જાણો કઈ રીતે મનાવશો હોળાસ્ટક, આ આઠ દિવસોમાં ભૂલથી પણ ન કરો શુભ કાર્ય, નહીંતર થઈ શકે છે આ નુકસાન.

0
794

હોળાષ્ટક ને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એક દોષ માનવામાં આવે છે. જે સમય દરમિયાન કોઈપણ જાતના શુભકાર્ય જેવા કે વિવાહ, ગર્ભધાન, ગૃહપ્રવેશ, નિર્માણ વગેરે પ્રકારના કાર્યોથી દૂર રહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા કોઈ પણ શુભ સમયની રાહ જોવી જોઇએ. અને ત્યાર પછી જ કાર્ય શરૂ કરવું જોઈએ. વર્ષ 2019 ની અંદર 13 માર્ચ ને બુધવારથી લઈ 20 માર્ચ ને બુધવાર સુધી હોળાષ્ટકનો સમય છે. 20 માર્ચના રોજ હોલિકા દહન ની સાથે હોળાષ્ટક ની સમાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે આ દિવસો દરમિયાન કોઇપણ પ્રકારનું શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ.

કોઈપણ કાર્ય જો શુભ મુહૂર્ત ની અંદર કરવામાં આવે તો તેના કારણે તેનું ઉત્તમ ફળ મળે છે. અને આથી જ ભારતીય લોકો દરેક કાર્યને યોગ્ય મુરત પર જ કરે છે. જેથી કરીને તે કાર્ય યોગ્ય રીતે સંપન્ન થાય. કોઈ પણ કાર્ય કરવા માટે તેનો શુભ સમય નિર્ધારિત કરવામાં આવે છે. જેની અંદર ગર્ભધાન, વિવાહ, નામકરણ, વિદ્યારંભ, ગૃહ પ્રવેશ, ગૃહશાંતિ, હવન, યજ્ઞ, કર્મ, સ્નાન, માલિશ વગેરે જેવા દરેક કાર્ય માટે યોગ્ય સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે.

જ્યોતિષશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે હોળાષ્ટકના સમયે કોઈપણ પ્રકારનું નવું કાર્ય જેની અંદર ખાસ કરીને વિવાહ નવા ઘરનું નિર્માણ તથા નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. જો આ સમય દરમિયાન આવું કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારની પીડા ઉત્પન્ન થઈ શકે છે. જે તમારા કાર્યની અંદર વિવિધ પ્રકારની બાધાઓ ઉત્પન્ન કરે છે. આ સમય દરમ્યાન કોઈપણ પ્રકારનું શુભકાર્ય કરવાના કારણે તમારા ઘરની અંદર કલેશ ઉત્પન્ન થાય છે. જે આગળ જતાં તમારા ઘરના કોઈ પણ વ્યક્તિના અકાળ મૃત્યુ તથા અચાનક આવતી બીમારી જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આથી જ હૉલાષટક નો સમય દરમિયાન ક્યારેય પણ કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.

તેની પાછળ એક કથા પણ પ્રચલિત છે જેના અનુસાર એક સમયે ભગવાન શંકરની તપસ્યાને ભંગ કરવા માટે કામદેવે ફાગણ મહિનાની આઠમના દિવસે ભગવાન શંકરની તપસ્યા ભંગ કરતાં, ભગવાન શંકર દ્વારા તેને ભસ્મ કરી દેવામાં આવ્યા હતા. કામદેવ પ્રેમના દેવતા છે. અને આથી જ તેના ભસ્મ થવાના કારણે સંસારની અંદર શોક પ્રસરી ગયો હતો. ત્યાર પછી કામદેવની પત્ની દ્વારા ક્ષમા યાચના ના કારણે ભગવાન શંકરે કામદેવને પુનર્જીવન આપ્યું હતું. અને ત્યાર પછી લોકો એ ખુશી મનાવી હતી. અને આથી જ હોળાષ્ટકનો અંત ધુળેટીની ખુશીઓ મનાવીને જ થાય છે.

કઈ રીતે મનાવશો હોળાષ્ટક

હોલિકા દહન માટે સૌપ્રથમ હોલિકાદહન વાળી જગ્યા ને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. ત્યાર પછી ગામના ચોકમાં હોલિકાની પૂજા કરવા માટે એક દલડા ની સ્થાપના કરવામાં આવે છે. અને તેની આસપાસ લાકડા શાણા અને ઘાસનો ઢગલો કરી દેવામાં આવે છે. હોલિકા દહન ના દિવસે ઝાડ પરથી સુકાઈને પડી ગયેલા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેની અંદર ગાયના છાણમાંથી બનેલા છાણાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

હોળાષ્ટક ના દિવસે હોળીકા દહન માટે બેડા ની સ્થાપના કરવામાં આવે છે. જેની અંદર એક હોલિકા અને બીજી પ્રહલાદની પ્રતીતિ આપે છે. પૌરાણિક શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે જે દિવસે હોળાષ્ટક બેસે ત્યારથી લઈ અને હોલીકા દહનના દિવસ સુધી જે જગ્યાએ હોલિકા દહન કરવાનું હોય તે જગ્યાએ કોઈપણ શુભકાર્ય ન કરવું જોઈએ. અને આમ કરવામાં આવે તો તેને અપશુકન માનવામાં આવે છે.

આ વર્ષે હોળાષ્ટક 13 માર્ચથી શરૂ થાય છે અને 20 માર્ચ સુધી રહેશે. તો આઠ દિવસો સુધી કોઈપણ પ્રકારના શુભ કાર્યથી દૂર રહેવું જોઈએ. અને હોળાષ્ટક પછી ધૂળેટી મનાવી અને ત્યાર પછી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here