ઉનાળામાં બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીનું શાક, જાણી લો તેની રેસિપી.

0
140

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેમ કે, ઉનાળાના સમયમાં કેરી એક એવું ફળ છે જે દરેક વ્યક્તિને પ્રિય લાગે છે. પરંતુ પાકેલી કેરી કરતાં કાચી કેરી ખાવામાં પણ એટલી જ મજા રહેલી છે. મોટાભાગના લોકોના ઘરમાં કાચી કેરી માંથી બનાવેલો મુરબ્બો અથવા તો અથાણું જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં બનાવેલો આ મુરબ્બો કે કાચી કેરીનું અથાણું આખું વર્ષ લોકો ખૂબ સ્વાદ લઈને ખાતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય કાચી કેરી ના શાક વિશે સાંભળ્યું છે.

જી હા મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી સ્પેશિયલ રેસિપી કે જેના વિશે તમે આજથી પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાચી કેરીમાંથી બનતા એકદમ સ્વાદિષ્ટ શાક વિશે. કે જેને ખાતાની સાથે જ લોકો આંગળી ચાટતા રહી જશે.

જરૂરી સામગ્રી
૧ નંગ કાચી કેરી
અડધો કપ ગોળ
અડધી ચમચી જીરું
પાંચથી છ લાલ મરચાં
અડધી ચમચી રાઈ
૮ થી ૧૦ લીમડાના પાન
અડધો કપ નારીયલ નો ભૂકો
ચારથી પાંચ લીલી ધાણાભાજી
1 ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

કાચી કેરીનું આ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ કેરી નાના નાના ટુકડા કરી લો.
ત્યારબાદ એક વાસણની અંદર આ ટુકડાને ભરીને પાણીથી તેને બરાબર સાફ કરી લો.
ત્યારબાદ તેની અંદર થોડું પાણી ભરી રાખી તેની અંદર બધો જ ગોળ મિક્સ કરી દો અને તેની અંદર આ કેરી ના બધા ટુકડા નાખીને બરાબર હલાવી લો.

થોડી વખત કેરીના ટુકડા તેમાં રહેવા દઈ વધારાના પાણીને ગાળીને અલગ એક વાસણમાં ભરી લો.
ત્યારબાદ પરણેલા કેરીના ટુકડાને મિક્સરમાં ઉમેરી તેની અંદર લાલ મરચાં તથા નાળીયેરનો ભૂકો ઉમેરી એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
હવે એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર મીઠો લીમડો રાઈ અને હિંગ ઉમેરી તેનું વઘાર કરો.ત્યારબાદ તેમાં ગોળનું પાણી ઉમેરી દો અને આ પેસ્ટને સતત હલાવતા રહો.
ત્યારબાદ તેમાં કેરીનો બનાવેલા પેસ્ટને ઉમેરી બરાબર હલાવતા રહો.
ત્યારબાદ તેમાં ઉપરથી એક કપ જેટલું પાણી ઉમેરો અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
હવે અંદાજે ચારથી પાંચ મિનિટ સુધી તેને પાકવા દો. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કેરીનું શાક જેને તમે રોટલી અથવા તો ભાત સાથે ખાઈ શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here