ચાલો જાણીએ આપણા રાષ્ટ્રપતિ ભવનનો ઈતિહાસ

0
465

ભારતની મહત્વની બિલ્ડીંગોમાંની એક બિલ્ડીંગ એટલે આપનું રાષ્ટ્રપતિ ભવન. આજે આપણે રાષ્ટ્રપતિ ભવનનો ભવ્ય ઈતિહાસ જાણીશુંકો, તેની સુરક્ષા કેવી હોય છે, તેમાં કોણ કોણ રહી શકે છે અને તેની વિશેષતા શું છે.

રિલાયન્સના સર્વેસર્વા એવા અંબાણી બંધુઓ પૈકી મોટા ભાઈ મુકેશભાઈ અંબાણીએ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક ‘એન્ટીલિયા’ બનાવ્યું. બિલ ગેટ્સનું ઘર પણ દુનિયાના મોંઘા ગણાતા ઘરોમાંનું એક છે. દુબઈનો ‘પ્રેસિડેન્સિયલ પેલેસ’ પણ અત્યંત ભવ્ય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાના તમામ રાષ્ટ્રપ્રમુખોનાં ઘર કરતા સૌથી મોટું ઘર આપણા ભારતના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિભવન છે.

નવી દિલ્હીમાં રાજપથની પશ્ચિમ બાજુ સ્થિત આ રાષ્ટ્રપતિભવનનો બીજો છેડો ઇન્ડિયા ગેટ પર છે. આ રાષ્ટ્રપતિભવનની ડીઝાઇન બ્રિટીશ વાસ્તુકાર એડવીન લૈંડસીર લ્યૂટિટને કરી હતી. આ આકર્ષક ભવન બ્રિટીસ વાઇસરોયનું પૂર્વ નિવાસ હતું. આ મહેલસમા ભવનમાં પાંચ-પચ્ચીસ નહીં, પણ પુરા 340 ઓરડાઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિભવન ‘વ્હાઈટ હાઉસ’માં તો ફક્ત 132 ઓરડાઓ જ છે.

પણે સૌ ભારતીયો ગૌરવ લઇ શકીએ એવા આ રાષ્ટ્રપતિ ભવનમાં વાઇસરોય રહેતા હતા. ત્યાં ભારતના રાષ્ટ્રપતિ નથી રહેતા, પરંતુ અતિથિખંડમાં રહે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપલાચારીને અહીંનો મુખ્ય શયનખંડ ભારે આડંબરપૂર્ણ લાગ્યો, જેને કારણે તેમણે અતિથિખંડમાં રહેવાનું ઉચિત સમજ્યું. તેમના પછી દરેક રાષ્ટ્રપતિઓએ આ પરંપરા નિભાવી છે.

ભારતની રાજધાની કલકત્તા હતી પરંતુ તેને દિલ્હી લાવવાનો નિર્ણય 12-12-1911માં કરવામાં આવ્યો. ત્યાર બાદ બ્રિટીશ વાઇસરોયે દિલ્હીમાં આ આવાસ નિર્માણ કરવાનું નક્કી કર્યું. આ ભવનનું ભારતમાં બ્રિટીશ રાજના સ્થાયિત્વની પુષ્ટિ કરવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ભાન અને તેન આસપાસના વિસ્તારને ‘પથ્થરના પ્રાસાદ’ રૂપે તૈયાર કરવામાં આવ્યું હતું. ‘પથ્થરના પ્રાસાદ’ અને અહીંના વિશાલ દરબારને 26 જાન્યુઆરી, 1950ના દિવસે સ્થાયી લોકતંત્રના સંસ્થાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. જયારે ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભરતના રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના સંવિધાનને સંરક્ષિત, સુરક્ષિત અને તેના રક્ષણ માટે અહીં નિવાસ કર્યો. આ જ દિવસે આ ભવનનું નામ ‘રાષ્ટ્રપતિભવન’ રાખવામાં આવ્યું. એ પહેલાં તે ‘વાઇસરોય હાઉસ’ તરીકે ઓળખાતું હતું.

રાષ્ટ્રપતિ ભવનના નિર્માણનો આરંભ 1912માં કરવામાં આવ્યો, ત્યારે 4 વર્ષમાં આ ભવનનું કામ પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ તે પૂરું થતા 17 વર્ષ થયાં. 1929માં આ ભવન તૈયાર થઇ ગયું.

આ શાનદાર ભવન ચાર માળનું છે. તેમાં 340 રૂમો છે. અહી 2 લાખ વર્ગફૂટનું સપાટ ક્ષેત્ર છે. આ ભવન બનાવવા માટે 70 મિલિયન (70 લાખ) ઇંટો તથા 30 લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ થયો હતો. આ ભવનમાં કદાચ જ ક્યાંક લોખંડનો ઉપયોગ થયો હશે ! આં ભવન બે રંગોના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. તેમાં મુગલ અને ક્લાસિકલ યુરોપીય શૈલીની વાસ્તુકલા ઝળકે છે. રાષ્ટ્રપતિ ભવનનું સૌથી મહત્વનું આકર્ષણ તેનો ઘુમ્મટ છે. જે સંચીના મહાન સ્તુપની પેટર્ન પર બનાવ્યો છે. આ ઘુમ્મટ દુરદુરથી દેખાય છે, તે થાંભલાની લાંબી લાઈનો પર ઉભો છે જે રાષ્ટ્રપતિભવનની ભવ્યતાને વધુ વધારી દે છે.

