ડાયાબિટીસ દૂર કરવા માટે કેરીની ગોટલી છે ખૂબ ફાયદાકારક, જાણો કેમ.

0
433

મિત્રો હાલ કેરી ની સિઝન ચાલી રહી છે. લોકો મોટાભાગે કેરી ખાઈને તેની ગોટલી ને કચરામાં નાખી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેરી ની ગોટલિ દ્વારા વિટામીન B૧૨ ની કમી દૂર કરી શકાય છે. આ ઉપરાંત ગોટલીમાંથી મળી આવતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. તેથી જો તમારા શરીરમાં પણ વિટામીન બી ૧૨ ની કમી હોય તો તમારે પણ આજે જ ગોટલી ખાવાની ચાલુ કરી દેવી જોઈએ.એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કેરીની સો ગ્રામ ગોટલીમાંથી બે કિલો કેરીના રસ કરતાં પણ વધારે પોષક તત્વો મળી રહે છે. એટલે કે કેરી કરતાં લગભગ ૫૦ ગણા વધારે પોષણ તત્વો ગોટલી ની અંદર હોય છે. આ ઉપરાંત તેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ મળી આવે છે. જેના કારણે વિટામીન બી ૧૨ ની કમી દૂર થઈ જતી હોય છે. અત્યારે લોકોની આગવી જીવનશૈલી અને બહારની ખાણીપીણીને કારણે મનુષ્યના શરીરની અંદર જરૂરી એવા ૨૦ એમિનો એસિડમાંથી ૯ એમિનો એસિડ શરીરમા બનતા જ નથી.મિત્રો તમને જણાવી દઈએ કે આ વીસ માંથી ન બનતા નવ એમિનો એસિડ એટલે કે ફિનાઇલ એલેનિન, વેલિન, થ્રિઓનિન, ટ્રીપ્ટોફન, મેથેઓનિન, લ્યૂસિન, આયસોલ્યુસિન, લાયસિન અન હિસ્ટિડિન ગોટલીમાંથી આરામથી મળી રહે છે. જેના કારણે શરીરની અંદર રહેલી પાચનક્રિયામાં સક્રિયતા આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે. શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે માનવ શરીરની અંદર વિટામીન-ડી સિવાયના બીજા વિટામિન પણ એવા છે કે જે બનતા નથી. આ વિટામીન મેળવવા માટે ચોક્કસ આહાર ખાવો જરૂરી હોય છે. જો તમે એવું ન કરી શકો તો તમારે માત્ર ગોટલીનું સેવન કરવાનું રહેશે, જેથી તમને ભરપૂર માત્રામાં વિટામિન સી, કે અને ઈ મળે. આ ઉપરાંત તેના દ્વારા શરીરમાં રહેલો વધારાનો કચરો પણ દૂર થાય છે. ગોટલીમાંથી સોડિયામ, પોટેશિયમ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, આયર્ન (લોહતત્વ) જસત, મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે. કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો ગોટલીમાં છે.મિત્રો તમને જણાવી દે કે એક વર્ષ દરમિયાન ભારતમાં કુલ ૧.૮૮ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જેમાંની છ ટકા કેરી ગુજરાત માં થી મળે છે. અને આ કેરી માંથી નીકળતી ગોટલી માં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત ૪૪થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ ઉપરાંત જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે. ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૃપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલી દ્વારા ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે

મિત્રો અત્યારે મોટાભાગના લોકોની અંદર ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે. પરંતુ ગોટલીનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તેનું કારણ એ છે કે કેરીની ગોટલી માં મેન્ગીફેરિન નામનું ઘટક મળી આવે છે જે ડાયાબિટીસને અંકુશમાં રાખવાનું કાર્ય કરે છે. કેરી ની ગોટલી નું સેવન કરવાથી શરીરમાં ઉત્પન્ન થતી સુગર નું વિઘટન મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.

કેરી ની છાલ દ્વારા પણ ડાયાબિટીશ કંટ્રોલ માં રહે છે

મિત્રો મોટા ભાગે આપણે મેંગો ખાતી વખતે તેની છાલને કચરામાં નાખી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે કેરી ની ગોટલિ ની માફક જ કેરીની છાલમાં પણ ખૂબ સારા તત્વો મળી આવે છે. કિડની છાલની અંદર પણ મેન્ગીફેરિન ઘટક રહેલો છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી અને તેની છાલ અમૃત સમાન છે. આ ઉપરાંત હાલ ખાવાથી શરીરની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર મળી રહે છે. જેના કારણે પાચન આ ક્રિયાને વેગ મળે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here