ગરમીમાં પેટ અને પાચનતંત્રની સમસ્યા થી મેળવો છુટકારો, અપનાવો આ આસાન ઉપાય.

0
381

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં આપણું પાચનતંત્ર થોડું નબળું પડી જતું હોય છે. અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. વધુ તાપમાન હોવાના કારણે આપણું પાચનતંત્ર ધીમે ધીમે કામ કરતું હોય છે. જેથી કરીને આપણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને આથી જ શિયાળાની સરખામણીમાં ઉનાળામાં લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઉનાળામાં મોટાભાગના લોકોને કબજિયાત, ગેસ, બદ હજમી, પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવી સમસ્યા થતી હોય છે.થોડું થોડું કરીને જમવું
ઉનાળાની ઋતુમાં પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરતું નથી જેથી કરીને મોટા ભાગનો ખોરાક પચ્યા વગર જ શરીરમાંથી બહાર નીકળી જતો હોય છે. અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યા થતી હોય છે. આથી ઉનાળાની ઋતુમાં પેટને લગતી સમસ્યાથી બચવા માટે એકસાથે વધુ માત્રામાં જમવાની બદલે થોડા થોડા સમયે થોડી વસ્તુઓ ખાવી જોઈએ. જેથી કરીને થોડો ખોરાક આપણા પાચન તંત્રની અંદર યોગ્ય રીતે પચી જાય. અને ત્યારબાદ અન્ય બીજો ખોરાક બચવા માટે આવે.પાંદડાવાળી શાકભાજી નું સેવન
આ રીતે જમવા થી ભૂખ પણ નહીં લાગે અને સાથે સાથે તમારું પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરશે. ઉનાળાની ઋતુમાં બને ત્યાં સુધી પાંદડાવાળી શાકભાજી અને ફળોનું સેવન વધારે કરવું જોઈએ. જે તમારા પાચનતંત્ર ની અંદર આસાનીથી પહોંચી જાય.તેલવાળી અને મસાલા વાળી વસ્તુ થી રહેવું દૂર
ઉનાળાની ઋતુમાં પેટમાં બળતરા થવી એ ખૂબ સામાન્ય વાત છે. આથી ઉનાળાની ઋતુમાં ભોજનમાં વધારે મસાલા વાળી વસ્તુઓ ન લેવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તળિયા વગરની વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી કરીને તમારા પેટમાં થતી બળતરા દૂર કરી શકાય. પેટમાં થતી બળતરાને દૂર કરવા માટે તમે ગાજર તથા અન્ય શાકભાજીવાળા પાંદડાનો ઉપયોગ કરી શકો છો.

વધુ માત્રામાં તરલ પદાર્થોનું સેવન
પાચનતંત્રને યોગ્ય રીતે કાર્ય કરી શકે તેવું બનાવી રાખવા માટે તમારા ભોજનની અંદર શક્ય હોય ત્યાં સુધી વધુ માત્રામાં તરલ પદાર્થો નો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે, પેટની અંદર જેટલા વધુ માત્રામાં તરલ પદાર્થો હશે. તમારો ખાધેલો ખોરાક એટલો ઝડપથી પચી જશે. તરલ પદાર્થ ની અંદર માત્ર પાણી જ નહીં પરંતુ અન્ય ફળોના જ્યુસ પણ લઇ શકાય છે. જેની અંદર તરબૂચનું કાચી કેરીનું પાણી છાશ શેરડીનો રસ લીંબુપાણી વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

રસદાર ફળો નું કરો સેવન
તમારા ભોજનની અંદર અમુક રસદાર ફળો ને પણ સામેલ કરવા જોઇએ. જેની અંદર ટમેટા, સફરજન, કાકડી, સકરટેટી, તરબૂચ વગેરેનો સમાવેશ થાય છે. ઉનાળાની ઋતુમાં આ બધા ફળોનું સેવન તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. અને સાથે સાથે શરીરને કાર્ય કરવાની એનર્જી આપે છે.આમ તો ઉનાળાની ઋતુમાં આ બધી બાબતોનું ધ્યાન આપવામાં આવે તો તેના કારણે તમારું પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. અને તમે પણ પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાથી બચી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here