જૈન ભરેલા ટમેટાં નું શાક (no onion, no garlic)

0
1026

કદાચ તમે જોયેલા કે સાંભળેલા હોય, એ પણ જૈન. વગર ડુંગળી, લસણ વગર બટાકાએ અને એ પણ હોટેલ સ્ટાઇલમાં.

ચાલો જાણીએ ભરેલાં ટમેટાં નું શાક

1. 4 મોટા ટામેટા અને 250ગ્રામ દૂધીના નાના મીડીયમ ટુકડા કરીને કુકર માં એકાદ ચમચી હળદર, અને જરા મીઠું નાખીને 3 સિટીઓ મારી દીધી.

2. 10-12 જેટલા નાના ટામેટા લઈને ઉપરથી લીલો દાંડી વાળો ભાગ કાપી નાખ્યો, અંદર થી બધો ગર કાઢી દીધો. અંદર ચમચી ફરીવાર ભરાવીને એક એક કરી ગેસ ઉપર ધીમા તાપે રોસ્ટ કર્યા.

3. એક પેનમાં જરા તેલ લઈને અંદર 3 કાચા કેળાંના ટુકડા સમારીને અંદર 1 કપ જેટલા લીલા વટાણા ઉમેરીને નરમ પડે ત્યાં સુધી સાંતડયું. ઠંડુ કરીને તેમાં 200 ગ્રામ છીણેલું પનીર, 1 કપ જેટલી બાફેલી મકાઈ, 1 ચમચી ચાટ મસાલો, 3 મોટી ચમચી ટોમેટો સૌસ, થોડી ઝીણી સમારેલી કોથમીર, 5 6 ઝીણા સમારેલા લીલા મરચા, મીઠું, જરીક ખાંડ, ગરમ મસાલો અને જરા ફુદીનો વાટીને બધું મિક્સ કરીને માવો સ્ટફિંગ બનાવી દીધું. અને રોસ્ટ કરેલા ટામેટા માં ભરી દીધા.

4. કુકરમાંથી ટામેટા અને દૂધી કાઢીને મિક્સરમાં પેસ્ટ બનાવી દીધી. અડધી વાડકી જેટલા કાજુ અને મગજતરી પહેલેથી પલાળીને રાખેલા એની પેસ્ટ બનાવી દીધી.

5. પેનમાં જરા તેલ ગરમ કરીને 1 ચમચી જીરું સાંતળી લીધું, ઉપર થી 3 4 મોટા એલચા, 2 આખા સૂકા લાલ મરચાં, 2 નાના ટુકડા તજ અને 4 લવિંગ પણ સાંતળી નાખ્યા. અંદર એક મોટા ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા કરીને નરમ પડે ત્યાં સુધી સાંતળી લીધા. લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો અને અડધી એક ચમચી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી દીધું. હવે અંદર દૂધી ટામેટાની પેસ્ટ નાખીને તેલ છૂટે ત્યાં સુધી ઢાંકણું ઢાંકીને ચડવ્યું. બરાબર તેલ છૂટવા લાગ્યું એટલે અંદર કાજુ મગજતરીની પેસ્ટ નાખીને ફરીવાર તેલ છૂટે ત્યાં સુધી ચડવવા દીધું.

6. ભરેલા ટામેટા અંદર નાખીને 5-1૦ મિનિટ સુધી ડિશ ઢાંકી દીધી અને વરાળમાં નરમ પડવા દીધા.

ગરમાં ગરમ ભરેલા ટામેટાનું શાક તૈયાર છે.

 

આટલી સરસ રેસીપી કોઈ રસોઈની રાણી નથી, પણ હા રસોઈનો રાણા ચોક્કસ છે…

“આશા છે આપ સૌને આ રેસીપી ગમી હશે…” – Arpan Naayak

મિત્રો, આપ સૌ ને મારી આ રેસીપી કેવી લાગી? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

આવી જ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેઈજ JBTL Media

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here