શું છે ગણેશપૂરના ગણપતિજીનો ઈતિહાસ જાણો કઈ રીતે પડ્યું આ ગામનું નામ.

0
891

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ગણપતિજીએ વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. અને આથી જ કોઈપણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરતા હોય છે. જેથી કરીને તેના શુભ કાર્યની અંદર કોઈપણ પ્રકારનું વિઘ્ન નડે નહીં. સામાન્ય રીતે ભારત દેશની અંદર ગણપતિજીને દરેક દેવો ની અંદર પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. અને આથી જ કોઇપણ પ્રસંગની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલાં ભગવાન ગણપતિજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર ભગવાન ગણપતિના લાખો મંદિરો આવેલા છે. આમાંના ઘણાખરા મંદિરો પોતાની આગવી વિશિષ્ટતા માટે ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન ગણપતિજીના એવા જ એક મંદિર વિષે કે જે ની વિશિષ્ટતા અને તેનો ઇતિહાસ જાણીને તમે પણ રહી જશો દંગ. જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમદાવાદની અંદર આવેલા ગણેશપુરા ગામના ગણપતિજીના મંદિર વિશે તથા તેના ઇતિહાસ વિશે.

અમદાવાદની નજીક ધોળકાના કોટની નજીક ગણેશપુર નામનું એક ગામ આવેલું છે. જ્યાં ભગવાન ગણપતિજીનું એક વિશેષ મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની અંદર બિરાજમાન ગણપતિજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ મંદિરની અંદર ભગવાન ગણપતિની ખૂબ જ ભવ્ય અને છ ફુટ જેવડી ઉંચી પ્રતિમા આવેલી છે. કહેવાય છે કે આ મંદિરની અંદર રહેલી ગણપતિની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને તેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છુપાયેલો છે.

ત્યાંના સ્થાનિક લોકોએ આ મંદિરના ઈતિહાસ વિશે જણાવતાં કહ્યું કે આજથી અંદાજે એક હજાર વર્ષ પહેલાં જ્યારે આ જગ્યાએ ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે ખોદકામ દરમિયાન ભગવાન ગણપતિજીની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી. આ મૂર્તિ પ્રગટ થવાની સાથે તે મૂર્તિની વિશેષ વાત એ હતી કે તે મૂર્તિ ની અંદર કાનની અંદર પહેલેથી જ સોનાના કુંડલ, પગ ની અંદર પાયલ તથા માથા ઉપર મુગટ બિરાજમાન હતો. ઇતિહાસકારોના કહ્યા અનુસાર આ મૂર્તિ જ્યારે પગ પ્રગટ થઈ ત્યારે તે કંઈક દિવ્ય નજરે આવી રહી હતી. અને આથી જ લોકોએ ત્યાં ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી ભગવાન ગણપતિજીના મંદિરના નિર્માણની વાત રાખવામાં આવી.

પરંતુ જે જગ્યાએ ગણપતિજીની આ મૂર્તિ પ્રગટ થઈ હતી તે જગ્યા ત્રણ ગામના સીમાડે આવેલી હતી. અને આથી જ આ ગામના લોકો આ મૂર્તિને પોતાના ગામમાં લઈ જવા માટે અંદરોઅંદર ઝઘડી પડ્યા. આથી ગામના લોકોએ નક્કી કર્યું કે આ મૂર્તિને એક માણસ વગરના બળદગાડા ની અંદર જોડી દેવામાં આવે, અને બળદગાડું જે જગ્યાએ જઈને ઊભો રહે તે જગ્યાએ ભગવાન ગણપતિજીની આ મૂર્તિની સ્થાપના કરી દેવામાં આવે. અને આ જ રીતે ગાડા ઉપર ભગવાન ગણપતિની મૂર્તિ રાખી બળદને તેની રીતે ચાલતા કરી દેવામાં આવ્યા બળદ ચાલતાં-ચાલતાં ગણપતપુરા પાસે આવેલા એક ટેકરી ઉપર જઈને ઉભા રહી ગયા.

અને આથી જ આસપાસના ગામના લોકો દ્વારા આ જગ્યાએ ભગવાન ગણપતિજીની એક ભવ્ય મંદિરના નિર્માણ કરવામાં આવ્યું. અને તેની આસપાસ લોકોનો વસવાટ ધીમે ધીમે વધતો ગયો અને તે ગામનું નામ ગણપતપુરા રાખી દેવામાં આવ્યું. કહેવાય છે કે ભગવાન ગણપતિજી ના આ મંદિરની અંદર જો કોઈપણ ભક્ત સાચા મનથી કોઈપણ પ્રકારની પ્રાર્થના કરે છે તો ભગવાન ગણપતિજી તેની પ્રાર્થના ને અવશ્ય પૂર્ણ કરે છે.

વાર-તહેવારે આ મંદિરની અંદર હજારો ભક્તોની ભીડ જામે છે. અને લોકો પોતાની દરેક મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ગણપતિના આ મંદિરની મુલાકાત લે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here