કઈ રીતે ઘરે જ બનાવશો એકદમ સુગંધી મીણબત્તી, જાણી લો તેની રીત.

0
125

મીણબત્તી બનાવવી એક એવી શિલ્પકલા કે છે જે આજથી જ નહીં પરંતુ વર્ષોથી ચાલી આવે છે. અંદાજે ઈસવીસન 200 ની અંદર મીણબત્તી ના ઉપયોગ ની શરૂઆત થઈ હતી. અને ત્યારથી લઈ અત્યાર સુધી લોકો દિવસેને દિવસે મીણબત્તીનો ઉપયોગ કરતા જાય છે. આજે બજારની અંદર અનેક પ્રકારની મનમોહક અને સુંદર તથા સુગંધી મીણબત્તીઓ મળે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ નેચરલ મીણબત્તી.

કયા મીણનો કરશો ઉપયોગ

મીણ બનાવવા માટે બજારની અંદર અનેક પ્રકારના મીણ ઉપલબ્ધ છે. જેની અંદરથી તમે મનપસંદ એવું વેક્સ પસંદ કરી શકો છો. પરંપરાગત રીતે પેરાફીન મીણમાંથી જ મીણબત્તી બનાવવામાં આવે છે. અને આજે પણ આ વેક્સ સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. કેમ કે, આ મેળ ખૂબ ઝડપથી ઓગળી જાય છે. સાથે સાથે તે બજારની અંદર ખૂબ સસ્તા ભાવે અને આસાનીથી મળી રહે છે. આ ઉપરાંત તમે બજારની અંદર મળતા સોયા વેક્સ, બી વેકસ જેવા વેક્સ નો ઉપયોગ કરી શકો છો.

મીણબત્તી નો ભૂકો કરી ઓગાળી લો

ત્યાર પછી બજારમાંથી લાવેલા તૈયાર વેક્સને સૌપ્રથમ નાના નાના ટુકડા કરી લો. અને તેને ડબલ બોઈલર ની અંદર ઓગળવા માટે રાખી દો. આમ કરવા માટે સૌપ્રથમ નીચે એક મોટા તપેલાની અંદર પાણી ગરમ કરવા માટે મૂકો અને તેના ઉપર બીજું નાનું તપેલું રાખી તેની અંદર વેક્સ ના આ ટુકડાને ઓગાડવા માટે રાખી દો. ધીમી આજ ઉપર રહેલો ગેસ અને ઉકળતું પાણી ધીમે-ધીમે વેક્સ ના આ ટુકડાઓને ઓગાળી દેશે.

ઓગાળેલા મીણ માં સુગંધ અને  કલર ભેળવો

જ્યારે યોગ્ય તાપમાન ઉપર બધું જ વેક્સ બરાબર ઓગળી જાય ત્યારબાદ તેની અંદર તમને ઈચ્છા મુજબ નો કલર ઉમેરી તેને બરાબર હલાવી લો. ત્યાર પછી તમને જે પ્રકારની સુગંધ ગમતી હોય તે પ્રકારનું એસેન્સ ઓઇલ લઈ તેની અંદર છાંટી દો. આમ કરવાથી તમારી મીણબત્તી જ્યારે સડગસે ત્યારે તેની અંદરથી સુગંધ પ્રસરશે આ બધી વસ્તુ અને બરાબર હલાવી અને ભેળવી લો.

મીણબત્તીને ઢાળવી

ત્યાર પછી એક કાચ નો પ્યાલો અથવા તો ગ્લાસ લો, કે જે ઊંચું તાપમાન સહન કરી શકે. આમ કરવા માટે તમે ધાતુ ના વાસણ નો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તેની વચ્ચોવચ એક આઠ-દસ વડો દોરો રાખી દો. અને તેનો ઉપરનો ભાગ થોડો બહાર રહે તે રીતે ઉપરથી એક સડીમા લપેટી લઈ ઉપર આધાર રૂપે રાખી દો. ત્યાર પછી તેની અંદર ઓગાળેલું વેકસ ધીમે-ધીમે ઢાળી દો. અને તેને ઠંડુ થવા માટે રાખી દો.

હવે આ પેરાફીન મીણબત્તીને ઠંડી થવા માટે અંદાજે ૨૪ કલાક જેવો સમય લાગશે. ત્યાર પછી આ મીણબત્તી ઉપયોગ માટે તૈયાર છે. જેની અંદર તમારો મનપસંદ કલર તો હશે સાથે-સાથે તેની અંદરથી તમારી મનપસંદ સુગંધ પણ આવશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here