ભારતમાં 3 બ્લેડ વાળા અને મોટાભાગના દેશોમાં 4 બ્લેડ વાળા પંખા હોય છે. જાણો તેની પાછળનું ખાસ કારણ.

0
504

ઉત્તર ભારતનો મેદાની ઇલાકામાં ઠંડી નો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. ભારતમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે. અને બજારમાં હવે ધીમે ધીમે પંખા ની માંગ વધી રહી છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે જે ઘરની અંદર એસી લાગી શકતો નથી. તે લોકો પોતાના ઘરમાં પંખો અથવા તો કુલર લગાવતા હોય છે. કે જેથી કરીને તે ઉનાળાના અસહ્ય તાપથી બચી શકે.

સામાન્ય રીતે આપણા ઘરની અંદર ઉપયોગમાં લેવાતા પંખા ની અંદર માત્ર ત્રણ બ્લેડ રાખવામાં આવે છે. જ્યારે ભારત મા ઘણા બધા ઘર એવા પણ છે કે જ્યાં ચાર બ્લેડ વાળા પંખા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારત દેશમાં મોટેભાગે પંખા માત્ર ત્રણ જ બ્લેડ શા માટે હોય છે? જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ પ્રશ્નનો ઉત્તર.

ભારત દેશની અંદર મોટે ભાગે 3 બ્લેડ વાળા પાંખનો ઉપયોગ કરવામાં આવે છે. આમ થવા પાછળ અનેક કારણો છુપાયેલા છે. કહેવાય છે કે ત્રણ બ્લેડ વાળો પંખો ગરમીનો વધુ સારી રીતે દુર કરી શકે છે. અને આથી જ જે ઘરની અંદર એસી નો ઉપયોગ કરવામાં આવતો નથી, તે ઘરની અંદર ત્રણ બ્લેડ વાળા પંખા વધુ ઉપયોગી સાબિત થાય છે. જ્યારે જે ઘરની અંદર એસી નો ઉપયોગ કરવામાં આવતો હોય તે ઘરમાં 4 બ્લેડ વાળા વધુ ઉપયોગી સાબિત થાય છે.

જે ઘરની અંદર મુખ્યત્વે એસી નો ઉપયોગ કરવામાં આવે છે, તે ઘરની અંદર સામાન્ય રીતે પંખા નો ઉપયોગ હવાને બધી બાજુ ફેલાવા માટે કરવામાં આવે છે. જેથી કરીને આખા ઘરમાં ઠંડક પ્રસરી જાય. ઈંગ્લેન્ડ, ફિનલેનઁડ અને અમેરિકા વગેરે જેવા ઠંડા દેશો ની અંદર સામાન્ય રીતે ચાર બ્લેડ વાળા પંખા નો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે, આ દેશની અંદર પંખા ના કારણે આવતી ઠંડી હવાની ખાસ જરૂર હોતી નથી. અને આથી જ ત્યાં ચાર બ્લેડ વાળા પંખા નો ઉપયોગ કરવામાં આવે છે.

3 બ્લેડ વાળા પંખા 4 બ્લેડ વાળા પંખાની સરખામણીમાં ગરમી ને વધુ સારી રીતે દૂર કરી શકે છે. અને આથી જ ભારત દેશની અંદર મોટે ભાગે ત્રણ બ્લેડ વાળા પંખા નો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ ઠંડી હવા તો આપે છે, સાથે સાથે ગરમીને પણ દૂર ભગાડે છે. સાથે સાથે તેની કિંમત પણ ઓછી હોય છે.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here