દુનિયાના સૌથી પ્રેરક ‘અસફળતા’ ધરાવતા લોકોના જીવનમાંથી શીખવા જેવી વાતો

0
1209
સફળ લોકોમાંથી શીખવા જેવી વાત

મિત્રો, દુનિયામાં દરેક પ્રસિદ્ધ વ્યક્તિઓનો ઈતિહાસ હોય છે. તેઓની પ્રસિદ્ધી પાછળ એક કહાની હોય છે જે ખુબ જ સંઘર્ષમય હોય છે. વિશ્વમાં જે જે મોટી હસ્તીઓ અથવા મોટા મોટા વૈજ્ઞાનિકોએ દુનિયાને પ્રભાવિત કરી છે તેમણે જીવનમાં પોતાની અને બીજાની ભૂલો જોઈ છે, એ ભૂલોનું પરિવર્તન ન થાય તે રીતે કાળજી રાખી છે ત્યારે આ સ્થાને પહોંચ્યા છે. જો તેઓ થયેલી ભૂલોમાંથી શીખ્યા ન હોત તો આજે આ લેવલ પર ન પહોંચ્યા હોત. ચાલો આજે આપણે પણ એવા જ વ્યક્તિત્વો અને તેમની પ્રેરક અસફળતાઓ (failure to success) વિષે જાણીએ. તેમાંથી આપણે પણ શીખીએ કે ‘શા માટે અસફળતા સફળતાથી અધિક મહત્વની છે?’

હેનરી ફોર્ડ (Henry Ford)

ફોર્ડ મોટર્સ કંપનીના સંસ્થાપક હેનરી ફોર્ડ વિષે તો આપ જાણતા જ હશો. તેઓ અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગપતિ હતા તથા તેમને અમેરિકાના સૌથી પ્રભાવશાળી લોકોમાં ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, ‘તેમની પ્રથમ 2 મોટર કંપનીઓ શરુ કર્યા બાદ 2 જ મહિનામાં બંધ થઇ ગઈ હતી.’ જો તેમની બદલે બીજું કોઈ હોત તો નિરાશ થઇ જાત અને તૂટી જાત. પણ ફોર્ડને આ અસફળતા નવી મોટર કંપની ‘ફોર્ડ’ શરુ કરતા રોકી ન શકી અને વિશ્વમાં સૌપ્રથમ વાર એસેમ્બલી લાઈન મેનુંફેક્ચરીંગનો પ્રયોગ કરીને કાર ઉત્પાદનમાં ક્રાંતિ લાવી દીધી. તેઓના સમયમાં વિશ્વના ત્રીજા નંબરના પ્રસિદ્ધ અને ધનિક હતા.

► જે. કે. રોલિંગ (J.K. Rowling)

હેરી પોર્ટર (Harry Porter) સીરીઝના પુસ્તકોની લેખિકા જે.કે. રોલિંગને તો આપણા માંથી મોટા ભાગે જાણતા જ હશે. તેમના જીવનમાં એક સમય એવો હતો જયારે તેઓ કંગાળ, ચિંતિત હતા. ઉપરથી તેમણે છુટાછેડા આપવામાં આવ્યા હતા તેનું ટેન્શન હતું. જયારે તેઓ હેરી પોર્ટર પુસ્તકો લખી રહ્યા હતા ત્યારે તેઓ લોકકલ્યાણ સંસ્થામાં રહેતી હતી. તેમના આ પુસ્તકને 12 જેટલા પ્રકાશકોએ પ્રકાશિત કરવાની ના પડી દીધી હતી.

પરંતુ આજે વિશ્વમાં સૌથી વધારે વંચાયેલાં પુસ્તકોની લેખિકાના રૂપે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમનું પુસ્તક હેરી પોર્ટર જયારે પ્રકાશિત કરવામાં આવ્યું ત્યારે બાદ બધા બુક સેલિંગના રેકોર્ડ તોડી નાખ્યા. અંદાજીત 500 મીલીયન કોપી વેચાઈ. જે એક ચમત્કાર હતો.

