વાંચો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન JRD ટાટાની સંઘર્ષભરી જીવનગાથા : જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા

0
1058
જહાંગીર ટાટાની સફળતાની કહાની

શું તમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ભારતની સૌથી મોટી IT કંપની), ટાટા મોટર્સ, ટાઈટન ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટી, વોલ્ટાસ અને એર ઇન્ડિયાનું નામ સાંભળ્યું છે?

જરૂર સાંભળ્યું હશે..

આ બધી કંપનીઓની શરૂઆત અલગ અલગ માણસોએ નહિ પણ એક જ ઉદ્યોગ સાહસિકે કરી હતી.

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ હિન્દુસ્તાનના સફળતમ બીઝનેસગ્રુપો માંથી એક Tata ગ્રુપના ચેરમેન રહેલા જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા એટલે કે J.R.D. TATA ની.

ભારતીય ઉદ્યોગ જગતની શાન એવા જહાંગીર રતનજી ટાટા એક નિર્ભીક વિમાન-ચાલક અને ઘણું બધું આગળ વિચારવા વાળા હતા.

આધુનિક ભારતની ઔધોગિક ઈંટ સ્થાપવા વાળા મોટા ઉદ્યોગપતિઓમાં તેમનું નામ મોખરે છે.

રતન તાતા કેમ વિશ્વના ધનવાન લોકીની યાદીમાં નથી?

મિત્રો, કોઈ પણ વિકાસશીલ દેશની પ્રગતિ સૌથી ઝડપથી કરવા માટે અમુક મહત્વપૂર્ણ ઉદ્યોગો સફળ હોવા જરૂરી છે. જે. આર. ડી. ટાટા તેમાંના એક હતા. તેમણે ભારતમાં હોટેલ, એન્જિનીયરીંગ, વાયુ સેના અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોના વિકાસમાં ભૂલી ન શકાય તેવી ભૂમિકા નિભાવી છે. આ કારણે ભારત સરકારે તેમનું સન્માન કરતા વર્ષ 1955માં પદ્મ વિભૂષણ તથા વર્ષ 1992માં ભારતના સર્વોચ્ચ નાગરિક સમાન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

જન્મ : 29 જુલાઈ, 1904, પેરિસ, ફ્રાંસ.

મૃત્યુ : 29 નવેમ્બર, 1993, જીનિવા, સ્વીત્ઝરલૅન્ડ.

ધર્મ : પારસી.

માતા : સુજ્જેન બ્રીરે

પિતા : રતનજી દાદાભાઈ ટાટા

ભાઈ-બહેન : મોટી બહેન શીલા, નાની બહેન રોડબેહ, બે નાના ભાઈ દરબ અને જીમી ટાટા, જે.આર.ડી. ટાટા બીજા નંબરનું સંતાન હતા.

કાર્યક્ષેત્ર : ઉદ્યોગપતિ

સન્માન : પદ્મ વિભૂષણ, ભારત રત્ન.

બાળપણ અને શિક્ષણ

જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાનો જન્મ 29 જુલાઈ 1904મા ફ્રાંસના પેરિસમા થયો હતો.તેમના પિતા રતનજી દાદાભાઈ ટાટાભારતીય પારસી પરિવારમાંથી આવતા હતા તથા એક સફળ ઉદ્યોગપતિ હતા અને માતા સુજ્જેન બ્રીરે ફ્રેંચ મહિલા હતી.

જે.આર.ડી. ટાટાનું બાળપણનો મોટા ભાગનો સમય ફ્રાંસમાં વીત્યો હતો અને આ કારણે ફ્રેંચ તેમની પહેલી ભાષા હતી. તે પેરિસના Janson De Sailly School માં ભણવા જતા હતા. તેમનું ભણતર ફ્રાંસ, જાપાન અને ઇંગ્લેન્ડમાં થયું હતું.

