અચૂક વાંચજો. માયલો જીવતો હોય તો આંખો ભીની થયા વિના નહી રહે…

0
2037

જેતપુરની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોમલ, સાવલીયા પરિવારની લાડકી દિકરી હતી. નવાગઢમાં રહેતા ચન્દુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી કોમલ સૌથી નાની હતી આથી ખુબ લાડલોડમાં ઉછરેલી. કોલેજે જતી છોકરીઓ એના ભાવી ભરથાર અંગે કલ્પનાઓ કરીને જુદા જુદા રંગીન સપનાઓ જોતી હોય એ સ્વાભાવિક છે. કોમલ પણ એનો સાંવરીયો કેવો હશે એની વાતો બહેનપણીઓ સાથે કરતી હતી. કોમલને એના સપનાનો રાજકુમાર અવશ્ય મળશે એવી બધી બહેનપણીઓને ખાત્રી હતી કારણકે કોમલ રાજાની કુંવરી જેવી સ્વરુપવાન યુવતી હતી.

બે વર્ષ પહેલા જ કોમલના પિતાનું અવસાન થયું હતું. ભગવાન હજુ મોટી પરીક્ષા લેવા કરવા માંગતા હોય એમ એના જીવનમાં બીજી એક દુર્ઘટના બની. એકદિવસ કોમલના મોટા બહેનનો દિકરો સ્મિત એની મમ્મી અવનીબેન અને મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યો હતો. નવાગઢ પાસે જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવનીબેનનું અવસાન થયું. સ્મિત મા વગરનો થઇ ગયો. ભગવાનને હજુ આકરામાં આકરી કસોટી કરવી હોય એમ સ્મિતનો જમણો હાથ પણ કપાઇ ગયો.

 

પરિવાર પર જાણે કે વજ્રાઘાત થયો. હવે શું કરવું એની કોઇને કંઇ ખબર પડતી નહોતી. સ્મિતને પિતા ભાવેશભાઇ ખુબ પ્રેમ કરતા હતા પણ હવે માતાનો પ્રેમ ક્યાંથી લાવવો ? ભાવેશભાઇની ઉંમર જોતા એમના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી મા બાળકની યોગ્ય કાળજી ન લઇ શકે. એમાં પણ સ્મિતનો તો એક હાથ પણ નથી આથી એને વધુ હુંફ અને પ્રેમની જરુર પડે. જો નવી મા સ્મિતને ન સમજી શકે તો એનુ જીવન રોળાઇ જાય. કોઇને કંઇ સુઝતું નહોતું કે શું કરવું જોઇએ ?

આવા સંજોગોમાં પરિવારની લાડકી દિકરી કોમલે જે નિર્ણય કર્યો એ બધાનું હદય વલોવી નાંખે એવો નિર્ણય હતો. કોમલે પરિવારના સભ્યોને કહ્યુ, “આપ બધા મને મંજૂરી આપો તો મારે આપને એક વાત કરવી છે. હું સ્મિતની માસી છું અને સ્મિતને ખુબ ચાહુ છું. હું માસી મટીને એની મા બની જાવ તો સ્મિતને પરિવારનો જ પ્રેમ અને હુંફ મળી રહે.” દિકરીના આ સમર્પણની વાતથી પરિવારના પ્રત્યેક સભ્યોની આંખો ભીની થઇ ગઇ. કોઇએ કહ્યુ પણ ખરુ કે બેટા, તારા પોતાના પણ સપના હોય, અરમાનો હોય. તારા એ સપનાઓનું શું ?

છોકરીએ બધાને હિંમત આપતા કહ્યુ, “મારા પરિવાર કરતા મારા સપનાઓ મોટા નથી. તમે કોઇ એવું નહી સમજતા કે હું હજુ નાની છું કે અપરિપક્વ છું એટલે મને ભવિષ્યની કંઇ ખબર પડતી નથી. મને આ લગ્ન પછી પણ મારુ સૂવર્ણ ભવિષ્ય દેખાય જ છે. હું મારા દિકરાને ખુબ પ્રેમ આપીશ. હું ક્યારેય એની ખામીઓ સામે નહી જોવ એની ખુબીઓ સામે જ જોઇશ. એની પાસે જે નથી એનો વિચાર કરવાને બદલે એની પાસે જે છે એનો વિચાર કરીને દિકરાનું જીવન ઘડીશ. મને મારા જીજાજી પર પણ પૂરો વિશ્વાસ છે કે એ મારી દીદીને જે પ્રેમ આપતા એ જ પ્રેમ પત્નિ તરીકે મને પણ મળી રહેશે. હા અમારી ઉંમર વચ્ચે ઘણો તફાવત છે પણ એ તો શિવ અને પાર્વતીની ઉંમર વચ્ચે પણ હતો. એટલે તમે બીજી કોઇ ચીંતા ન કરો. આ નિર્ણય હું કોઇ ભાવાવેશમાં નહી પરંતું પુખ્ત વિચારણાના અંતે જ લઇ રહી છું. મારા પિતા નથી તો મોટાભાઇની થોડી જવાબદારી હું પણ સંભાળીને એને મદદ કરુ.”

 

પરિવારના તમામ સભ્યોએ કોમલના આ નિર્ણયને આવકાર્યો. એક છોકરીએ પરિવાર માટે એના અધૂરા સપનાઓને ભોંમા ભંડારી દીધા અને નવાજીવનની શુભશરુઆતનો સંકલ્પ કર્યો. થોડા દિવસ પછી ત્રીજી ડીસેમ્બરના રોજ કોમલ પ્રભુતામાં પગલા પાડશે. લગ્ન પણ અત્યંત સાદાઇથી આર્યસમાજ વિધી પ્રમાણે થશે. આ લગ્નની ખાસીયત એ હશે કે સ્મિત એની સગી આંખોથી એના મમ્મી-પપ્પાના લગ્ન જોતો હશે. અગ્નિ અને બ્રાહ્મણની હાજરીમાં તો લગ્ન થતા જ હોય પણ આ તો દિકરાની હાજરીમાં લગ્ન થશે. આપણે સૌ કોમલની સમજણ અને સમર્પણને વંદન કરીએ અને એના દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવીએ.

આજકાલ માણસ સ્વાર્થકેન્દ્રી બનતો જાય છે. માત્ર પોતાનો જ વિચાર કરનારા આપણે અન્ય લોકોનું તો ઠીક પરિવારના લોકોનું પણ કંઇ નથી વિચારતા એવા સમયમાં કોમલ સાવલીયાએ સમાજને એના કાર્ય દ્વારા અદભૂત શીખ આપી છે. ખાસ કરીને આજની નવયુવાન દિકરીઓ લગ્ન પહેલા કે લગ્ન પછી થોડુઘણું પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થતી નથી એમના માટે કોમલ એક પ્રેરણા છે. કોમલ જેવો ત્યાગ ન કરી શકીએ તો કંઇ નહી કમસેકમ થોડું જતું કરીને પરીવારને તો સાચવી લઇએ.

 

If you have suggestions about this post please comment or message us and as always do share now…

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here