► થોમસ અલવા એડીસન (Thomas Edison)

એડીસન વિશ્વના એક એવા અનોખા વૈજ્ઞાનિક હતા જેમના નામ પર આજે પણ લગભગ 1000 થી પણ વધુ પેટન્ટ છે. સન 1889 માં એક સન્માન સમારોહમાં એક વક્તા એ તો ત્યાં સુધી કહી દીધું હતું કે એડીસને એટલી અધિક સંખ્યામાં શોધ કરી છે કે કદાચ ભવિષ્યમાં બીજા લોકો માટે શોધ કરવાનું કંઈ બાકી જ નથી રહ્યું.

વાસ્તવમાં માનવ વિકાસના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ એવો વૈજ્ઞાનિક નહિ થયો હોય જેણે એડીસન જેટલી શોધ કરી હોય. બાળપણમાં તેઓ ઘણા કમજોર હતા પણ તેમનું વ્યક્તિત્વ ખુબ જ જટિલ હતું. તેમનું મગજ હંમેશા પ્રશ્નોથી ભરેલું રહેતું હતું. તેઓ કોઈ પણ વસ્તુ પર ત્યાં સુધી ભરોસો કરે નહિ જ્યાં સુધી તેઓ પોતે પરીક્ષણ ન કરી લે. આ પ્રકારના દ્રષ્ટિકોણથી સ્કુલના શિક્ષકે તેને કાઢી મુક્યા. તેના શિક્ષકે કહ્યું હતું કે આ છોકરાનું મગજ સાવ ખાલી છે.

એક સફળ ઇલેક્ટ્રિક બલ્બના આવિષ્કાર પહેલાં તેમણે લગભગ 9999 (સાચો આંકડો ખબર નથી) જેટલા અસફળ પ્રયોગો કર્યા હતા.

► વોલ્ટ ડિઝની (Walt Disney)

ડિઝની એ પોતાનો પ્રથમ બિઝનેસ પોતાના ઘરના ગેરેજમાંથી શરુ કર્યો હતો. તેમની સૌથી પહેલી કાર્ટુન બનાવવાની કંપની ઉઠી ગઈ હતી. તેમની સર્વ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં એક ન્યુઝ પેપરના પ્રત્રકારે તેમની મજાક ઉડાવી અને કહ્યું કે તમારી પાસે ફિલ્મ બનાવવાનો કોઈ આઈડિયા નથી.

વોલ્ટ ડિઝની અમેરિકાના એક ફિલ્મ નિર્માતા, ડાઈરેક્ટર, લેખક અને એનીમેટર હતા. તેમણે દુનિયાની સૌથી પ્રચલિત ફિલ્મ પ્રોડક્શન કંપની “The Walt Disney Company” ની સ્થાપના કરી હતી. જેની આજે વાર્ષિક કમાણી 30 અબજ ડોલર કરતા પણ વધારે છે.

► આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)

જયારે આઇન્સ્ટાઇન નાના હતા ત્યારે તેના માતા-પિતાને લાગતું હતું કે આ મંદ બુદ્ધીનો છોકરો છે. સ્કુલના ટીચરે પણ કહ્યું હતું કે તું ભણવાનું છોડી દે, તું ક્યારેય પણ કંઈ નહિ કરી શકે. તું કામ વગરનો છે.

આઇન્સ્ટાઇન ચાર વર્ષની ઉમર સુધી બોલી ન શકતા હતા. સાત વર્ષની ઉમર પછી તેમનામાં ભણવાની થોડી બુદ્ધી આવી હતી.

