એક એવુ મંદિર કે જ્યાં લકવાના દર્દીઓ એકદમ સાજા થઈને જાય છે ઘરે, જાણો આ ચમત્કારી મંદિર વિશે.

0
1125

મિત્રો ભારત માં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. એમાં ખાસ કરીને રાજસ્થાન ની ધરતી પર ઘણા બધા દેવી-દેવતાઓના અલગ અલગ મંદિર છે. રાજસ્થાન ની અંદર એક એવું પણ મંદિર આવેલા છે કે જ્યાં લકવા વાળો દર્દી કોઈ બીજા ના સહારે આવે છે, અને મંદિરમાં આવ્યા બાદ તે પોતાના સહારે ઘરે પાછો જાય છે. રાજસ્થાનમાં નાગૌર થી 40 કિમિ દૂર અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બા ની પાસે છે બુટાટી ધામ આવેલું છે આ મંદિરને ત્યાં ચતુરદાસ મહારાજ ના મંદિર ના નામથી પણ જાણવામાં આવે છે. જે લકવા ના પીડિત વ્યક્તિઓ નો ઈલાજ કરવા માટે પ્રસિદ્ધ છે.

આ મંદિરની ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં અમીર, ગરીબ કે પછી vip દરેક પ્રકારના લોકો આવે છે, અને આ દરેક લોકો માટે એકસરખી જ વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરમાં બધા લોકોને એક લાઈનમાં રહીને દર્શન કરવાના હોય છે. તે માટે મંદિરની સમીતી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

પરિક્રમા અને હવન કુંડ ની ભભૂતિ જ છે દવા:

તમને થતું હશે કે આ મંદિરની અંદર બીમારીનો ઈલાજ કોઈ પંડિત દ્વારા કે પછી કોઈ વૈધ દ્વારા કરવામાં આવતો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ મંદિરમાં લકવા નો ઈલાજ હવન કુંડની ભભૂતી દ્વારા કરવામાં આવે છે. અહીંયા દર્દીએ સાત દિવસ સુધી રોકાઈને મંદિરની પરિક્રમા કરવાની હોય છે. ત્યારબાદ હવન કુંડ ની ભભૂતી લગાવવાથી ધીમે ધીમે લકવા દૂર થાય છે.

કેવી રીતે થાય છે આ ચમત્કાર:

મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર 500 વર્ષ પહેલા એક મહાન સંત થઇ ગયા હતા જેનું નામ દાસ જી મહારાજ. તેઓએ ઘોર તપસ્યા કરી અને રોગો ને મુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ તેની શક્તિ જ તેના માનવિય કાર્ય માં સાથ આપે છે, જે તેના સમાધિ ની પરિક્રમા કરે છે તેઓ લકવા માં રાહત મેળવે છે.

રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા:

આમાં નહિ ખાસ વાત એ છે કે અહીં આવેલા દર્દીઓ તથા તેના પરિવારજનો માટે રોકાવાની અને ખાવાપીવાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. આ બધી વ્યવસ્થા કરવા માટે મંદિર દ્વારા એક પણ રૂપિયો લેવામાં આવતા નથી. આ મંદિર પર કાદશી પર લખો શ્રદ્ધાળુ દૂર-દૂરથી આવે છે.

દાનમાં આવે છે પ્રબંધ ના રૂપિયા:

અહીંયા દરેક પ્રકારના લોકો સારવાર અર્થે આવે છે. એમાં ઘણા પૈસા વાળા તથા ઘણાં ગરીબ લોકો પણ હોય છે. મંદિરમાં આવ્યા બાદ જે લોકોને રાહત થાય છે તેઓ આ મંદિરમાં ખૂબ જ દાન કરે છે. જે પૈસાને સેવા માટે વાપરવામાં આવે છે. વધેલા પૈસાનો ખર્ચ ગામના છોકરાઓને ભણાવવા માટે કરવામાં આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here