1923મા તેના પિતાજીએ તેમને અંગ્રેજીમાં સારી પક્કડ બેસે તેથી બ્રિટન મોકલ્યા. તેના પિતાની ઈચ્છા એવી હતી કે તે બ્રિટીશ યુનિવર્સીટીમાં દાખલ થાય. તે તેઓ ગ્રામર સ્કુલમાં ભણ્યા અને જયારે આ કોર્ષ પૂરો થયો ત્યારે તેઓ કેમ્બ્રિજમા એન્જિનીયરીંગ કરવાનું વિચારતા હતા. પરંતુ તે વખતે ફ્રાંસમા આવેલા એક કાયદા અનુસાર ફ્રાંસમાં 20 વર્ષની ઉપરના તમામ યુવાનોએ ફરજીયાત સેનામાં જોડાવું પડ્યું. તેઓ સેનામાં જ રહેવા માંગતા હતા પરંતુ તેના પિતા એ ના પાડી. તેથી તેમને સેના છોડવી પડી.

જો જે.આર.ડી. ટાટાએ તેમના પિતાની વાત ન માની હોત તો તેમનું મૃત્યુ નિશ્ચિંત હતું. કારણ કે સેના છોડ્યાના થોડા દિવસો બાદ જ તેઓ જે રેજીમેન્ટમાં હતા તે રેજીમેન્ટના સૈનિકોને એક મિશનમાં મોરક્કો મોકલવામાં આવ્યા જ્યાં યુદ્ધ દરમિયાન બધા જ જવાનો મૃત્યુ પામ્યા.

રિક્ષાવાળાનો છોકરો બન્યો IAS ઓફિસર, વાંચો ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

સેનામાંથી નીકળ્યા બાદ તેઓ કેમ્બ્રિજમાંથી અભ્યાસ પૂરો કરવા માંગતા હતા પરંતુ તેના પિતાજીએ તેમણે ભારત બોલાવી લીધા.

“જહાંગીર ટાટા ભારતના સૌથી પહેલાં લાઇસન્સડ પાઈલોટ હતા, તેના પિતાજી ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાના પિતરાઈ ભાઈ હતા. તેમની માતા બહારની સૌપ્રથમ મહિલા હતી જેમણે કાર ડ્રાઈવ કરી હતી. જે.આર.ડી. ટાટાની ભત્રીજી રતનબાઇ પેટિટ, મહોમ્મદ અલી જીણાની પત્ની હતી જે પાકિસ્તાનનો સ્થાપક હતો.”

JRD ડીસેમ્બર 1925માં ભારત આવી ગયા હતા. તેમની માતાનું મૃત્યુ 1922મા થયું હતું. તથા 1926માં એટલે કે JRDની ઉમર માંડ 22 વર્ષની હશે ત્યાં તેમના પિતાજીનું મૃત્યુ થયું. તેથી 1926માં તેમને ટાટા સન્સની બોર્ડ મેમ્બર કમિટીમાં પસંદ કરી લીધા.

1929માં ફ્રેંચ નાગરિકતાનો ત્યાગ કરીને તેમણે ભારતીય નાગરિકતા અપનાવી લીધી. 1932માં ટાટા એર લાઈન્સની શરૂઆત કરી. તે ભવિષ્યમાં ‘એર ઇન્ડિયા’ બની.

34 વર્ષની ઉમરમાં, 1938માં JRD ટાટાને Tata & Sons ના ચેરમેન બનાવ્યા. ત્યારબાદ આ પદ પર તેઓ 50 જેટલા વર્ષ સુધી રહ્યા.

જયારે તેઓ ટાટા ગ્રુપના ચેરમેન બન્યા ત્યારે ટાટા ગ્રુપ પાસે 14 કંપનીઓ હતી અને જયારે તેઓ રીટાયર્ડ થયા ત્યારે તેમણે 95 કંપનીઓ કરી દીધી હતી.

ભારતીય ઉદ્યોગના બાદશાહ JRD ટાટા 1991 સુધી ચેરમેન પદે રહ્યા અને ત્યારબાદ તેમણે પોતાનો કાર્યભાર રતન ટાટાને સોંપી દીધો.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના 5 પ્રસંગો જે આપણને સૌને પ્રેરણા આપે છે.

