આ ઘરેલુ નુસખા દ્વારા તુરંત ઘર માથી ભગાવો માખી, મચ્છર કે ગરોળી ને.

0
2496

મિત્ર દરેક ઘરની અંદર લોકોને સતાવતો એક કોમન પ્રશ્ન જીવ-જંતુઓનો હોય છે. કોઈ લોકોને પોતાના ઘરમાં આવતા જીવ-જંતુઓ પસંદ નથી. ઘરમાં મળી આવતા મકોડા, કીડી, ઉદર, માખી કે પછી ગરોળીથી દરેક લોકો દૂર રહેવા માગે છે. આ પ્રકારના જીવજંતુઓ ખાવાની વસ્તુઓને બગાડી નાખતા હોય છે. આજે અમે તમને એવા ઘરેલૂ નુસખા વિશે જણાવીશું જેના દ્વારા જીવ જંતુ અને આસાનીથી ઘરની બહાર વગાડી શકાય છે.ઘણા લોકો ઘરમાં આવતા આ પ્રકારના જીવજંતુ અને દૂર રાખવા માટે માર્કેટમાં મળતી કેમિકલયુક્ત દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ દવા ભૂલથી પણ નાના બાળકો ખાઈ લેશો તો તેની હેલ્થ માટે ખૂબ ખરાબ અસર થઈ શકે છે. તેથી આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ ઘરમાં ન કરવો જોઈએ. મિત્રો આપણે જે નુસખા વિશે જાણીશુ તે દરેક વસ્તુ ઘરમાંથી આસાનીથી મળી રહેશે.

ઘરમાં સૌથી મોટો ત્રાસ કીડીઓ નો હોય છે. કારણ કે કીડીઓ દરેક નાની-મોટી વસ્તુઓ ઉપર આસાનીથી પહોંચી જાય છે. અને ખાવાની દરેક વસ્તુઓના સામાન ને બગાડી નાખતી હોય છે. કીડીઓને ભગાડવા માટે કાકડીના નાના કટકા કરી કીડીઓના રસ્તામાં રાખી દેવાથી કીડીઓ થોડા સમયમાં ભાગી જશે.

મિત્રો કીડીઓની જેમ ઉંદરનો પણ ઘરમાં સૌથી મોટો ત્રાસ હોય છે. કારણ કે ઉંદર દરેક વસ્તુને કોતરી ખાતો હોય છે. ઉંદર ભગાડવા માટે જે જગ્યાએ ઉંદર આવતા હોય એ જગ્યાએ થોડા મરીના દાણા નાખી દેવા જોઈએ. આમ કરવાથી ઉંદર ફરી વખત ક્યારેય પણ એ જગ્યાએ આવશે નહીં.

ઘણી વખત ઘરની અંદર બાળકો ચીગમ ખાય છે. પરંતુ એક સમયે આ ચિગમ કપડા માં ચોટી જવાથી તેને દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. ચીગમ ને દૂર કરવા માટે તમારે કપડાને એક કલાક ફ્રિઝરમાં રાખી દેવું જોઈએ. આમ કરવાથી ચીગમ સરળતાથી નીકળી જશે.

આ ઉપરાંત ચીગમ ખાય ને ડુંગળી સુધારવાથી આંખમાં આવતું પાણી બંધ થઇ જશે. ઘણી વખત કોઈ વ્યક્તિના દાંત પીળા થઇ જતા હોય તો તેઓએ ઈનો અને લીંબુ મિક્સ કરીને દાંત પર ઘસવા જોઈએ. આમ કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે અને ચમકવા લાગશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here