કઈ રીતે ઓળખશો ઓરિજિનલ ચાંદી, આ છે તેની સાચી રીત.

0
451

આજના સમયમાં ઘણા લોકો ઓનલાઇન વસ્તુઓ ખરીદતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે જે સોના-ચાંદીના ઘરેણાં પણ ઓનલાઇન ખરીદતા હોય છે. પરંતુ ઘણા લોકોને ઓનલાઇન મળતા આ ચાંદીના ઘરેણા ઓ ઉપર વિશ્વાસ બેસતો નથી. ઘણા લોકો એવું માનતા હોય છે કે કદાચ આ ઓનલાઈન મળતી વસ્તુ 100 ટકા પ્યોર હોઈ શકે નહીં. જો તમને પણ મનમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ ઓળખી શકો છો 100% શુદ્ધ ચાંદનીને. તો ચાલો જાણીએ ના ખાસ નુસખા.

સ્ટેમ્પ તપાસવો

ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વેચાતા ચાંદીની અંદર હંમેશાને માટે સ્ટેમ્પ લાગેલો હોય છે. જો તેની અંદર કોઈપણ જાતની મહોર લગાવેલી ન હોય તો બની શકે કે તમે લીધેલું ચાંદી ખોટું હોઈ શકે છે. પરંતુ જો તેના ઉપર 100% યોગ્ય રીતે સ્ટેમ્પ બનાવેલો હોય તો તે ચાંદી 100% શુદ્ધ હોઈ શકે.

ઇન્ટરનેશનલ સિલ્વર સ્ટેમ્પ રેટિંગ ની ઓળખાણ

સામાન્ય રીતે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ચાંદીનું વેચાણ થાય છે. ત્યારે તેના ઉપર લગાવવામાં આવેલા સ્ટેમ્પ માં ચાંદીનું રેટિંગ લગાવેલું હોય છે. જેની અંદર સામાન્ય રીતે 925, 900 અથવા તો 800ની મહોર લાગેલી હોય છે. જેનો સીધો મતલબ એવો છે કે તેની અંદર કેટલા પ્રમાણ ની અંદર શુદ્ધ ચાંદી છે. એટલે કે 900 ના સ્ટેમ્પ વાળા ચાંદી ની અંદર 90% ચાંદી નો ભાગ રહેલો છે.

ચુંબક થી ઓળખાણ

જો ચાંદીની અંદર લોહનું ભાગ રહેલો હોય તો તેના કારણે પ્રભાવશાળી ચુંબકની નજીક આવતાની સાથે જ ચાંદી ચુંબક તરફ આકર્ષિત થશે. અને તેના દ્વારા તમે ઓળખી શકો છો કે તે ચાંદી સો ટકા ખરી છે કે નહીં. આ ઉપરાંત ચાંદીની પટ્ટી નું પરીક્ષણ કરતા હોય તો તેના માટે તેના ઉપર ચુંબક નાનો એવો ટુકડો લસરાવી શકાય છે. જો તેની અંદર લોહીનો ભાગ હશે તો તેના કારણે ચુંબક નો ટુકડો ખૂબ સરળતાથી લસરી નહીં જાય.

બરફના ટુકડા થી ઓળખાણ

જો ચાંદીના ટુકડા ઉપર બરફનો ટુકડો રાખી દેવામાં આવે તો બરફનો ટુકડો ખૂબ ઝડપથી ઓગળવા લાગશે. સામાન્ય તાપમાને જ બરફનો ટુકડો ચાંદી ઉપર રાખવા છતાં પણ કોઈ ગરમ વસ્તુ ઉપર રાખવી દીધો હોય તે રીતે ઓગળવા લાગશે આમ તમે ઓળખી શકો છો. કે તમે લીધેલી વસ્તુ સો ટકા ચાંદીની છે કે નહીં.

ધ્વનિ પરીક્ષણ

ચાંદીના સિક્કા નુ પરીક્ષણ કરવા માટે તેને અંદાજે જમીન કરતા છ ઇંચ જેટલી ઊંચાઈ ઉપર રાખી તેને ત્યાંથી નીચે પછાડો. ચાંદી ઓરીજીનલ હશે તો તેના કારણે તેનો અવાજ વધુ સારો આવશે. અને તેની અંદર કોઈપણ જાતની ભેળસેળ હશે તો ચાંદીનો અવાજ ઓછો થઈ જશે.

 

કેમિકલનો ઉપયોગ

આજે બજારની અંદર અને ઓનલાઇન તમને ઘણી બધી એવી કીટ મળી રહેશે કે જેની અંદર અમુક એવા ખાસ પ્રકારના કેમિકલ આવે છે. કે તેને ચાંદીના સિક્કા ઉપર અથવા તો ચાંદીની કોઈ વસ્તુ ઉપર રાખવામાં આવે તો તેના કારણે ચાંદીની શોધતા વિશે જાણી શકાય છે. આ કિટની અંદર આવેલા લિક્વિડ નું એક ટીપું જ્યારે ચાંદી ઉપર રાખવામાં આવે ત્યારે તેનો કલર ધીમે-ધીમે બદલાતો જાય છે. તેની અંદર રહેલા કલરના આધારે તમે ચાંદીની શુદ્ધતા વિશે જાણી શકો છો.

આમ તમે ઘરે જ તમારા દ્વારા ઓનલાઇન લેવામાં આવેલા ચાંદીને પારખી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here