હાર્દિક પટેલને સુરેન્દ્રનગરમાં સભા કરવી ભારે પડી , જાહેર સભામાં યુવકે લાફો માર્યો જોરદાર જોવો આ ફોટો..

0
459

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી કરવાનું ભારે પડી રહ્યું છે. હાલ મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં આજે એક સભામાં યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. આજે સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક જાહેરસભા હતી. ત્યારે આ ઘટના બની હતી.

તે મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે પોતાના સમાજના યુવાનોનો પોતાના સમાજના નામનો જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ફળ ભોગવવાનો વારો હાર્દિકને આવી રહ્યો છે. કારણ કે કોંગ્રેસે જેને સ્ટાર પ્રચારક બનાવ્યો છે હવે તે ઠેર-ઠેર કોંગ્રેસનો પ્રચાર કરવા જઈ રહ્યો છે.

હાલ હાર્દિકને ઘણા ટોણા સાંભળવા પડે છે. તો ક્યારેક તેને લાફો ખાવાનો પર વારો આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સમાજ સાથે ગદ્દારી કરી અને તેમ છતા તે જ્યારે  સુરેન્દ્રનગરના વઢવાણમાં સભા કરવા પહોંચ્યો. ત્યારે તે સભામાં 14 યુવાનોને યાદ કરી રહ્યો હતો. 2015માં જ્યારે સમગ્ર પાટીદાર આંદોલન થયુ હતુ અને જે 14 યુવાનોને આ જ ગદ્દારના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

યુવકને બાદમાં પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પણ સાફ દેખાઈ રહ્યું છે કે, હાર્દિક કોંગ્રેસમાં જોડાયો એ બાદ હાર્દિકનો ઠેર ઠેર સમાજ દ્રારા વિરોધ થઈ રહ્યો છે. જે પછી આજે હાર્દિકને તમાચા મારવા સુધી વાત પહોંચી ચૂકી છે.

આ સમગ્ર ઘટના ક્રમ બન્યાં પછી જેણે હાર્દિકને લાફો માર્યો હતો એને બધા લોકોએ ઢોર માર માર્યો અને અર્ઘનગ્ન કરી નાખ્યો ત્યારબાદ પોલીસને સોપવામાં આવ્યો છે. હવે તંત્ર આગળની કાર્યવાહી કરશે. હાર્દિક આ ઘટના બાદ વઢવાણ પોલીસ સ્ટેશને જવા રવાનો થયો છે. સભામાં હાજર લોકોનો ગુસ્સો પણ આ ઘટના બાદ ચરમસીમાએ પહોંચતાં સભામાં રીતસરનો હોબાળો મચી ગયો હતો.

હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય, મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here