હૈદરાબાદી બિરિયાની (રેસ્ટોરન્ટ જેવી જ ઘરે બનાવો.)

0
3963

રેસ્ટોરન્ટમાં જઈને આપણી ભાવતી બિરિયાની અથવા પુલાઓ ઓર્ડર કરીયે ત્યારે એની મજા તો આપણે લેતા જ હોઈએ પણ સાથે સાથે એ કેવી રીતે બનતી હોય એની ખાવા ના શોખીન લોકો ને એક ક્યુરિયોસિટી પણ હોય. હૈ ને?? મારી તો બહુ ફેવરિટ છે, જયારે પણ રેસ્ટોરન્ટ જવાનું આવે ત્યારે આ તો અચૂક મંગાવું છું. આ રેસિપી મારા ઓબ્ઝર્વેશન પર થી બનાવેલી છે અને સાચે એટલી મસ્ત બનેલી જાણે સાચે મૈં રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરીને મંગાવેલી હોય.

તો ચાલો આજે તમને જાણવું : “હૈદરાબાદી બિરિયાની”

ચાલો એક નજર કરીયે મેં કેવી રીતે એને બનાવી (સામગ્રી સીધી રેસિપી માં જ લખી દઉં છું, જેથી કરી ને પોસ્ટ વધારે લાંબી ના થઇ જાય અને તમને પણ બનાવવા માં સરળ રહે. હા એક વાત કહી દઉં હોં, આ રેસિપી વાંચીને જો તમે ઘરે બનાવજો.)

1. 3 કપ આખા બાસમતી ચોખા ને ધોઈને પલાળી દીધા એકાદ કલાક માટે અને પછી એને છુટ્ટા ઓસાવી દીધા, વધારા નું પાણી નિતારી ને ઠંડા કરવા મુક્યા.

2. ચોખા પલળે ત્યાં સુધી અડધા ફુલાવરને એક ઇંચ ટુકડા માં હાથ થી તોડી દીધું,. 2 મોટી ડુંગળી અને 2 મોટા ટામેટાને ઝીણા સમારી દીધા,. 1 કેપ્સિકમ, 100gm ફણસી, 1 ગાજર, 1 મોટી ડુંગળી અને 1 મોટા ટામેટા ને 1 ઇંચ ટુકડા માં કાપી દીધા, 1 ઝૂડી પાલકની સાફ કરીને એના પટ્ટા છુટા પાડ્યા અને ઘાટ્ટો લીલો રંગ ત્યાં સુધી 10 મિનિટ ઉકળતા પાણીમાં ઢાંકણું ઢાંકીને રહેવા દીધું,. સહેજ ઠંડુ કર્યા પછી એને મિક્સરમાં પીસીને જાડી ગ્રેવી બનાવી દીધી।

3. એક તપેલી માં પાણી ગરમ કરીને અળધો કપ લીલા વટાણા, ગાજર, ફણસી, ફુલાવર ને અધકચરા બાફી દીધા.

4. એક પેન/કડાઈમાં 3 ચમચી ગાયનું ઘી/અથવા બીજું કોઈ ચોખ્ખું ઘી ગરમ કરીને અંદર 1 ચમચી જીરું, 2-3 નાના ટુકડા તજ, 3-4 તમાલપત્ર, 4-5 લવિંગ, 4-5 કાળા મરી, 2-3 મોટા એલચા હલકી મીઠી સુગંધ આવે ત્યાં સાંતળી દીધા,. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી, ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાને એકદમ પલપી થાય ત્યાં સુધી સાંતળ્યા,. ત્યારબાદ 3-4 ચમચી આદુ-લસણ ની પેસ્ટ નાખીને 5 મિનિટ જેટલી સાંતળી, ઘી છૂટું પડવા માંડ્યું ત્યારબાદ મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું સ્વાદ અનુસાર નાખીને બરાબર મિક્સ કર્યું.

5. હવે અંદર અધકચરા બાફેલા ફુલાવરના ટુકડા, લીલા વટાણા, ગાજર, પનીર ના ટુકડા (ઓપશનલ), 2 ચમચી કાજુના ટુકડા આ બધું નાખીને મિક્સ કર્યું,. પાલકની ગ્રેવી ઉમેરી ને તેમાં 1 ઈંચ કાપેલા ડુંગળી અને કેપ્સિકમ નાખીને નરમ પડે ત્યાં સુધી ચલાવે રાખ્યું જેથી ચોંટે નહિ. (જો ગ્રેવી કોરી પડી જતી હોય તો તમે જાડી ગ્રેવી કરવા માટે પાણી ઉમેરી શકો છો).

6. ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ સુધી બધું મિશ્રણ પકવવા દો.

7. ગ્રેવી તૈયાર થઇ જાય પછી અંદર ઓસાવેલા ચોખા ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો.

veg hyderabadi biryani

 

“ગરમ ગરમ હૈદરાબાદી બિરિયાની તૈયાર છે”

ટિપ્સ:

A. અગર તમે ઘરે રેસ્ટોરન્ટ જેવું જ ફૂડ બનાવવા માંગતા હોવ તો બને ત્યાં સુધી હળદરનો ઉપયોગ ટાળવો જેના લીધે કોઈ પણ આઈટમ નો રંગ એવો સરસ નિખરશે,.

B. અગર આજ બિરિયાની ને “જૈન સ્ટાઇલ”માં બનાવવી હોય તો જ્યા જ્યાં ડુંગળીની જરૂર હોય ગ્રેવી માટે, ત્યાં ત્યાં દૂધી નો ઉપયોગ કરવો.

“આશા છે આપ સૌને આ રેસીપી ગમી હશે…” – Arpan Naayak

મિત્રો, આપ સૌ ને મારી આ રેસીપી કેવી લાગી? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

જૈન ભરેલા ટમેટાં નું શાક (no onion, no garlic)

આવી જ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેઈજ JBTL Media

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here