જો તમને જોવા મળે આ સાત સંકેત તો સમજી લેવું કે તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થઇ રહ્યો છે.

0
1808

આપણે સૌ જાણીએ છીએ કે આપણું જીવન ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર આપણને જીવન અને મરણ આપે છે. મનુષ્યના જીવનમાં તેમના જીવનકાળ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. ઘણા લોકોની પરિસ્થિતિ સારી હોય છે તેની સામે ઘણા લોકો એક સમયનું ભોજન મેળવવા માટે પણ તડપતા હોય છે. ખરાબ પરિસ્થિતિમાં પણ દરેક મનુષ્ય ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. કારણ કે ખરાબ સમય પછી હંમેશા સારા સમયની શરૂઆત થાય છે.

 પૈસા કમાવવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે

જીવનને ટકાવી રાખવા માટે પૈસા ખૂબ જરૂરી છે. પૈસા કમાવવા માટે વ્યક્તિએ મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે. મહેનત વગર જીવન શક્ય નથી. જો પૂરતી માત્રામાં પૈસા હશે તો જ તમે સુખસુવિધાઓ ભોગવી શકો છો. તેથી જ દિવસ-રાત મનુષ્ય કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. ઘણી વખત તમારા કામના કારણે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જાય છે. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે ત્યારે તે કોઇને કોઇ સંકેત આપે છે. જો તે સંકેત સમજાઈ જાય તો તમારું કિસ્મત બદલી શકે છે.

માતા લક્ષ્મીને સાવરણી ખૂબ જ પસંદ છે. તેનું કારણ એ છે કે સાફ સફાઈ કરવા માટે સાવરણી નો સૌથી મોટો હાથ હોય છે. આ ઉપરાંત વાણી દ્વારા ઘરમાં રહેલી ગંદકી તથા બીમારીઓને પણ દૂર રાખી શકાય છે. એવામાં છો સવારના સમયે તમે ઘરની બહાર નીકળો અને કોઈ સાવરણી દ્વારા સાફ સફાઈ કરતા જોવા મળે તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારા આંગણે આવી રહ્યા છે.

જો તમે ઘરની બહાર નીકળો અને અચાનક જ તમને તમારી આસપાસ લીલા રંગની ચીજો નો આભાસ થવા લાગે તો સમજી લેવું કે માતા લક્ષ્મી નો વાસ તમારા ઘરમાં થવાનો છે. તમારા આસપાસ ધ્યાન આપો ત્યારે જો મોટાભાગની વસ્તુ લીલા રંગની દેખાય તો આ સંકેત શુભ માનવામાં આવે છે.

લક્ષ્મી માતાનું વાહન ઘુવડ ને માનવામાં આવે છે. રાતના સમયે જ્યારે તમે બહાર નીકળો ત્યારે જો તમારી સમક્ષ જોવા મળે તો તમારા ઘરમાં લક્ષ્મી માતા થોડા સમયમાં જ પ્રગટ થશે.આ ઉપરાંત રાત્રે સૂતી વખતે અચાનક તમારા ગળામાં મોચ આવે અથવા તો સવારે તમારા ડોકમાં દર્દ જેવું થતું હોય તો સમજી લેવું કે તમને અચાનક ધન પ્રાપ્તિ થશે.

આ ઉપરાંત જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે ઉઠતાની સાથે જ તમને શંખ નો અવાજ સંભળાય તો એનો મતલબ એવો થાય છે કે ભગવાનની કૃપા તમારા ઉપર બની રહી છે, થોડા સમયમાં તમારા જીવનની કાયાપલટ થશે.

શેરડી ના રસ ને પણ પવિત્ર માનવામાં આવે છે, તેથી જો તમે હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શેરડીના રસને સિદ્ધિવિનાયક પર અર્પિત કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસ કરશે. આ ઉપરાંત ઉઠતાની સાથે જો તમને શેરડીના દર્શન થાય તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી ગયા છે.

તમે તમારા ધંધાર્થે કે પછી કોઈ કામ અર્થે બહાર જતા હોય અને અચાનક જ કૂતરું જમીનમાં માથું મારે છે. અને વારંવાર આ પ્રક્રિયા કરે છે તો સમજી લેવું કે ત્યાં કોઈ ધન દાટેલું છે. તે જગ્યા ની ચકાસણી જરૂર કરવી જોઈએ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here