જાણી લો આંગળીઓ વિશેના આ રોચક તથ્ય. સપનામાં પણ નહિ વિચાર્યું હોય.

0
177

શું તમે ક્યારેય તમારી આંગળીઓ વિશે કંઈ જાણવાની કોશિશ કરી છે? જો નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આપણી આંગળીઓ વિશેના અમુક એવા રોચક તથ્યો કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. એક સામાન્ય વ્યક્તિના બંને હાથની અંદર પાંચ પાંચ આંગળી હોય છે. જેની શરૂઆત અંગુઠાથી થતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આંગળીઓથી જોડાયેલા અમુક રોચક તથ્યો વિશે કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.

કેટલા વધે છે નખ

તમને જણાવી દઈએ કે તમારા આંગળીઓના નખ એક મહિનાની અંદર અંદાજે એક ઇંચ ના દસમાં ભાગ જેટલા વધતા હોય છે. સાથે સાથે પગના અંગુઠાના નખ વધવાની તીવ્રતા આંગળીઓના નખ વધવા ની તીવ્રતા કરતાં ચોથા ભાગની હોય છે.

સૌથી લાંબા હાથ

દુનિયામાં સૌથી મોટા હાથ વાળા વ્યક્તિ ચીનમાં રહેતી લુઈ છે. તેના અંગુઠાની લંબાઇ ૧૦ પોઇન્ટ બે ઇંચ છે અને તેની પહેલી આંગળીની લંબાઈ ૧૨ ઈંચ છે. આમ થવા પાછળનું કારણ તેના હાથમાં રહેલી એક ખાસ પ્રકારની બીમારી છે.

આંગળીઓની સૌથી વધુ સંખ્યા

ભારત દેશમાં રહેતા બે વ્યક્તિઓ એવા છે કે જેના હાથમાં આંગળીઓ ની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. તેના હાથ અને પગ ની આંગળીઓ મળીને 25 આંગળીઓ થાય છે. જેની અંદર ૧૨ આંગળીઓ હાથમાં અને ૧૩ આંગળીઓ પગમાં છે.

સૌથી કમજોર આંગળી

રિંગ ફિંગર ને સૌથી કમજોર આંગળી માનવામાં આવે છે. કેમ કે, તે એકલી એવી આંગળી છે જે કેન્દ્રીય અને સૌથી નાની આંગળીની વચ્ચે માં રહેલી માંસપેશી થી જોડાયેલી હોય છે.

લાંબી આંગળીઓ વાળા વ્યક્તિઓ હોય છે અમીર

જ્યોતિષશાસ્ત્રના આધારે અને લન્ડન ની અંદર થયેલા એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓની આંગળીઓ વધુ લાંબી હોય છે તે વ્યક્તિઓ વેપાર ધંધા ની અંદર વધુ સફળ હોય છે, અને સાથે સાથે તે પોતાના અન્ય મિત્રો કરતાં છ ગણી વધુ સંપત્તિ ધરાવતા હોય છે.

યુનિક ફિંગર પ્રિન્ટ

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાની અલગ ફિંગરપ્રિન્ટ હોય છે. જો કોઈપણ વ્યક્તિ જુડવા હોય તો તે બંને વ્યક્તિઓ ની ફિંગર પ્રિન્ટ એક સરખી હોઈ શકે છે. પરંતુ તે પણ ૧૦ કરોડ માંથી કોઈ એક જ વ્યક્તિને આવું થઈ શકે છે.

મૃત્યુ થયા પછી નથી વધતા નખ

ઘણા લોકો એવું કહેતા હોય છે કે વ્યક્તિના મૃત્યુ થયા પછી પણ તેના નખ અને વાળ વધતા હોય છે. પરંતુ આ સાવ ખોટી વસ્તુ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત થઈ જાય છે ત્યાર બાદ તેના વાળ અને નખ જરા પણ વધતા નથી.

કઈ રીતે બને છે ફિંગર પ્રિન્ટ

બાળકો, વૃદ્ધ અને મોટી ઉંમરના વ્યક્તિઓ ના નિશાન ની અંદર અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે, જે વ્યક્તિઓના ફિંગર પ્રિન્ટ ની અંદર સમયે સમયે બદલાવ થતો રહે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here