રાષ્ટ્રપતિભવનના દરબાર હોલ, અશોક હોલ, માધવ હોલ, ઉત્તરી અતિથિ ખંડ, નાલંદા સૂટ એટલા બધા સજાવટવાળા છે કે તેને જોનારા બધા તેની સુંદરતા અને ભવ્યતામાં ખોવાઈ જાય છે.

રાષ્ટ્રપતિભવનની અંદર એક શાનદાર મુગલગાર્ડન છે, તે લગભગ 13 એકરમાં પથરાયેલો છે. તે બ્રિટીશ ગાર્ડનની ડીઝાઇનની સાથોસાથ મુગલ શૈલીનું મિશ્રણ છે. મુખ્ય બગીચો મુગલગાર્ડનનો સૌથી મોટો હિસ્સો છે. જેને ‘પીસ ધ રજિસ્ટેન્સ’ કહેવાય છે. તે 200 મીટર લાંબો અને 175 મીટર પહોળો છે. તેના પશ્ચિમમાં ટેનીસ કોર્ટ અને લોંગ ગાર્ડન છે. અહી બે નહેરો ઉત્તરથી દક્ષીણ તેમ જ બે નહેરો પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે ઉદ્યાનને 4 ભાગમાં વહેંચે છે. અહી કમળના આકારના કુલ છ ફુવારા આનટેરોના મિલન બિંદુ પર બનેલા છે. આ ફુવારાની પાણીની ધારા 12 ફૂટની ઉંચાઈ સુધી જાય છે. અહીં નહેરો પણ પોતાની ધીમી ગતિથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. નહેરોના કેન્દ્રમાં લાકડાની ટ્રે પર ચકલીઓ માટે પણ ચણ નાખવામાં આવે છે. આ ઉદ્યાનમાં અનેક પ્રકારના સ્વદેશી અને વિશિષ્ટ પ્રકારનાં ફૂલો ખાસ કરીને વસંતઋતુમાં મન મોહી લે છે.

રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી.

આ ઉપરાંત રાષ્ટ્રપતિભવનમાં ટેનીસ કોર્ટ, પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફકોર્સ અને ક્રિકેટનું મેદાન પણ છે. મુગલગાર્ડન દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જાહેર જનતા માટે ખોલવામાં આવે છે. અહીં સોમવાર સિવાય દરરોજ સવારે 9-30થી બપોરે 2-30 વાગ્યા સુધી દર્શકો આવવી શકે છે. આ ઉદ્યાનમાં આવવા-જવાનો રસ્તો રાષ્ટ્રપતિ આવાસના ગેટ નં. 35 થી છે. જે ચર્ચ રોડના પશ્ચિમ છેડા પર નોર્થ એવેન્યુ પાસે છે.

રાષ્ટ્રપતિભવનની રોનક : 100 ઘોડાની સવારી
રાષ્ટ્રપતિના કાફલામાં મોંઘી મર્સિડીઝ કર છે, તો રાજવી ઠાઠવાળી સવારી માટે ઘોડા અને બગીઓ પણ છે. અંગરક્ષક ટુકડીમાં 100 ઘોડા છે. અંગરક્ષકોના પોષાકને અનુરૂપ ઘોડાનો રંગ નક્કી થાય છે.તેની ઉંચાઈ ઓછામાં ઓછી 15 હાથ હોવી જોઈએ. ઘોડા માટે નકલ, જીન, રકાબ અને ગળાના સિંગાર માટે નિશ્ચિત કોડ હોય છે.

640 કીલોગ્રામ ચાંદીનું સિંહાસન
રાષ્ટ્રપતિભવનની આર્ટ ગેલેરીમાં 640 કિલોગ્રામ ચાંદીનું આકર્ષક સિંહાસન છે. દિલ્હી દરબારમાં ચાંદીના આ સિંહાસન પર કિંગ જ્યોર્જ વી. બેસતા હતા.

આ હતી રાષ્ટ્રપતિ ભવનની માહિતી. જો તમારી પાસે આવી બીજી કોઈ માહિતી હોય તો અમને મેસેજ કરીને અથવા અમારા મેઈલ પર જણાવો : bornpedia@gmail.com

 

સ્વાસ્થ્ય સંબંધિત વધુ લેખ માટે નીચે ક્લિક કરો :

http://www.gujjumoj.com/category/health-in-gujarati/.

સફોલા મસાલા ઓટ્સ લેવા માટે અહીં ક્લિક કરો.

મસાલા ખાખરા લેવા માટે અહીં ક્લિક કરો.

પતંજલિ આમળાનું અથાણું લેવા માટે અહીં ક્લિક કરો.

એમેઝોનમાં આજની વિશેષ ઓફરો જાણવા અહીં ક્લિક કરો.

Redmi Note 5 PRO મોબાઇલ લેવા માટે અહીં ક્લિક કરો.

 

આર્ટીકલ વાંચવા બદલ આભાર..બીજા અવનવા લેખ વાંચવા માટે અત્યારે જ લાઈક કરો અમારું પેઈજ JBTL Media.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here