એક યુવતીનો પુરુષો માટેનો અતુલ્ય સંદેશ, વાંચો અને તમે જ કરો નિર્ણય.

0
378

મારા સભ્ય સમાજના લોકો, મને એ નથી સમજાતું કે આખરે શા માટે તમે મને તમારા સમાજનો હિસ્સો નથી માનતા. હું વિદેશમાંથી હવેલી નથી. મારો જન્મ અહીંયા જ થયો છે. આજ નાની-નાની ગલીઓ ની અંદર મેં મારું બાળપણ વિતાવ્યું છે. આજ નાની-નાની ગલીઓ ની અંદર મેં સંતાકૂકડી અને નારગોલ જેવી રમતો રમી છે. જ્યારે મારી બહેનપણીઓ સાથે આ શેરીઓ ની અંદર ધમાચકડી મચાવી કરતી હતી, ત્યારે આજુબાજુના લોકો મને ખૂબ જ ખીજાતા હતા. ઘણા લોકો અમને જોઈને ખૂબ હસતાં પણ હતા. અમારી આ શરારતો ઘણા લોકોને ખુબ પસંદ આવતી હતી.

 

હવે હું ૨૧ વર્ષની થઈ ગઈ છું અને મને લઈને આ સભ્ય સમાજના લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. રમેશ અંકલ કે જે મને બાળપણમાં પોતાના ખોળામાં બેસાડતા હતા, તે હવે મને અજીબ નજરોથી જુએ છે. એ છોકરાઓ કે જેની સાથે હું નાનપણમાં રમ્યા કરતી હતી તે છોકરાઓની નજર હવે મારા ગરદનની નીચેના ભાગમાં જ જાય છે. સુજાતા આંટી હંમેશાને માટે મને જોઇને પોતાનું મોં ફેરવી લે છે. સોસાયટીની બીજી મહિલાઓ પણ મને લઈને વિવિધ પ્રકારની વાતો કરે છે. અને મારા કેરેક્ટર ઉપર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવે છે. મને ખબર નથી પડતી કે આખરે આવું શા માટે થયું.

શું તેની પાછળનું કારણ એ તો નથીને કે,

હું વેસ્ટન કપડા પહેરું છું?

મારે એક બોયફ્રેન્ડ છે ?

હું અંગ્રેજીમાં વાત કરું છું ?

લોકોની સાથે તર્ક-વિતર્ક કરું છું ?

બધાની સાથે ખુલીને વાત કરું છું ?

હું એક મલ્ટિનેશનલ કંપનીની અંદર કામ કરું છું? અને

હું રાત રાત સુધી મારા મિત્રોની સાથે ફર્યા કરું છું?

તો શું આ બધા કારણોસર લોકો ને મારા કેરેક્ટર ઉપર આંગળી ચીંધવાનું અધિકાર મળી ગયો છે? જો હું કપડાં પહેરું છું તો શું છોકરાઓને મને છેડવાનું લાઇસન્સ મળી ગયું છે? એવું શા માટે માનવામાં આવે છે કે જો કોઈ છોકરી રાત્રિના સમયે બહાર ફરતી હોય તો તે કંઈક ખોટું કામ જ કરતી હશે. રાત્રે મિત્રોની સાથે ફરવું એ શું ખરાબ વસ્તુ છે? શું એક છોકરી પોતાના હિસાબથી જીવી પણ નથી શકતી?

આખરે શા માટે જ્યારે કોઈ છોકરીની સાથે જ છેડછાડ થાય છે. ત્યારે તેના કપડાં ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે. શા માટે આપણા સભ્ય સમાજની અંદર રહેતા પુરૂષોની ગંદી નિયત અને ગંદી વિચારસરણી ઉપર સવાલ નથી ઉઠાવવામાં આવતાં? શા માટે છોકરીઓને સમજાવવામાં આવે છે કે રાત્રિના સમયે મિત્રો સાથે ન ફરવું જોઈએ? છોકરાઓ માટે શા માટે આવા કોઇપણ પ્રકારના નિયમો બનાવવામાં નથી આવ્યા? રાત્રે માત્ર ખરાબ ચરિત્ર વાળી છોકરીઓ જ બહાર નીકળતી હોય છે.

હું આપણા સભ્ય સમાજને પૂછવા માગું છું કે આખરે શા માટે છોકરીઓની સાથે છેડછાડ કરતાં લોકોને છૂટ આપવામાં આવે છે? આવા છોકરાઓ ક્યાંથી આવે છે? શું એ બધા છોકરાઓ બીજા ગ્રહમાંથી આવ્યા છે? કે જેને આપણા સમાજના કાયદા-કાનૂન વિશે નથી ખબર? આપણે દરેક લોકો આ બાબતથી પરિચિત છીએ કે મહિલાઓ ઉપર અત્યાચાર કરનાર વ્યક્તિઓ આપણા સમાજનો જ હિસ્સો છે. મારું તો એવું માનવું છે કે આવા લોકો માનસિક રૂપે બીમાર થાય છે. અને તેના વિચારની અંદર બદલાવ લાવવાની જરૂર છે.

 

આથી જ મારી સ્કર્ટ નહીં પરંતુ લોકોની વિચારસરણી ખૂબ નાની છે. મારું કેરેક્ટર ખરાબ નથી. પરંતુ લોકોની નજર ખરાબ છે. આજે છોકરીઓને નહીં પરંતુ છોકરાઓને પોતાની માનસિકતા બદલાવવાની જરૂર છે. આ બદલાવ જેટલો ઝડપથી આવશે તેટલું જ આપણા સમાજ માટે સારું છે. કેમ કે, જો ખૂબ મોડું થઈ જશે તો આપણો સમાજ નેસ્તોનાબુદ થઈ જશે. આજે જ જાગી જાવ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here