શું જવાહરલાલ નહેરુ ના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ નહોતા બન્યા પ્રધાનમંત્રી? વાંચો સંપૂર્ણ આ વાત

0
464

હાલમાં કોઈ વ્યક્તિ વિશ્વ ની સૌથી મોટી પ્રતિમા વિશે વાત કરે તો તેની અંદર ભારત દેશ નું નામ સૌપ્રથમ આવે છે. કેમ કે, હાલમાં જ ભારત દેશની અંદર ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ નર્મદા નદી ઉપર મૂકવામાં આવી છે. જેથી કરીને ભારત દેશે સમગ્ર વિશ્વની અંદર પોતાનું એક અલગ ઓળખાણ બનાવી છે. અને હાલમાં ઘણા લોકો એ રીતની વાત કરતા હોય છે કે જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય મહત્વ નથી આપ્યું. અને આથી જ સરદાર ક્યારેય પ્રધાનમંત્રી નથી બની શક્યા. અને જો સરદાર પ્રધાનમંત્રી હોત તો તેના કારણે ભારતદેશની સકલ કંઈક અલગ હોત. પરંતુ આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ આ અંગેની સંપૂર્ણ હકીકત.

આ વાત સંપૂર્ણપણે ખોટી છે કે નહેરુના કારણે વલ્લભભાઈ પટેલ ભારતના પ્રધાનમંત્રી ન બની શકીયા. પરંતુ વલ્લભભાઈ પટેલ ખુદ પોતે એવું ઇચ્છતા હતા કે જવાહરલાલ નેહરુ ભારતના પ્રધાનમંત્રી બને. અને તેના નેતૃત્વની અંદર સમગ્ર ભારત દેશ આગળ વધે. અને તરફથી કરે અને આ વાત અંગેની પુષ્ટિ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના વચ્ચે થયેલા પત્ર-વ્યવહાર ઉપરથી કરી શકાય છે. જ્યારે ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને પહેલી ઓગસ્ટે એક પત્ર મળ્યો અને આ પત્ર જવાહરલાલ નેહરુને મોકલ્યો હતો.

જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે ઔપચારિકતા નિભાવવા માટે જ હું તમને મંત્રીમંડળની અંદર સમાવેશ થવાનું નિમંત્રણ આપું છું. પરંતુ આ પત્રનો કોઈ મહત્ત્વ નથી. કેમકે, તમે આ મંત્રીમંડળના સુદ્રઢ સ્તંભ છો. અને આ પત્રનો જવાબ આપતા સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરુને 3 ઓગસ્ટના રોજ એક પત્ર લખ્યો હતો. જેના આધારે તમારી બધી જ ખોટી ધારણાઓ દૂર થઈ જશે.

સરદાર વલ્લભભાઇ પટેલે આ પત્રની અંદર લખ્યું હતું કે એક ઓગસ્ટના રોજ મળેલા એ પત્ર બદલતે જવાહરલાલ નેહરૂ નો આભાર માને છે. સાથે સાથે તે બંને વચ્ચેની જે ગાઢ મિત્રતા છે તેની વચ્ચે આવી ઓપચારિકતા નું કોઈ સ્થાન નથી. આ ઉપરાંત તેણે જણાવ્યું કે મને એવી આશા છે કે મારા સેસ વધેલા જીવનની મોટા ભાગની સેવા તમને સમર્પિત રહેશે. અને તમને તમારા ધ્યેય સુધી ની સ્થિતિ માટે મારી સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠા તમને મળશે. સાથે સાથે તમે ભારત દેશ માટે જે ત્યાગ અને બલિદાન કર્યું છે તે બીજા કોઈ પુરુષ નથી કર્યું આપણું સંમેલન એક અતૂટ અને અખંડ સંમેલન છે. અને તેની શક્તિ અવિશ્વસનીય છે. તમે મને પત્ર લખી તમારી ભાવનાઓ વિશે જણાવ્યું તેના માટે હું તમારો કૃતજ્ઞ છું.

સરદાર વલ્લભભાઈ પટેલના આ લેટર ઉપરથી કોઈક ખૂણે એવી ખબર પડે છે કે આ બંને વ્યક્તિઓ ની અંદર કોઈપણ પ્રકારનો મનભેદ ન હતો. અને સાથે-સાથે અમુક વાતો ની અંદર જો કોઈ પણ પ્રકારનો મતભેદ હોય તો તેને દૂર કરી દેવામાં આવતો હતો. આપ ઉપરાંત 2 ઓક્ટોબર 1950ના રોજ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દોરના એક મહિલા કેન્દ્રના ઉદ્ઘાટન માટે ગયા હતા ત્યારે પણ તેણે પોતાના ભાષણમાં કહ્યું હતું. કે હવે મહાત્મા ગાંધી આપણી વચ્ચે નથી રહ્યા. માટે જવાહરલાલ નહેરુ જ આપણા નેતા છે. મહાત્મા ગાંધીએ નેહરુને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. અને તે અંગેની તેની ઘોષણા પણ કરી હતી અને હવે બાપુના સિપાઈઓ નું એ કર્તવ્ય છે કે તેના દ્વારા નિયુક્ત કરેલા ઉત્તરાધિકારીનો સ્વીકાર કરે અને તેના પ્રત્યે વફાદાર રહે.

સરદાર પટેલની આ વાતો ઉપરથી એવું સાબિત થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશના સાચા અને વફાદાર સિપાહી હતા. અને લોકો તેના વિશે કરવામાં આવેલી આ વાતો ઉપરથી તેને ગેર વફાદાર બનાવી રહ્યા છે. જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં કોઈ પણ પ્રકારનો દોષ ન હતો અને જે તે સમયે જવાહરલાલ નેહરુ પ્રધાનમંત્રી બન્યા તે સમયે પરિસ્થિતિઓ પ્રમાણે લેવાયેલો એ નિર્ણય યોગ્ય હશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here