હિન્દુ પરંપરાઓ પાછળ છુપાયેલા છે આ વૈજ્ઞાનિક તર્ક, જાણીને તમે પણ થઈ જશો વિચારતા.

0
124

ભારત દેશની અંદર જેટલા રાજ્ય જેટલા શહેર અને જેટલા ગામ છે તેટલી અલગ-અલગ પરંપરાઓ નિભાવવામાં આવે છે. ભારત દેશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા તમને અલગ-અલગ પ્રકારની વિવિધ પરંપરાઓ જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં લોકો આવી પરંપરાઓની મજાક ઉડાવે છે અને આ પરંપરાઓ અને જૂની માની તેને નિભાવવામાં માનતા નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની અંદર નિભાવવામાં આવી રહેલી અમુક એવી પરંપરાઓ પાછળના વૈજ્ઞાનિક કારણ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.

હિન્દુ પરંપરાઓ પાછળ નું વિજ્ઞાન

હાથ જોડીને નમસ્કાર કરવા

હાથ જોડીને જ્યારે કોઈ પણ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે ત્યારે આપણી હથેળી સામે સામે આવે છે, અને આપણી આંગળીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. જેથી કરીને તેની અંદર થોડો ઘણો દબાવ પડે છે જે એક્યુપ્રેશર નું કામ કરે છે. જેથી કરીને તમારા આંખ માથું અને હદય લાંબો સમય સુધી સ્વસ્થ રહે છે.

પીપળાની પૂજા

દરેક લોકો એવું વિચારે છે કે પીપળાની પૂજા કરવાના કારણે ભૂત-પ્રેત દૂર થઈ જાય છે. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે કે જે દિવસ અને રાત દરમિયાન પણ ઓક્સિજન પ્રવાહિત કરે છે, અને આથી જ અન્ય વૃક્ષો કરતા પીપળાના વૃક્ષને વધુ માન-સન્માન આપવામાં આવે છે અને આથી જ તેની પૂજા કરવામાં આવે છે.

માથા ઉપર તિલક કરવું

મહિલાઓ અને પુરુષો પહેલાના સમયમાં પોતાના માથા ઉપર તિલક કરતા હતા પરંતુ હાલમાં એ પરંપરા અને ભુલાવી દેવામાં આવી છે. પરંતુ આની પાછળના વૈજ્ઞાનિક કારણ ની વાત કરવામાં આવે તો આપણા આંખોની વચ્ચે એક નશો હોય છે અને તિલક લગાવવાના કારણે તેનો ઊર્જાવાન બની રહે છે. જેથી કરીને આપણા મસ્તિષ્ક ની અંદર યોગ્ય પ્રમાણમાં રક્ત પરિવહન અને ઓક્સિજનનું પરિવહન થાય છે. જે આપણા મગજને સક્રિય રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

કાન વિંધવાની પરંપરા

ભારતના લગભગ દરેક ધર્મની અંદર કાઢવાની પરંપરા ફેલાયેલી છે આમ કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ ની વાત કરવામાં આવે તો કાનની અંદર હોલ કરાવવાના કારણે કાનમાંથી થઈ મગજ સુધી જતી નસમાં લોહી નું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે.

 

જમીન ઉપર બેસી ભોજન કરવું

પહેલાના સમયમાં ભારત દેશમાં મોટા ભાગના લોકો જમીન ઉપર બેસીને ભોજન કરતા હતા. આમ કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ ની વાત કરવામાં આવે તો જમીન ઉપર બેસીને ભોજન કરવાથી તમારું મગજ વધુ શાંત રહે છે અને સાથે સાથે તમારી પાચન શક્તિમાં પણ વધારો થાય છે.

સૂર્ય નમસ્કાર

હિન્દુ ધર્મની અંદર સવારે ઉઠ્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવવાની અને સૂર્ય નમસ્કાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક તર્ક ની વાત કરવામાં આવે તો સૂર્યની કિરણો જ્યારે આંખોમાં પહોંચે છે, ત્યારે આપણા આંખો ની રોશની માં વધારો થાય છે અને સાથે સાથે સૂર્ય નમસ્કાર કરવાના કારણે આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં કસરત થઈ જાય છે.

માથામાં ચોટી રાખવી

હિન્દુ ધર્મની અંદર બ્રાહ્મણો અને ઋષિમુનિઓ માથામાં ચોટલી રાખતા હતા. આમ કરવા પાછળ વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે ચોટલી રાખવાની જગ્યાએ દિમાગની બધી જ નસો આવીને ભેગી મળે છે, અને આથી જ ત્યાં ચોટલી રાખવાથી તમારો મસ્તિષ્ક શાંત રહે છે અને તમને ક્રોધ નથી આવતો.

ચરણ સ્પર્શ કરવા

હિન્દુ ધર્મની અંદર વડીલોની તથા પતિ ને ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલી આવે છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે માથામાંથી નીકળેલી ઉર્જા હાથમાં થઇ સામેવાળા વ્યક્તિના પગમાં પહોંચી એક આખું ચક્ર પૂરું કરે છે. જેથી કરીને સમગ્ર સંસારની અંદર ઉર્જાનું યોગ્ય માત્રામાં સંચારણ થાય છે.

 

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here