કલ્પના સરોજ – ૨ રૂપિયાથી શરુ કરી ૫૦૦ કરોડની બની માલિક. જાણો તેના વિશે

0
507

આપણા સમાજમાં વર્ષોથી નાત જાત ધર્મ વગેરેનો વિશેષ પ્રભાવ રહેલો છે. જેથી કરીને પછાત વર્ગમા જન્મેલા લોકો સાથે વર્ષોથી અન્યાય થતો રહ્યો છે. અને આવા લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવામાં સ્વાભાવિક છે કે મહારાષ્ટ્રના એક નાના એવા ગામની અંદર જન્મેલી એક સામાન્ય બાળકીને અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. માત્ર દલિત પરિવાર ની અંદર જન્મ લેવાના કારણે જ તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે.

માત્ર ૧૨ વર્ષ જેટલી નાની ઉંમરમાં જ તેના લગ્ન તેના કરતાં ૧૦ વર્ષ મોટી ઉંમરના વ્યક્તિ સાથે થઇ ગયા. તેનું સાસરું મુંબઈ જેવડા મોટા શહેરની અંદર હતું, અને આ છોકરી પોતાનું ગામ છોડી મુંબઈ જતી રહી. તેનું સાસરીયુ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં હતું. પરંતુ આ સ્ત્રીએ પોતાના મનમાં જેટલું વિચાર્યું હતું એટલું સુંદર અને સુખી લગ્નજીવન તેના નસીબમાં ન હતું. લગ્ન કરી સાસરે જતાની સાથે જ પોતાના સમગ્ર પરિવારને તેના ઉપર આવી ગઈ હતી.

૧૨ વર્ષ જેટલી નાની ઉમરની અંદર જ્યારે બાળકો નાના મોટા રમકડાંથી રમતાં હોય ત્યારે આ છોકરી ૧૦-૧૨ વ્યક્તિઓનું ખાવાનું બનાવવાની સાથે સાથે અન્ય ઘરેલું કામ પણ કરવા લાગી. અને જો કામ યોગ્ય રીતે ન થાય તો સાસરીયા વાળા નો માર પડતો. એક એવી છોકરી કે જેના સફરની શરૂઆત જ આટલી મુશ્કેલીઓથી થઈ હતી. આમ છતાં આજે તે દેશની મોસ્ટ સકસેસફૂલ મહિલામાં ગણવામાં આવે છે. આ છોકરીનું નામ છે કલ્પના સરોજ.

સસુરાલ ની અંદર પોતાના અત્યાચારોથી લળતી આ કલ્પનાને જ્યારે તેના પિતા મળવા આવ્યા ત્યારે તે પોતાની દીકરીને ઓળખી પણ ન શક્યા. આવી જ હાલત માં તે પોતાની દીકરીને પાછા પોતાના ગામમાં લઈ ગયા. સમગ્ર સમાજ એ કલ્પનાને તેના લગ્નજીવન માટે કારણભૂત ગણાવી અને અંતે કલ્પનાએ ઝેર ખાઈ પોતાનું જીવન ટૂંકાવવા નું નક્કી કરી લીધું. પરંતુ સદનસીબે તે બચી ગઈ.

આ ઘટના પછી તેના જીવનની અંદર ઘણો ફેરફાર થયો, અને તેણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાની ઠાની લીધી. તેણે વિવિધ પ્રકારની નોકરી શોધવાની શરૂઆત કરી. પરંતુ પૂરતા પ્રમાણમાં ભણતર ન હોવાના કારણે તેને આ કામની અંદર અસફળતા મળી. ત્યાર બાદ તેણે પોતાની મા ને મનાવી તે મુંબઈ આવતી રહી, અને ત્યાં પોતાના અંકલ ની ઓળખાણ ના કારણે કપડા સીવવાના કામમાં લાગી ગઈ.

