અમૂક એવા ગુજરાતી રમુજી ફોટો કે, જે ગમ્મત સાથે જ્ઞાન પણ કરાવે છે.

0
881

તો..ઘણા સમય બાદ ફરીથી આ બંદા હાજર છે. જીવન ના રંગબેરંગી નજારા ઓ ની સાથે કહેવાયું છે અને કહેવાતું રહેશે એમ” એક ચિત્ર હજાર વાર્તા ઓ ની ગરજ સારે છે”. અને એવી જ ચિત્રકથા ઓ ને માણીએ. મમળાવીએ, સમજીએ, કૈંક ગ્રહણ કરીએ.

રાત નાની અને વેશ ઝાઝા એમ બોર્ડ નાનું ‘ને જરૂરિયાત વધારે પાકા અમદાવાદી ની આ અમર નિશાની તમને ઘણી જગ્યા એ જોવા મળશે એ મારી ગેરંટી. અને જેને જે એડ ની ગરજ હોય. પોતાના ખપ નું હોય તે ગ્રહણ કરી લે બધા માટે કૈંક ને કૈંક તો છે જ હાહાહા……અને હા….તેલ ના ડબ્બા હપ્તે થી મળશે. એ સાલું સમજાયું નહિ તેલ ખરેખર આટલું મોંઘુ છે?? જે હોય તે ગુજરાતી રસ્તો હાજર છે.

લાલો લોખંડ જયંતિ જોખમ મળતું આવે છે નહિ. લાવ્યા બાપુ કૈંક નવું લાવ્યા બાપુ…!!!!!

તમે ગુજરાતી હો ચરોતર કે મેહાંણા ( અર્થાત મહેસાણા) માં જનમ લીધો હોય તો લાંબુ વિચારવું જ નોય ભઈ જીવન નો એક જ ધ્યેય હેડ લ્યા અમેરિકા. ગમે તેમમારી મચડી એની બુન નું ઘરબાર વેચી ને પણ અમેરિકા પહોંચી જાઉં એ જ નિશાન ! ને જુઓ ઉપર ની એડ રાણીપ થી સીધા અમેરિકા બોલો : જય માડી..

વાસણ ની દુકાન આગળ નું એક બોર્ડ ધ્યાન થી વાંચો સમજો. જો અંગ્રેજી સમજતા હો તો સમજી શકશો તો સમજો કે એક ટપકું જો ચુકી જવાય તો બ્લેન્ડર બ્લેડર ( મૂત્રાશય) થઇ જાય અર્થ નો અનર્થ થઇ જાય જિંદગી પણ આવી જ છે એક નાની વાત મોટા પ્રશ્નો સર્જી શકે છે જીવન બદલી શકે છે જીવન ડુબાડી પણ શકે છે અને ઉગારી પણ શકે છે.

ફરીથી એ જ વાત Imported….Important…..Impotent વચ્ચે નો ભેદ ખબર છે??? અહિયાં ઈમ્પોટેટ માં ઉપર ટપકું ક્યાંક આડું અવળું લાગી જાય તો આખો મતલબ જ બદલાઈ જાય ! વિચારો….વિચારો…….

તો ચાલો ઘણું બધું શીખ્યા આજના ફોટો નામા નો એ જ સંદેશ કે જીવન હરપળ કૈંક નવું શીખવા ની વાત છે ક્યાય અટકવા ની વાત નથી. અહી તો બસ ચાલતા જ રહેવાનું છે. સમય ની સાથે સમય ની જેમ.

પોસ્ટ માં મજા આવી હોય તો, લાઈક અને share કરો..

Source : Raj Mistry

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here