચમત્કાર અને કહાનીઓ માટે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આંધ્રપ્રદેશના અનંતપુર ની અંદર આવેલ એક ઐતિહાસિક મંદિર વિશે કે જેના અનોખા રહસ્ય માટે આ મંદિર સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે.

શું તમે ક્યારેય અંદાજો લગાવી શકો છો કે કોઈપણ સ્તંભ કોઈપણ સહારા વગર હવામાં લટકાવી શકે? કોઈપણ વ્યક્તિ આવી કલ્પના પણ કરી શકતું નથી. પરંતુ આ હકીકત છે. જે તમને રહસ્યમય લેપાક્ષી મંદિરના સ્તંભ મા જોવા મળે છે. આંધ્રપ્રદેશનાં અનંતપુર જીલ્લાની અંદર આવેલા આ લેપાક્ષી મંદિરની અંદર આ મંદિરના સતમ્ભ કોઈપણ સહારા વગર ઉભા રહેલા છે. આથી જ આ મંદિરને હેંગિંગ ટેમ્પલ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ મંદિરની અંદર કુલ મળીને ૭૦ જેટલા સ્તંભ છે. પરંતુ આ બધા જ સ્તંભો માંથી એક સ્તંભ એવો છે કે જે હવા ની અંદર લટકેલો છે.

આ રહસ્યમય મંદિરના અદ્ભુત ચમત્કાર ની પુષ્ટિ કરવા માટે લોકો સ્તંભ ની નીચેથી કોઈપણ રૂમાલ અથવા તો પાતળું કપડું આરપાર કાઢીને જુએ છે. આ ઉપરાંત આ મંદિરની અંદર એવી પણ માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ સ્તંભની નીચેથી પોતાનું કપડું યોગ્ય રીતે બહાર કાઢી લે છે તે વ્યક્તિને જીવનમાં સુખ સંપતિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આથી જ આ મંદિરની અંદર લોકો શ્રદ્ધાની સાથે સાથે પોતાના ઘરમાં સુખ-શાંતિ બની રહે તે માટે પણ આ સ્તંભની નીચેથી રૂમાલ ગળકાવતા હોય છે.

આંધ્ર પ્રદેશ ની અંદર આવેલા આ મંદિરનું નિર્માણ વિજયનગરના સમ્રાટ દ્વારા વર્ષ 1518 ની અંદર કરવામાં આવ્યું હતું. આ મંદિર એક પહાડી ઉપર રહેલું છે અને આથી જ આ મંદિર સાથે એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. જેની અંદર લોકોનું એવું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ અગત્સ્ય ઋષિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર વિરભદ્રને સમર્પિત છે અને અહીંયા રહેલી દેવીને ભદ્રકાલી પણ કહેવામાં આવે છે.

 

પૌરાણિક માન્યતાઓ અનુસાર મંદિરની અંદર રહેલા આ રહસ્યમયી સ્તંભ નો સીધો સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે રાવણ આ જગ્યાએથી ગુજરયા હતા, તે સમયે જટાયુએ રાવણ નો રસ્તો રોક્યો હતો. જેથી કરીને જટાયુ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. કહેવાય છે કે આ મંદિરની અંદર માતાની હયાતીમાં આજે પણ મળી રહે છે.

આંધ્ર પ્રદેશના આ મંદિરની અંદર અનેક પ્રકારના રહસ્ય જોડાયેલા છે. સાથે સાથે આ મંદિરનું ધાર્મિક મહત્વ પણ પૂરતી રીતે ઉજાગર થયેલું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની અંદર રામલિંગેસ્વર નામનું એક અદભુત શિવલિંગ પણ છે. જે ભગવાન રામ દ્વારા જટાયુના અંતિમ સંસ્કાર પછી આ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ શિવલિંગની બાજુમાં જ એક બીજું શિવલિંગ પણ છે. જેની સ્થાપના હનુમાનજી દ્વારા કરવામાં આવી હતી. જેનું નામ હનુમાલિનગેશ્વર છે. આ મંદિરની અંદર શેષનાગની પણ એક અદ્ભુત પ્રતિમા આવેલી છે.

આ મંદિરની અંદર એક નૃત્ય મંડપ રહેલો છે. જેને ભગવાન શંકર અને પાર્વતી ની જોડ ના રૂપમાં જોવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિરની અંદર એવું કહેવામાં આવે છે કે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન આ જ મંડપની અંદર થયા હતા. અને આથી જ વિજયનગરના મહારાજાઓએ આ જગ્યાએ વિવાહ મંડપની સ્થાપના કરી હતી. આ મંદિરની વચ્ચોવચ એક એવી ગ્રેવિટી મળી રહી છે કે જેના વિશે હજી સુધી વૈજ્ઞાનિકો પણ કોઈ જાતની શોધ કરી શક્યા નથી.

 

મંદિર ની વચોવચ રહેલા સ્તંભ  હવાની અંદર લટકે છે. આ અંગે અનેક પ્રકારના વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવી છે. આમ છતાં કોઈ પણ વૈજ્ઞાનિકોને આમ થવા પાછળનું કારણ મળ્યું નથી. અનેક એન્જિનિયરોએ ખૂબ મહેનત કરવા છતાં પણ આ કારીગરી કઈ રીતે કરવામાં આવી છે તેના વિશેની જાણકારી હજી સુધી તેને મળી શકી નથી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here