કઈ રીતે બનાવશો ગ્લિસરીન સાબુ, જાણી લો તેની રીત.

0
202

ઘણા લોકો માટે ઘરે સાબુ બનાવવું એ ખૂબ અઘરી વસ્તુ હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જ્યારે લાઇનનો ઉપયોગ કરવાનો હોય પરંતુ જો ગ્લિસરિનને ઓગાડીને લાઈમમાં ભેળવીને તેમાંથી સાબુ બનાવવામાં આવે તો તેના કારણે સાબુ ખૂબ સારી રીતે અને ઝડપથી બની જાય છે. તમે ફ્રી ના સમયમાં ઘરે ઉપયોગ કરવા માટે અથવા તો મિત્રો ને આપવા માટે સજાવટવાળા સાબુ ઘરે જ બનાવી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો એકદમ ઝડપથી ગ્લિસરીન સાબુ.

જરૂરી સામગ્રી

સાબુ બનાવવા માટેની જરૂરી સામગ્રી તમે કોઈ પણ જનરલ સ્ટોર માંથી મેળવી શકો છો. સામાન્ય રીતે કોઈપણ સાબુનો મૂલાધાર હોય છે ગલિસરીન જે તમને કોઈ પણ જનરલ સ્ટોર માંથી સામાન્ય રીતે મળી રહે છે. સામાન્ય રીતે તમે સાબુ બનાવવા માટે કાળા સફેદ અથવા તો બીજા કોઈપણ રંગનું ગ્લિસરીન લઈ શકો છો. ગ્લિસરીન સામાન્ય રીતે બ્લોકના રૂપમાં મળી રહે છે. ગ્લિસરીન ઉપરાંત તમારે નીચે મુજબની જરૂરી સામગ્રીની જરૂર પડશે.

 

એસેન્શિયલ ઓઇલ જેના દ્વારા તમારા સાબુ ની અંદર સુગંધ આવશે અને સાબુની એક આખી બેચ માટે તમારે થોડા ટીપા ની જરૂર પડે છે. જેથી કરીને તમે તેની નાની બોટલ લઈ શકો છો. તેની અંદર તમને લેમન, ગુલાબ, લવંડર, ફૂદીના તથા અન્ય કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો.

સાબુનો આકાર આપવાનું બિબૂ જેના દ્વારા સાબુ અને તમે યોગ્ય આકાર આપી શકો છો.

આ ઉપરાંત આ બધી વસ્તુઓ સિવાય તમારે સ્પિરિટ ની જરૂર પડે છે જે તમને કોઈપણ મેડિકલ સ્ટોર ઉપરથી આસાનીથી મળી રહેશે. તેનો ઉપયોગ કરીને સાબુ ની અંદર રહેલા પરપોટા દૂર કરી શકાય છે.

બનાવવાની રીત

 

ડબલ બોઈલર માં ગ્લિસરીન ને ઓગાળી લો

સૌ પ્રથમ એક વાસણ ની અંદર થોડું પાણી ભરી લો, અને ત્યાર બાદ તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો. ત્યાર પછી તેની અંદર એક નાનું બાઉલ લો અને તેની અંદર ગ્લીસરીન આ બ્લોકને ઓગાડવા માટે રાખી દો. ગેસ ને ધીમી આંચ પર રાખો કે જેથી કરીને ગ્લિસરીન ધીમે ધીમે ઓગળી જાય. જો તમારી પાસે માઈક્રોવેવ ઓવન હોય તો તેની અંદર પણ તમે ગ્લિસરિનને ઓગાડી શકો છો. આમ કરવા માટે તમારે માઇક્રોવેવ ઓવન ની અંદર ગ્લીસરીન અને અંદાજે 30 સેકન્ડ સુધી રાખવાની જરૂર પડશે.

એસેન્શિયલ ઓઇલ મેળવો

ત્યાર પછી ઓગળેલા આ ગ્લિસરીન ની અંદર એસેન્સ ઓઈલના થોડા ટીપા ઉમેરી દો. જેથી કરીને તેની અંદર સુગંધ ભળી જાય, અને ત્યાર પછી ચમચી તેને બરાબર હલાવી લો. કે જેથી કરીને એની અંદર યોગ્ય રીતે સુગંધ ભળી જાય. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેને ગેસ ઉપરથી ઉતારી લો.

સાબુ ને ઢાંચો તૈયાર કરી તેમાં ઢાળો

સૌપ્રથમ રબરના ઢાંચા ની અંદર સાબુને ઢાળવાનું છે.  તેને સમતલ સપાટી ઉપર રાખો ત્યાર પછી રબરના ઢાંચાની અંદર સૌ પહેલા તો સ્પીરીટ દ્વારા સ્પ્રે લગાવી દો. કે જેથી કરીને તમારો ગ્લિસરીન નો સાબુ રબરની દીવાલમાં ચોંટી ન જાય. ત્યાર પછી તેની અંદર ઓગાડેલા ગ્લિસરીન ને રાખી દો. અને તેને ધીમે-ધીમે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. જો તમે સ્પિરિટનો ઉપયોગ નહીં કરો તો તેના કારણે તમારા સાબુની ઉપર પરપોટાની નાની પરત બની જશે. જેથી કરીને સાબુ દેખાવમાં આકર્ષક નહીં લાગે.

 

ફરીથી સ્પીરીટ સ્પ્રે કરો

જ્યારે સાબુ ધીમે-ધીમે ઠંડુ થવા લાગે ત્યાર પછી ફરીથી લિક્વિડ સ્પિરિટને સાબુની ઉપર સ્પ્રે કરવો જેથી કરીને સાબુ ના ઉપરના ભાગમાં પણ પરપોટા ન જામે. ત્યાર પછી જ્યારે સાબુ બરાબર ઠંડો થઈ અને કડક થઈ જાય એટલે તેને ઢાંચામાંથી બહાર કાઢી લો.

જો સાબુ ખૂબ આસાનીથી બહાર ન નીકળે તો તેને પાછળની બાજુ થી ધીમે ધીમે ઠપકારો કે જેથી કરીને સાબુ તેની બહારની સપાટી ઉપરથી છૂટો પડી જાય. અને આરામથી બહાર નીકળી જાય ત્યાર પછી આ સાબુ અને એરટાઈટ કન્ટેનર ની અંદર પેક કરી દો. જેથી કરીને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય.

આમ આ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ હાઇજેનિક સાબુ જે તમારા ઉપયોગમાં પણ લઇ શકો છો. અને તેને મજેદાર આકાર અને ડિઝાઇન આપી તમારા મિત્રોને પણ ગિફ્ટ કરી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here