આ પાંચ જડીબુટ્ટીઓની મદદથી તમારી રોગપ્રતિકારક શક્તિને બનાવો મજબૂત, દરેક બિમારીઓ રહેશે દૂર.

0
136

સામાન્ય રીતે વાતાવરણ બદલાવાની સાથે જ લોકોને અનેક પ્રકારની નાની-મોટી બીમારીઓ થતી હોય છે. જેની અંદર શરદી, ઉધરસ, લૂ અને પેટને લગતી બીમારીઓનો સમાવેશ થતો જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકો આ બીમારીના ઝપેટમાં જલ્દીથી આવતા હોય છે. અને આવા લોકોને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પણ થતી હોય છે. આથી જો તમારી રોગ પ્રતિકારકશક્તિ વધુ મજબૂત હોય તો તેને કારણે તમે આવી નાની મોટી બિમારીઓથી બચી શકો છો.
સામાન્ય રીતે જુઓ ખાવા-પીવાની અમુક ખાસ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે તો તેના કારણે તમારું શરીર માટે સ્વસ્થ રહે છે. સાથે સાથે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે જો અમુક ખાસ પ્રકારની ઔષધિનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ની અંદર વધારો થાય છે. અને તમે પણ આવી નાની મોટી બિમારીઓથી બચી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 5 એવી પાવરફુલ ઔષધીઓ વિશે કે જેનું સેવન કરવાથી તમે પણ રહી શકો છો કાયમી માટે નિરોગી.અશ્વગંધા
આયુર્વેદ શાસ્ત્ર ની અંદર અશ્વગંધાને સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે. આ એક સંસ્કૃત નામ છેજેનો અર્થ થાય ઘોડા જેવી તાકાત એટલે કે જો તમે અશ્વગંધાનું સેવન કરો તો તેના કારણે તમે ઘોડા જેવી તાકાત મેળવી શકો છો. અશ્વગંધાનું સેવન કરવાના કારણે તમારું સ્ટેમિના વધુ મજબૂત બને છે અને તમારા રોગ પ્રતિકારક શક્તિ ની અંદર પણ વધારો થાય છે. સાથે સાથે તમારા શરીરની અંદર ઉર્જામાં પણ વધારો થાય છે.

અલ્ટ્રાગાલુસ
આ એક એવો ઔષધીય છોડ છે. જેના ફળ અને પાંદડાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. તેની અંદર રહેલા કેમિકલ આપણા શરીરની અંદર વાઇટ બ્લડ શેલની સંખ્યામાં વધારો કરે છે. જેથી કરીને આપણું શરીર રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે અને તમે નાના મોટા બેક્ટેરિયલ તથા વાયરલ ફીવર થી બચી શકો છો.એકીનેસિયા
આ એક ફૂલોની સમૂહ નો છોડ છે જેનું સેવન કરવાથી તમારા શરીરની અંદર સફેદ રક્ત કોશિકાઓ ની સંખ્યામાં વધારો થાય. જેથી કરીને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તમે શરદી તાવ ઉધરસ અને પેટને લગતી બીમારીઓથી બચી શકો છો.એલ્ડરબેરી
આછોડ ઘાટા જાંબલી રંગનો હોય છે જેનો ઉપયોગ સામાન્ય શરદી ની અંદર ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેની અંદર રહેલા તત્વો તમારા શરીરમાં કોઈપણ પ્રકારની શરદી થઇ હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

લસણ
આપણે દરેક લોકો જાણીએ છીએ કે લસણની અંદર અનેક પ્રકારના એવા પોષક તત્વો હોય છે. જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની ખરાબ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સેવન કરવાના કારણે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તમે પણ અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here