આ જગ્યાએ પણ પૂરતા પ્રમાણમાં કોન્ફિડન્સ ન હોવાના કારણે તે એક હેલ્પર નું કામ કરતી રહી, અને ત્યારબાદ ધીમે ધીમે કૉન્ફિડન્સ વધવાની સાથે સાથે તે કારીગરને પણ કામ કરવા લાગી. હેલ્પર ની 60 રૂપિયા પ્રતિ મહિના ની નોકરી પછી કારીગર બન્યા બાદ કલ્પનાને દર મહિને ૧૦૦ રૂપિયા મળવા લાગ્યા. ત્યારબાદ તેના નાના ભાઈ બહેનો પણ મુંબઈ આવી ગયા. પરંતુ એક ગંભીર બીમારીના કારણે તેની નાની બહેન મૃત્યુ પામી જેની ગંભીર અસર કલ્પના ઉપર પડી.

પૈસા ન હોવાના કારણે તે પોતાની નાની બહેનને બચાવી ન શકી, અને આવું વિચારીને તેણે કામ કરવાનું શરૂ કરી દીધું. આ જ સમય દરમિયાન તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવા નો વિચાર આવ્યો. તેણે લોન લઈ અને એક બ્યૂટી પાર્લર તથા ફર્નિચર ના ધંધા ની શરૂઆત કરી. ત્યારબાદ ધીમેધીમે કલ્પના ધંધા ની અંદર પોતાનો એક્સપિરિયન્સ વધારતી ગઈ.

નાના નાના બિઝનેસ કરતી કલ્પનાને રિયલ એસ્ટેટમાં જવાનો મુકો ત્યારે મળ્યો, જ્યારે તેને એક જમીનનો પ્લોટ વેચવા માટેની ઓફર મળી. અલગ-અલગ જગ્યાએથી કલ્પના એ પૈસા ભેગા કરી એક લાખ રૂપિયામાં ખરીદી લીધો. પરંતુ આ પ્લોટ ખરીદ્યા બાદ ત્યાં રહેલા મુસીબતો વિશે તેને ખબર પડી. ત્યારબાદ ત્રણ થી ચાર વર્ષની મહેનત બાદ તેણે આ પ્લોટ સરકારી મુશ્કેલીઓથી આઝાદ કરાવ્યો, અને ત્યારબાદ તેને આ પ્લોટના 20 ગણા એટલે કે 20 લાખ રૂપિયા મળ્યા. અત્યારથી જ કલ્પના નો રિયલ એસ્ટેટનો સફર શરૂ થઈ ગયો.આટલી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ લોકો કલ્પનાને જાણવા લાગ્યા, અને માનવા લાગ્યા પરંતુ. હજી કલ્પના ના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવો બાકી હતો જેનું નામ હતું કમાણી ટ્યુબ્સ.

કમાણી ટ્યુબ્સ કંપની જે તે સમયે ખૂબ જ ખરાબ હાલત ની અંદરથી ગુજરી રહી હતી. આ મુસીબતોના કારણે તે નજીકના સમયમાં જ બંધ થઈ જવાની હતી. આ કંપનીમાં કામ કરતા કારીગરો એ કલ્પનાને આ કંપની સંભાળવાની ઓફર કરી. આ એક ખૂબ જ રિસ્કી ડિસિઝન હતું. આ ફિલ્ડમાં કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોવા છતાં કલ્પનાએ આ રિસ્ક ઉપાડી લીધું, અને ત્યારબાદ કમાણી ટ્યુબ્સ ઉતરોતર પ્રગતિ કરતું ગયું અને તે ૧૦૦ મિલિયન ડોલરની કંપની બની ગઈ.

કોઈપણ પ્રકારના ભણતર કે ડિગ્રી વગર નાના એવા ઘરમાંથી આવેલી આ નાની એવી છોકરી એ રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ જેવા મોટા બિઝનેસની અંદર પોતાનો એક નવો મુકામ હાસિલ કર્યો. અને આ દરેક વ્યક્તિ માટે એક ગર્વની વાત છે. કલ્પનાના આ કાર્ય બદલ તેને અનેક પ્રકારના એવોર્ડ પણ મળ્યા છે. વર્ષ ૨૦૧૩ ની અંદર તેને પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે. તેને બિઝનેસ ક્ષેત્રની અંદર રાજીવ ગાંધી એવોર્ડ ફોર એન્ટરપ્રેન્યોર દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ છે.

પોતાનો બીઝનેસ સ્ટાર્ટ કરવા માટે બેન્ક પાસેથી લોન લેનારી કલ્પના આજે પોતે ભારતીય મહિલા બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટ સદસ્ય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here