શા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ?

0
11726
તિલક ચાંદલો કેમ કરવો જોઈએ?why we should do tilak and chandlo?

અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

પૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

ભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની જરૂરિયાતો ની ગણતરીમાં થઇ રહી છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે. તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. પાછળથી તમામ અધ્યયનો થી આ તથ્યોની પુષ્ઠી પણ થઇ છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ કે ચંદન લગાવવાથી આપણને ક્યા ક્યા લાભ મળી શકે છે.

તિલક ચાંદલો કેમ કરવો જોઈએ?why we should do tilak and chandlo?

દુર કરે છે માથાનો દુખાવો – ચંદન ઠંડી પ્રકૃતિ નું હોય છે. તેને લીધે ચંદન માથા ઉપર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તે માથાના દુખાવાને લીધે જ ગરમ થયેલ નસોમાં ઠંડક પહોચાડીને તેને આરામ પહોચાડે છે. ખાસ કરીને ઉનાળામાં થતા માથાના દુખાવામાં ચંદન ખુબ જલ્દી રાહત આપે છે.

વધારે એકાગ્રતા – જો તમને કામ કે વાંચવામાં ધ્યાન આપવામાં તકલીફ થાય તો માથા ઉપર ચંદન લગાવો. તે લગાવવાથી મગજ ઠંડુ રહે છે જેથી એકાગ્રતા માં સુધારો થાય છે. આપણા દેશમાં પ્રાચીન સમય થી જ વિદ્યાર્થીઓ ને તિલક લગાવવાની પરંપરા છે. તે ઉપરાંત સાધુ-સંતો ને પણ તિલક લગાવવાની પાછળ આ કારણ છે.

તાવ માંથી રાહત અપાવે – તાવમાં માથાને ઠંડુ રાખવા માટે પાણીની પટ્ટીઓ રાખવામાં આવે છે. તેની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકાય છે. માથા ઉપર ચંદન લગાવી લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થવા લાગે છે. તેનાથી તાવ માં રાહત મળે છે.

અનિન્દ્રા અને તનાવ થી આરામ અપાવે – મગજનું વધુ સક્રિય હોવાને લીધે જ માનસિક તનાવ, થાક અને અનિન્દ્રા ની તકલીફ થઇ શકે છે. આયુર્વેદ મુજબ ચંદનના લેપનો માથા ઉપર મસાજ કરવાથી તનાવ અને અનિન્દ્રા બન્નેમાંથી રાહત મળે છે.

ખીલ દુર કરે- ચંદનથી ત્વચાના ડાઘ-ધબ્બા ને પણ દુર કરી શકાય છે. ચંદનનો લેપ લગાવવાથી ઓઈલી સ્કીનમાંથી પણ રાહત મળે છે. તે ઉપરાંત ચહેરાના ખીલ થી પણ ના પણ રાહત મળે છે.

5 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે. તેમાંય ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુજ દુઃખ થાય છે. માથાં માં સિંદૂર પુરવા માં પણ શરમ આવે છે.
અને લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ્ય, દેવ દેવી ઓ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય તિલક પરંપરાને અનુસરે છે.
એની આપણાં જ હિન્દુઓ ઠેકડી ઉડાડે છે.

જ્યારે આશરે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજનાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરે છે, લાંબી દાઢી રાખે છે. ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે, એટલે કે દરેક સંપ્રદાય પોતપોતાની પરંપરાને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશ્કરી કરતાં જોયા!?? ક્યારેય ખ્રિસ્તીને ક્રોસનો વિરોધ કે મશ્કરી કરી કરતાં જોયાં!?

હિન્દુઓ જ તિલક કરતાં હિન્દુઓની મશ્કરી કરે છે એ દુઃખની વાત છે.

પોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતાં એ એની વ્યક્તિગત બાબત છે, પણ અન્ય હિન્દુ તિલક કરે એની મશ્કરી શું કામ કરવી જોઈએ!??
ઘણી વખત આપણે સંભાળીએ છીએ કે જોને લાંબા…લાંબા…ટીલા..ને ચાંદલા… કરી ને નીકળી પડ્યાં છે. પરંતુ લોકો આ વિષે જાણતા નથી કે તમને સવાર માં કોઈ તિલક ચાંદલો કરેલ વ્યક્તિ જો સામો મળે તો પણ તમારો દિવસ ખુબ સરસ જાય છે.

આપણાં કપાળ ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે. કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.

3700 વર્ષ પહેલાં ની હડપ્પા અને મોહેંજો દડોની મૂર્તિઓ પણ આ તિલક પરંપરાની ગવાહી આપે છે.

