કોલેસ્ટ્રોલ, મોટાપો અને મેટાબોલિઝમ ની સમસ્યાને દૂર કરે છે ગુગળ જાણો કઈ રીતે.

0
168

આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ગુગળ ને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ગૂગળનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરીને વાત, પિત્ત, કફ કૃમી વગેરેનો ઈલાજ કરી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરી તમે કોલેસ્ટ્રોલ, મોટાપો અને મેતાબોલીસમ ની સિસ્ટમ પણ સુધારી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગૂગળના અમુક ખાસ ઉપયોગો.

કોલેસ્ટેરોલને દૂર કરી રદય રોગથી બચાવે
ગૂગળના ઉપયોગથી શરીરની અંદર જમા થયેલા કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થઈ શકે છે. વૈજ્ઞાનિક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે ગૂગળ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને તે તમારા હૃદય સંબંધી દરેક સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે તમારા બ્લડપ્રેશરની સમસ્યાને નિવારવા માં પણ તે ઉપયોગી સાબિત થાય છે.

મોટાપો ઘટાડવા માં
ગુગળ નો ઉપયોગ શરીર ના પેટ ઘટાડવા માટે કરી શકાય છે. તેનું સેવન કરવાના કારણે તમારા પેટ સંબંધી દરેક સમસ્યાને દૂર કરી શકાય છે. તેનું સેવન કરવાથી તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે. જેથી કરીને તમારું પેટ યોગ્ય રીતે પાચન ક્રિયા કરે છે અને આથી જ તમારો મોટાપો ઘટી જાય છે.

કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક
જો તમને પણ કબજિયાતની સમસ્યા હોય તો તમારા માટે સર્વશ્રેષ્ઠ ચુર્ણ માની શકાય છે. કેમકે એને ત્રિફળા ચૂર્ણની સાથે ભેળવી રાત્રે સૂતી વખતે નવશેકું ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યા કાયમી માટે દૂર થાય છે. સાથે સાથે પેટને લગતી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

કઈ રીતે કરશો ગૂગળ નું સેવન
ગૂગળ એક પ્રકારનું જ હોય છે  અને આથી જ તમે તેનો ઉપયોગ કરવા માટે તેનું બારીક પાવડર બનાવી લો. અને ત્યાર બાદ નિયમિત રૂપે એક થી બે ગ્રામ જેટલા ગૂગળ નાં પાવડર ને ગરમ પાણી અથવા દૂધ સાથે સેવન કરો. આઉપરાંત તમે તેને ત્રિફળા ચૂર્ણ સાથે મેળવીને પણ સેવન કરી શકો છો. જો નિયમિત રૂપે તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે માણસ ની અંદર રહેલી અનેક પ્રકાર ની સમસ્યા ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here