“આ સફર સુધી JRDએ ટાટા ગ્રુપને 62 કરોડની કંપનીથી 10,000 કરોડની કંપની બનાવી દીધી.

જે.આર.ડી. ટાટાની ઉદારતા

જહાંગીર ટાટાની એક ખુબ જ મોટી ખાસિયત હતી. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો તેઓ એક હિંમતવાન લીડરની જેમ આગળ આવીને હિંમતથી કામ લેતા હતા. જયારે પણ તેમની કામયાબીના કોઈ વખાણ કરતું ત્યારે તેઓ બધી જ ક્રેડીટ તેમના સહકર્મીને આપી દેતા હતા. જયારે તેઓ ચેરમેન પદેથી રીટાયર્ડ થયા ત્યારે ટાટા ગ્રુપનું વર્ષનું ટર્ન ઓવર 10,000 કરોડથી પણ વધી ગયું હતું. આ જ્વલંત સફળતાનો શ્રેય તેઓએ ટાટા ગ્રુપમાં કામ કરતા તમામ કર્મચારીઓને આપી દીધો.

લોકપ્રિયતા

અમુક લોકો એવા હોય છે જે પોતાના સારા કામથી ઓળખાતા હોય છે. જહાંગીર ટાટા એવા જ હતા. પોતાના 50 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ટાટા ગ્રુપના દરેક વ્યક્તિનો એવો ખ્યાલ રાખ્યો હતો કે 50 વર્ષમાં એક પણ વાર કંપનીમાં હડતાલ નહોતી પડી. આ વાતથી આપણને ખબર પડે છે કે તેઓ કેટલા કુશળ પ્રબંધક હતા.

એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ : બેસ્ટ ગુજરાતી

મૃત્યુ

ભારતીય ઉદ્યોગજગતના શિરોમણી જે.આર.ડી. ટાટાનું મૃત્યુ 29 નવેમ્બર 1933 ના રોજ જીનીવા, સ્વીત્ઝરલૅન્ડમા થયું હતું. તેમનો જીવનકાળ 89 વર્ષનો હતો. મૃત્યુ બાદ તેમણે ફ્રાંસ, પેરિસમા લઇ જવામાં આવ્યા અને ત્યાં જ તેમને એક કબ્રસ્તાનમા દફનાવવામાં આવ્યા. તેમના મૃત્યુ બાદ શોક માટે એક દિવસ સંસદ સભ્યોએ કામગીરી મોકૂફ રાખી હતી. ભારત દેશની પ્રગતિના આ આદરણીય ઉદ્યોગપતિનું યોગદાન સાચે જ પ્રશંસનીય છે. આજે સીધી અથવા બીજી કોઈ રીતે JRD ટાટાને કારણે હિન્દુસ્તાનના કરોડો લોકોએ રોજગાર પ્રાપ્ત કરતો અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. આપણે પણ આવી મહાન હસ્તીને નમન કરીએ. આપણે સૌ હંમેશાં તેમના ઋણી રહેશું.

જહાંગીર ટાટાની સફળતાની કહાની

મિત્રો અગાઉ પણ અમે રતન ટાટા કેમ ધનવાનોની યાદીમાં નથી એ વિષય પર લેખ લખ્યો હતો જે આપ સૌને ખુબ જ ગમ્યો હતો અને સારા પ્રતિભાવ આપ્યા હતા. પ્રેરણાદાયી વાર્તાઓ વાંચવા અમારી વેબસાઈટની મુલાકાત આજે જ લો. જો તમારી પાસે કોઈ એવી વાર્તા અથવા એવી સત્ય કહાની છે જે લોકોને પ્રેરણા આપી શકે અથવા ઈતિહાસને લગતી કોઈ માહિતી હોય તો અમને મોકલો અમારા મેઈલ પર : bornpedia@gmail.com પર.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here