તો હિન્દુઓ જ હિન્દુ ધર્મની પરંપરાને ધુત્કારી રહ્યા છે એ કેટલું શરમજનક છે!!

તિલક ચાંદલો કેમ કરવો જોઈએ?why we should do tilak and chandlo?

વિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે?

હિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તિલક વગર પૂજાનું પૂરું ફળ મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે તિલક કરવામાં આવે છે તેવું નથી તિલક તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. આ માટે આપણા ત્યાં જ્યારે કોઇનું સ્વાગત કરવામાં આવે છે, લગ્ન વિવાહમાં કોઇપણ રિવાજ નિભાવવામાં આવે છે અથવા કોઇની પણ વિદાય કરવામાં આવે તો અને મહેમાનોને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આ જાણતા હશે કે વિદાય વખતે તિલક કેમ કરવામાં આવે છે ? ખરી રીતે તો તિલક એ આપણી સભ્યતામાં સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. આના સિવાય આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે પ્રાચીન સમયમાં જ્યારે કોઇ યુદ્ધ માટે જતા તો તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી. આની પાછળ તે જ્યારે પાછો ફરે તો તે વિજય મેળવીને પરત ફરે તે છે. આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા મદદ કરે છે. આ સાથે તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે કારણકે તિલક લગાડવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. આ સાથે મસ્તિષ્કને શીતળતા પણ મળે છે.

પૂજાના સમયે તિલક લગાડવાનું વિશેષ મહત્વ છે અને ભગવાનને સ્નાન કર્યા બાદ તેમને ચંદનનું તિલક લગાડવું જોઇએ. પૂજન કરવાવાળા પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાડે છે.ચંદન સુગંધીત હોય છે અને તેના ગુણ શીતળતા આપનારાં હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ છે કે આપની કૃપાથી સુગંધથી ભરી જાય છે અને આપણો વ્યવહાર શીતળ રહે છે એટલે કે આપણે શાંત ચિત્તે કામ કરી શકીએ છીએ. ઘણીવાર ઉત્તેજનામાં કામ બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવી જાય છે. સ્ત્રીઓ માથા પર કસ્તુરીનું તિલક કે બિંદી લગાડવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી અને અન્ય મુર્તિઓથી સિંદુર નીકાળી લગાડવું ના જોઇએ. સિંદુર ઉષ્ણ હોય છે. ચંદનનું તિલક લલાટ પર કે નાના ચાંલ્લા રૂપે બન્ને આઇબ્રોની મધ્યમાં લગાડી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત, તરાવટ અને શીતળતા બની રહે છે. મસ્તિષ્કમાં સેરાટોટિન તેમજ બીટાએડોરફિન નામક રસાયણોથી સંતુલન હોય છે. મેઘાશક્તિ વધે છે તથા માનસિક થાક વિકાર નથી થતો.

તિલક ચાંદલો કેમ કરવો જોઈએ?why we should do tilak and chandlo?

હિન્દુ ધર્મ અનુસાર તિલકને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે.

વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.

હિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી તિલક લગાવવાનું હિન્દુ પરંપરા જ છે. તિલક પણ અલગ-અલગ વસ્તુઓ લગાવવામાં આવે છે. કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું. તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક લગાવવામાં આવે છે. તિલક લગાવવા પાચળનું માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ નિહિત છે. જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. તમને અત્યાર સધી માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક પ્રચલિત હોયછે. જો હિસાબ લગાવવામાં આવે તો ૮૦ ટકાથી વધુ પ્રકારના તિલક લગાવવામાં આવે છે. સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોયછે. હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે.

વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.

સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર).

વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે. તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.

ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપયોગ કરે છે (રક્ત ચંદન).

શાક્તો કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.

સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્વામિનારાયણ તિલક : તે કપાળની મધ્યમાં U આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગનો ચાંદલો કરતા હોય છે.

જ્ઞાતિ આધારિત તિલક :

હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે

► બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :
કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે).

► ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :
કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.

► વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :
અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક

► શૂદ્ર તિલક – પર્તાલ :
કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન

આ લેખ વાંચ્યા પછી ચોક્કસ વાત છે કે આજથી જ આપણે સૌએ તિલક ચાંદલો અથવા તિલક કરવું જ જોઈએ. (ભલે કોઈ પણ ધર્મમાં, ભગવાનમાં માનતા હોય.

તિલક ચાંદલો કેમ કરવો જોઈએ?why we should do tilak and chandlo?

Source : wikipedia, divyabhaskar, 4masti, Hindi Books

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here