હેર ફોલ અને ટાલ ને તરત જ રોકે છે ચંદનનું તેલ, આ વાતોનું રાખો ધ્યાન.

0
334

 

આજના સમયમાં ખરતા વાળ અને ટાલ પડવી એ ખૂબ સામાન્ય બાબત થઈ ગઈ છે. દરેક લોકોને આ સમસ્યા જોવા મળે છે. વાળ ખરવા પાછળ અને પ્રકારના કારણ હોય છે. જેની અંદર વાળના મૂળ ખરાબ થઈ ગયા હોય, હોર્મોન્સની ઉણપ હોય, શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હોય, તણાવ અને સ્કીન ઇન્ફેક્સન જેવી સમસ્યાઓના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા ઘરેલુ ઉપાય વિશે કે જેના દ્વારા તમે પણ આ ખરતા વાળ અને ટાલની સમસ્યા માંથી મેળવી શકો છો છુટકારો.

ચંદનનું તેલ

ચંદન પોતે જ એક ઔષધિ છે, અને જ્યારે ચંદનના સુગંધી તેલને વાળમાં લગાવવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલ સુગંધ તમારા વાળમાં એક ખાસ પ્રકારના રિસેપ્ટર ને સક્રિય કરે છે. જે નવા વાળ ઉગાવવામાં સક્ષમ હોય છે. સાથે સાથે નવું પ્રોટીન ઉત્પન્ન કરે છે. જેથી કરીને તમારા નવા વાળ ઊગવા માં વધારો થાય છે અને તમે પણ ખરતાં વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ખરતા વાળ અને ટાલની સમસ્યા ને દૂર કરવા માટે ચંદનના તેલને તમારા વાળમાં યોગ્ય રીતે માલિશ કરો. ત્યારબાદ તેને તમારા વાળમાં 25 થી 30 મિનિટ સુધી રાખી દો, અને ત્યારબાદ કોઈપણ શેમ્પૂ અથવા તો સાબુ દ્વારા તમારા વાળને ધોઈ લો. નિયમિત રૂપે આ રીતે તમારા વાળની અંદર ચંદનના તેલની માલિશ કરવામાં આવે તો માત્ર થોડા સમયની અંદર તમારા ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે, અને તમે પણ તમારા વાળ માં થતો ફેરફાર જોઈ શકશો.

 આ નુસખા પણ છે કારગર

જો મેથીને આખી રાત પલાળી રાખી ત્યારબાદ બીજે દિવસે સવારે દહીની અંદર આ મેથીને ભેળવી તમારા વાળમાં લગાવી લો. આમ કરવાથી વાળમાં રહેલ ખોડો દૂર થઈ જાય છે અને ટાલની ત્વચા મા રહેલા બધા જ વિકારો દૂર થઈ જાય છે, અને તમને પણ ટાલની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ટાલની સમસ્યાને દૂર કરવા માટે અડદની દાળ પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે. આ માટે અડદની દાળને બરાબર ઉકાળી અને પીસી લો, અને રાત્રે સૂતી વખતે તેને વાળમાં લેપ કરી લો. માત્ર થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી તમારા માથામાં નવા વાળ ઊગવાનું શરૂ થઈ જાય છે, અને તમે પણ ટાલની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

થોડી મુલેઠી ને દૂધની સાથે પીસી લઇ તેની અંદર એક ચપટી જેટલું કેસર ભેળવી લો, અને આ પેસ્ટને રાત્રે સૂતી વખતે તમારા વાળમાં લગાવી દો. આમ કરવાથી પણ ટાલની સમસ્યા દૂર થઈ જાય છે.

ડુંગળી ની અંદર ભરપૂર માત્રામાં સલ્ફર હોય છે અને આથી જ ડુંગળીના રસ કાઢી તેમાં નારીયલ તેલ ભેળવી વાળમાં લગાવી લો. આમ કરવાથી ટાલની સમસ્યામાં રાહત મળે છે.

દાડમ ના પાન પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. આ માટે દાડમ ના કુણા પાનને પીસી લઈ વાળમાં લગાવી લો આમ કરવાથી ટાલની સમસ્યા માંથી કાયમી માટે છુટકારો મળે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here