ઘરની દરિદ્રતા દૂર કરવા માટે જમતા પહેલા કરવા જોઈએ આ ત્રણ કાર્ય, સંપત્તિનો થશે વરસાદ.

0
286

દરેક વ્યક્તિ જાણે છે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ભોજન ખૂબ જ જરૂરી છે. મહાભારત ની અંદર પણ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભોજન નું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના કહેવા અનુસાર અતિ ભોજન કરવું તથા ઓછું ઓછું ભોજન કરવું પણ હિતાવહ નથી. જેથી દરેક વ્યક્તિએ પોતાનું ભોજન આવશ્યક માત્રામાં જ કરવું જોઈએ. ભારતની અંદર લગભગ 20 ટકા એવા લોકો પણ છે કે જેનું મૃત્યુ કુપોષણના કારણે થાય છે. બીજી બાજુ આપણે લગ્ન કે કોઈ ભોજનની અંદર હજારોની સંખ્યામાં અન્નનો બગાડ કરીએ છીએ. દરેક લોકોએ જરૂરિયાત મંદ લોકોને ભોજન પહોંચાડવું જોઈએ.

ઘણા લોકો પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે તેમ છતાં તેના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા દૂર થતી નથી. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમારા ઘરમાં ક્યારે પણ સંપત્તિ ખૂટશે નહીં.આ માટે તમારે ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ. ઘણા લોકો તેના ઉપર જ્યારે મુસીબત કે સંકટ આવે છે ત્યારે જ ભગવાનને યાદ કરે છે. પરંતુ દરેક લોકોએ સુખમાં પણ ભગવાનને યાદ કરવા જોઈએ. જ્યારે તમે ભોજન કરવા માટે બેસો છો ત્યારે ભોજન કરતા પહેલા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે “ હે ઈશ્વર મારા ઘરમાં ક્યારે પણ અને ધનની કમી ન રહે”

આ ઉપરાંત દરેક ઘરની અંદર અઠવાડિયામાં એકાદ બે વખત સારા પકવાન બનાવવામાં આવે છે. જ્યારે પણ તમે તમારા ઘરમાં કોઈ સારી વસ્તુ બનાવો ત્યારે સૌપ્રથમ તેનો ભોગ ભગવાનને ધરવો જોઇએ. મોટાભાગે મંદિરની અંદર ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. પરંતુ આ કાર્ય તમે તમારા ઘરે પણ કરી શકો છો. આમ કરવાથી તમારા ઘરની અંદર ભગવાનના આશીર્વાદથી સારા ભગવાન બનવાનું ચાલુ રહેશે. આ ઉપરાંત તમારા ઘરમાં ક્યારેય પણ ધનનો ભંડાર ખૂટશે નહીં. ભગવાનને ભોગ ચડાવ્યા બાદ જ તમારે જમવું જોઈએ. ત્યારબાદ ભોજન પૂર્ણ કર્યા પછી હાથમાં થોડું પાણી લઈ ને તમારા જમવાની ડીશ ના ફરતે પાણી ચડાવીને ભોજન પૂર્ણ કરવું જોઈએ.

આ ઉપરાંત જે વ્યક્તિ ક્યારે પણ ભોજનનો વ્યય કરતો નથી તેના ઘરમાં ક્યારે પણ ધન-ધાન્યની કમી રહેતી નથી.આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અંદર એવા હજારો લોકો છે કે જે ને દિવસ દરમ્યાન એક બટકું પણ ભોજન મળતું નથી. જ્યારે આપણને ત્રણ ટાઈમ જમવાનું મળે છે તેમ છતાં આપણે ભોજનનો વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને આગ્રહ કરે ત્યારે અન્ન નો અનાદર ન કરવો જોઈએ. તો જ તમારા ઘરની અંદર બરકત આવશે. 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here