તમારા પરિવારના સ્વાસ્થ્ય ને બચાવો નકલી ઘીથી, હવે ઘરે જ બનાવો એકદમ શુદ્ધ ઘી, જાણી લો તેની રીત.

0
131

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘી નું સેવન કરવાના કારણે લોકોને શક્તિ મળે છે અને સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે ઘી આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. પરંતુ આજના સમયમાંકોઈપણ જગ્યાએ સાચું કઈ મળતું નથી આજે આ કોમ્પીટીશન ની દુનિયામાં ઠેર ઠેર ભેળસેળવાળું ઘી મળતું હોય છે. અને આ પ્રકારનું ઘી ખાવાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના ઘરે જ ઘી બનાવતી હોય છે.સામાન્ય રીતે મહિલાઓ માખણમાંથી ગરમ કરીને ઘી બનાવતી હોય છે. ઘણી મહિલાઓ મલાઈ હોય તો તેને પણ પહેલા મેળવી દે છે અને ત્યારબાદતેમાંથી માખણ બનાવી દે ને ગરમ કરીને તેમાંથી ઘી બનાવતી હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે સીધી મલાઈમાંથી જ બનાવી શકો છો એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘીતો ચાલો જાણીએ તેની રીત.મલાઈ માંથી સીધો જ ઘી બનાવવા માટે તમારે અંદાજે ૧ કિલો જેટલી મલાઈ અને ૧ લીંબુ નો રસ જોઈશે. આમ કરવા માટે સૌ પ્રથમ એક કિલો જેટલી મલાઈ ને સામાન્ય તાપમાને રાખી મૂકો અને ત્યારબાદ એક કડાઈ અંદર તેને ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દો. જ્યારે મલાઈ ગરમ થતી હોય ત્યારે તેની વચ્ચે વચ્ચે એક મિનિટે ધીમે ધીમે તેને હલાવતા રહો જેથી કરીને મલાઈ નીચે દાઝી ન જાય.જ્યારે મલાઈ બરાબર ઓગળી જાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ ભેળવી દો.સામાન્ય રીતે ઘણી મહિલાઓ મલાઈ ની અંદર બીજી કોઈ વસ્તુ મેળવતી નથી પરંતુ જો મલાઈ ની અંદર લીંબુ મેળવી દેવામાં આવે તો તેના કારણે એની અંદરથી આવતી અજીબ પ્રકારની વાસ દૂર થઈ જાય છે.જો તમેમલાઈમાં લીંબુનો ઉમેરો તો પણ કાંઈ ફેર ન પડેહવે ધીમે ધીમે મલાઈ ગરમ થવાની સાથે-સાથે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે.

જ્યારે ઘી બરાબર બની જશે ત્યારબાદ તેની નીચે વધારાનું કીધું જમા થશે તેને તમે કોઈપણ ગરણી મદદથી ગાળી લો.ત્યારબાદ ગરમ થયેલા તૈયાર શુદ્ધ ઘી નેસામાન્ય તાપમાને ઠંડુ થવા દો. સામાન્ય રીતે જ્યારે પ્રવાહી એકદમ પારદર્શક બની જાય ત્યારે સમજવું કે ઘી બની ગયું છે.જ્યારે ઘી બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એરટાઇટ બોટલની અંદર ભરી દો

બસ આ રીતે તૈયાર છે એકદમ શુદ્ધ ઘી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here