આજે આપણે તેમણે વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક ગણીએ છીએ. ભૌતિકશાસ્ત્ર (Physics)ના વિષયમાં તેમણે કરેલા યોગદાનોને કારણે 1921માં તેમને ‘નોબેલ’ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

► અબ્રાહમ લિંકન (Abraham Lincoln)

અસફળતાઓમાં ક્યારેય પણ નિરાશ ન થવામાં તથા દ્રઢતા ન ખોવામાં દુનિયાભરમાં એક જ નામ ગુંજે છે તે છે અબ્રાહમ લિંકનનું. ગરીબીમાં જન્મેલા લિંકને જીંદગીભર કંઈ કેટલીય મુશ્કેલીઓ તથા અસફળતાઓનો સામનો કર્યો હતો.

તેમને જીવનમાં ઘણી વાર હાર મળી હતી પણ તેઓ ક્યારેય નાસીપાસ નહોતા થયા, કદાચ તે કારણે જ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શક્યા.

તેમણે મળેલી અસફળતાઓની યાદી..

1. 1832 નોકરી ગુમાવી.

2.1832 વિધાનસભાની ચુંટણીમાં હાર.

3. 1833 ધંધામાં નિષ્ફળ.

4. 1834 વિધાનસભામાં પસંદગી.

5. 1835 પત્નીનું મૃત્યુ થયું.

6. 1836 તેમનું nervous breakdown થઇ ગયું.

7. 1838 Illinois House Speaker ની ચુંટણીમાં ફરી પરાજય.

9. 1854 સેનેટની ચૂંટણી હારી ગયા.

10. 1856 ઉપ-રાષ્ટ્રપતિનું ચુંટણીમાં પાછળ રહી ગયા.

11. 1858 ફરી વાર ઉપ-રાષ્ટ્રપતિની ચુંટણીમાં હાર.

અને છેવટે 1860 માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

સફળ લોકોમાંથી શીખવા જેવી વાત

આટલી અસફળતા છતાં પણ તેઓ ક્યારેય નિરાશ ન થયા, પરંતુ દરેક વખતે એક નવા ઉમંગ, ઉત્સાહ અને સમર્પણની ભાવના સાથે આગળ વધતા રહ્યા અને અંતમાં પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહ્યા.

મારે હવે આપને એક જ સવાલ પૂછવો છે, શું તમે જીંદગીમાં અસફળતાથી પીછેહઠ કરશો??

તમારો જવાબ કોમેન્ટમાં આપી શકો છો પણ ફક્ત “ના” જ જવાબ આવવો જોઈએ. જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને મોકલી આપો અમારા મેઈલ પર : bornpedia@gmail.com

GujjuMoj ટીમે બનાવેલા બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો..

વાંચો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન JRD ટાટાની સંઘર્ષભરી જીવનગાથા : જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા

રતન તાતા કેમ વિશ્વના ધનવાન લોકીની યાદીમાં નથી?

રિક્ષાવાળાનો છોકરો બન્યો IAS ઓફિસર, વાંચો ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના 5 પ્રસંગો જે આપણને સૌને પ્રેરણા આપે છે.

એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ : બેસ્ટ ગુજરાતી વાર્તા

ભગવાન શ્રીકૃષ્ણએ 16,108 પત્નીઓ સાથે લગ્ન કેવી રીતે કર્યા અને તેની પાછળ શું ઈતિહાસ છે?

એક રૂપિયામાં ચાલે છે અનોખું અન્નક્ષેત્ર : વાંચવા અહીં ક્લિક કરો.

આ છે પાકિસ્તાનમાં આવેલા ૭ હિંદુ મંદિર, જ્યાં મુસ્લિમો પણ પ્રેમથી ઝુકાવે છે માથું.

કાલ્પનિક નહિ પરંતુ હકીકત છે આ રામસેતુ

લગ્નના એક દિવસ પહેલાં છોકરીઓ આવું વિચારતી હોય છે.

આ લેખ વાંચવા બદલ આભાર. તમારા મિત્રોને આ લેખ શેર કરી શકો છો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here