Ant Philosophy : કીડીઓમાંથી આ ચાર વાત આપણે શીખી શકીએ છીએ

0
359
what can we learn from ants in gujarati

અમેરિકાના મોટીવેશનલ સ્પીકરમાં ટોપ લિસ્ટમાં ગણાતા ‘જીમ રોન’ એક સાદી પણ ખુબ જ પ્રભાવશાળી ફિલોસોફીમાં માનતા હતા. તેઓ આ ફિલોસોફીને ‘Ant Philosophy’ કહેતા હતા. આજે GujjuMoj team આપની સાથે આ ફિલોસોફી શેર કરશે.

જીમ રોન કહે છે :

પાછલા ઘણા વર્ષોથી બાળકોને એક સાદી પરંતુ પાવરફુલ કોન્સેપ્ટ સમજાવું છું. જેને એન્ટ ફિલોસોફી કહેવાય છે. મને લાગે છે કે આ ફિલોસોફી વિષે બધા એ જાણવું જોઈએ.

Ant Philosophy ચાર પ્રેરણાદાયક વાત જે આપણે કીડીમાંથી શીખી શકીએ છીએ.

એન્ટ ફિલોસોફીના ચાર પ્રકાર છે :

પ્રથમ ભાગ :

કીડી ક્યાંય પણ જતી હશે અને આપણે તેનો રસ્તો રોકીશું તો તે બીજો રસ્તો પસંદ કરી લેશે. તે ઉપરથી ચડાઈ કરશે. નીચેથી જતી રહેશે. કોઈને કોઈ રસ્તો શોધી જ લેશે. કેટલી neat ફિલોસોફી છે, ગમે તે થાય પણ હર ન માનવી. જ્યાં પણ જવું છે ત્યાં જવા માટેનો રસ્તો શોધી લેવો.

બીજો ભાગ :

કીડીઓ આખા ઉનાળા દરમિયાન શિયાળા વિષે વિચારતી હોય છે.

આ એક જરૂરી દૃષ્ટિકોણ છે. તમે એટલા ભોળા ભલા ન થશો કે એવું વિચારો ગરમી કોઈ દિવસ પૂરી જ નથી થવાની. એક દિવસ ગરમી પણ પૂરી થશે અને શિયાળો પણ આવશે. એટલા માટે કીડી ઉનાળામાં શિયાળા વિષે વિચારે છે.

એક કહેવત છે, “ઉનાળામાં ગરમીમાં ઘર ન બનાવશો.”

તમને એવું લાગશે કે આ સલાહની શું જરૂર છે પરંતુ સમયની સાથે સાથે realistic હોવું જરૂરી છે. ગરમીના દિવસોમાં તુફાનો વિષે વિચારવું જરૂરી છે. જયારે તમે રેતી અને સુરજની મજા લેતા હોવ ત્યારે તમારે પથ્થર વિષે પણ વિચારવું જરૂરી છે. આગળનું પણ વિચારો.

એન્ટ ફિલોસોફીનો ત્રીજો ભાગ છે :

કીડી શિયાળામાં ઉનાળા વિષે જ વિચારતી હોય છે.

આ વાત ખુબ જ જરૂરી છે. ઉનાળામાં કીડી પોતાની જાતને યાદ અપાવે છે, “આ દિવસો બહુ નહિ રહે, તારે થોડા દિવસમાં જ અહીંથી બહર નીકળવાનું છે.” અને ગરમી શરુ થતા જ કીડી બહાર નીકળે છે. ફરી ઠંડી પડે એટલે અંદર જતી રહે છે. કોઈ દિવસ તે રાહ નથી જોઈ શકતી.

એન્ટ ફિલોસોફીનો ચોથો અને આખરી ભાગ :

કોઈ પણ દિવસ હાર ન માનો, પોઝીટીવ રહો અને જેટલું કરી શકો છો તેટલું કરો જ. ગમે તે થાય પણ મનમાં નિર્ધાર કર્યો છે એ પ્રમાણે કરો જ.

ખરેખર Jim Rohn એ એકદમ સાદી ભાષામાં કેટલી જોરદાર થિયોરી સમજાવી છે. કીડીઓ આપણને શીખવાડે છે. તો ચાલો આપણે પણ કીડીના જીવનમાંથી આ 4 વાત શીખીએ અને સફળતાની દિશામાં આગળ વધીએ.

what can we learn from ants in gujarati

મિત્રો આપને “What can we learn from ants in gujarati” પોસ્ટ કેવી લાગી? જો તમે આ ફિલોસોફી વિષે વધુ જાણતા હોય તો અમને જણાવો કોમેન્ટ કરીને..

જો તમારી પાસે આવી કોઈ મોટીવેશનલ વાર્તા અથવા સ્ટોરી હોય તો અમને અમારા ઈ-મેલ પર મોકલી આપો. અમે અમારા પેઇજમાં અને વેબસાઈટમાં શેર કરીશું આપના નામ સાથે.. અમારું મેઈલ છે : bornpedia@gmail.com

આભાર.

બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો..

ફક્ત એક નિર્ણયથી બદલાઈ ગયું આ ભાઈનું નસીબ : કુલ સંપત્તિ છે 70000 કરોડ

મહારાષ્ટ્રની આ ચરણ કન્યા બકરી બચાવવા વાઘ સામે પડી : વિગત વાંચી તમે પણ ચોંકી જશો

23 વર્ષની ઉમરમાં બન્યો ભારતનો સૌથી યુવાન સ્ટાર્ટઅપ મેન : રીતેશ અગ્રવાલની સફળતાની કહાની વાંચો..

અમેરિકાથી PhD કરીને આવેલા શાર્વિલ પટેલ છે 53000 કરોડની કંપની કેડિલા હેલ્થકેરના MD

આફ્રિકાનો સિંહ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ગાય બનીને ફરે છે વાંચો સુભાષ પટેલની કહાની

આ એક એવું ગામ છે જ્યાં છેલ્લા 30 વર્ષથી ફટાકડા નથી ફૂટ્યા.. જાણો આવી બીજી વાતો 

આ સરપંચે કળીયુગમાં પણ રામરાજ્ય સ્થાપ્યું : આ ગામમાં દારૂ પીનાર કે જુગાર રમનારને 30000 દંડ વસુલવાનો નિયમ કર્યો.

► નોંધ : આ લેખની કોઇપણ વિગતો કોપી કરવી નહિ.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here