બળબળતા તાપમાં લુ માં થી રાહત અપાવશે આ ચાર હોમ મેડ ડ્રિંક્સ, તરત મળશે એનર્જી.

0
147

ઉનાળાની ઋતુમાં તાપમાનનો પારો ૪૪ કરતાં પણ આગળ જતો રહે છે. અને જ્યારે બપોરના સમયે અસહ્ય તાપ પડતો હોય છે. ત્યારે તડકાના કારણે અસહ્ય લૂ લાગતી હોય છે જો કોઈપણ વ્યક્તિને લૂ લાગી જાય તો તેના કારણે તેની તબિયત ખરાબ થઈ જાય છે. અને સાથે સાથે તેને અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આથી ઉનાળાની બપોરે હંમેશાને માટે લુ થી રક્ષણ મેળવવું જોઈએ.પરંતુ ઘણા લોકોને બપોરના આવા બળબળતા તાપમાં પણ કામ કરવા જવું પડતું હોય છે, અને આથી જ આવા લોકો લૂ થી બચી શકતા નથી. પરંતુ જો ઉનાળામાં બપોરના સમયે અમુક ખાસ પ્રકારના ડ્રિંક્સ નું સેવન કરવામાં આવે તો તેના કારણે તમે પણ આ પ્રકારની ગરમીથી અને લૂથી બચી શકો છો.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચાર એવા ઘરે બનાવી શકાય તેવા ડ્રિંક્સ વિશે, કે જેના દ્વારા તમે પણ લૂ થી રક્ષણ મેળવી શકો છો.

લીંબુ પાણી

લીંબુ પાણી એક એવું સૌથી સરળ પરંતુ કારગર પીણું છે.કેમ કે, ઉનાળામાં તેનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. સામાન્ય રીતે લીંબુપાણી ને લોકો ગંભીરતાથી લેતા નથી. પરંતુ હકીકતમાં ઉનાળાની આ ગરમીથી બચવા માટે લીંબુ પાણીથી ઉત્તમ પીણું કોઈ ન હોઈ શકે. ઉનાળાની બપોરે જો લીંબુ પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું શરીર હાઈડ્રેટ રહે છે. અને સાથે સાથે તમારા શરીરમાં કાર્ય કરવાની એનર્જી પણ કરી બની રહે છે. આમ કરવા માટે તમે ઓફિસે જતી વખતે તમારા પીવાની બોટલમાં એક કે બે લીંબુ નીચોવી શકો છો.

જવનું એનર્જી ડ્રીંક

આપણે દરેક લોકો જાણીએ છીએ કે જવ પૌષ્ટિક અનાજ છે. તેની અંદર રહેલું એમિનો એસિડ આપણા શરીરના ઊર્જાના લેવલને વધારી દે છે. જવ માંથી જો એનર્જી ડ્રીંક બનાવવામાં આવેતો તેના કારણે બપોરના સમયે લાગતી સુસ્તી અને થાક માંથી છુટકારો મેળવી શકાય છે. આમ કરવા માટે ગરમ પાણીની અંદર જવને ઉમેરી તેની અંદર એક ચમચી જેટલું મધ અને લીંબુ ભેળવી દો. અને ત્યારબાદ તેનું ડ્રીંક બનાવી લો.

સફરજન નું જ્યુસ

સફરજન ની અંદર ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. આથી ઉનાળામાં ગરમીથી બચવા માટે જ સફરજન નું જ્યુસ પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરને કુદરતી રીતે એનર્જી મળી રહે છે. અને સાથે સાથે બપોરની લૂથી પણ બચી શકાય છે. એપલના જ્યુસ ને તમે દૂધ સાથે ભેળવીને પણ પી શકો છો.

તરબૂચ અને તુલસીનું ડ્રીંક

આ જ્યુસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તરબૂચ ની અંદર ભરપૂર માત્રામાં પ્રવાહી હોય છે. અને આથી જ જો પાંચથી છ કટકા તરબૂચ અને છથી સાત પાંચ તુલસીના ભેળવીતેની અંદર 20 એમએલ જેટલો ચૂનાનો રસ ભેળવી દો. અને ત્યારબાદ તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લો બસ આ રીતે તૈયાર છે એનર્જીથી ભરપૂર તરબૂચ અને તુલસીનું ડ્રિંક છે. જેનું સેવન કરવાથી તમારા શરીરમાં કુદરતી રીતે એનર્જી આવે છે. અને સાથે-સાથે તમારું શરીર કાયમી માટે હાઈડ્રેટ રહે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here