તલાક એક પ્રેમ કથા.

0
525

એક સમયની વાત છે. એક વખત પતિએ પોતાની પત્નીને અમુક વાત ઉપર ગુસ્સે થાય ને ત્રણ લાફા ચડાવી દીધા. પત્નીએ તેના જવાબમાં પોતાના સેન્ડલ પોતાના પતિ તરફ ફેંકી દીધું. અને એ સેન્ડલ પતિના માથા ઉપર પડતું નીકળી ગયું. મામલો ત્યાં પતિ પણ જાત, પરંતુ પતિને આ વસ્તુને પોતાની બેઇજ્જતી સમજી અને પોતાના રિશ્તેદારો ને આ વસ્તુની જાણ કરી, આ મામલો ખૂબ જ અઘરો બનાવી દીધો. આ મામલાને માત્ર પેચીદો જ નહીં પરંતુ ખૂબ જ સંગીન ગુના નું નામ આપી દીધું. અને તેના રિશ્તેદારો એ પણ કહ્યું કે આ વાત તો તેના ખાનદાનના નાક કપાયા સમાન છે. અને કહ્યું કે સેન્ડલ મારવા વાળી સ્ત્રીઓ ક્યારેય વફાદાર અને પવિત્ર નથી હોતી.

આવી સ્ત્રીને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં પાપ વધે છે. અને સાથે સાથે આવી સ્ત્રીઓને ક્યારેય પણ ઘરમાં ન રાખવી જોઈએ. આવી સ્ત્રીઓને જન્મતાની સાથે જ મારી નાખવી જોઈએ. ખરાબ વાતો હંમેશાને માટે ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન હોય છે. જે એક પાસેથી બીજા પાસે જાય એટલે સતત તેની અંદર વધારો થતો રહે છે. જ્યારે કોઈ પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈપણ પ્રકારની તકરાર થાય છે. ત્યારે તેના રિશ્તેદારો જ્યારે આ વાતની વચ્ચે પડે ત્યારે તેની વિરુદ્ધ રહેલા કાવાદાવાઓ માં સતત વધારો થતો જાય છે. છોકરા પક્ષના વ્યક્તિઓ છોકરીને માટે અમુક વાતો કરતા હોય છે. તો સામે સામે છોકરી પક્ષના લોકો છોકરા માટે પણ અમુક એવી જ વાતો કરતા હોય છે.

પતિ-પત્ની વચ્ચેના આ ઝગડા એ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. પતિએ પોતાની પત્નીના ચરિત્ર હીનતાનો આરોપ લગાવ્યો. તથા પત્નીએ દહેજ અને ઉત્પીડનનો કેસ દર્જ કર્યો. છ વર્ષ સુધી લગ્નજીવન ખૂબ ખુશીથી વિતાવ્યા પછી એક બાળકીના માતા-પિતા બન્ને આજે આમને સામને આવી ગયા. અને તેમનો તલાક થઈ ગયો પત્નીના હાથમાં તલાકના કાગળિયાની એક કોપી હતી અને બંને એકબીજાની સામે શાંતિથી જોઈ રહ્યા હતા.

આ કેસ અંદાજે બે વર્ષ ચાલ્યો હતો. અને બે વર્ષ સુધી તેની પત્ની પતિથી અલગ રહેતી હતી. અને જ્યારે મુકદમા ની સુનવાઈ હોય ત્યારે બંને વ્યક્તિએ આવવા પડતું હતું. ત્યારે એ બંને વ્યક્તિઓ એકબીજાને ખૂબ ગુસ્સાની નજરથી જોતા હતા. બંનેની અંદર બદલાની ભાવના કૂટી-કૂટીને ભરેલી હતી. અને સાથે સાથે તેના રિશ્તેદારો તેને વધુ ઉકશાવતા હતા. રિશ્તેદારો તરફથી બંનેને એવી એવી વાતો શીખવવામાં આવતી હતી કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ પોતાના કરતાં નીચો સાબિત થાય. અને અંતે આ બંનેનો સંબંધ પૂર્ણ થઈ ગયો.

જ્યારે બંનેનો તલાક થઈ ગયો ત્યારે બધા જ રિશ્તેદારો ખૂબ ખુશ હતા. વકીલો પણ ખૂબ ખુશ હતા. અને માતા-પિતા પણ ખૂબ ખુશ હતા. પરંતુ આ તલાકના કારણે બંને વ્યક્તિ ના ચહેરા ઉપર કોઈપણ પ્રકારની ખુશી દેખાય રહી ન હતી. અને બંને એકદમ દુઃખી હતા. આ એક જોવા જેવી બાબત હતી કે બંને પક્ષના રિશ્તેદારો એક જ હોટલની અંદર જઈ એક સાથે ચા પાણી પીધા. અને ખૂબ હસી ખુશી થી મળીને છુટા પડ્યા. પરંતુ જો કોઇ વ્યક્તિના ચહેરા ઉપર ગરમ હતો તે તે માત્ર પતિ અને પત્નીના ચહેરા ઉપર.

ત્યાર પછી પતિ-પત્ની બંને એકબીજાને મળ્યા અને એકબીજા સાથે હળવી વાતો કરી. અને એકબીજા સાથે અગાઉ વિતાવેલા છ વર્ષની મીઠી મીઠી યાદો વિશે વાત કરવા લાગ્યા. વાત કરવાની સાથે જ પ્લાસ્ટિકના કપ ની અંદર ચા આવતાની સાથે જ સ્ત્રીએ ચા ઉપાડી અને ચા ગરમ હોવાથી છલકાઈ ગઈ. અને પતિએ સીધો જ પત્નીનો હાથ પકડી લીધો. અને કહ્યું કે તું ધગીતો નથી ને. આમ કહેતાની સાથે જ પત્નીએ કહ્યું કે તમારા કમરનો દુખાવો શું કહે છે? આ રીતે બંને એકબીજા સાથે હળવી હળવી વાતો કરવાની સાથે સાથે ધીમે-ધીમે એકબીજાની મીઠી મીઠી યાદો સંભાળતા ગયા.

તે બંને જ્યારે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેના અવાજની અંદર જુના સંબંધની મીઠાશ હતી. અને તે પુરુષના ચહેરા ઉપર છલકાઇ રહી હતી. તેની સામે બેઠેલી સ્ત્રી કે જ્યારે એક સમયે તેની પત્ની હતી તેને ખૂબ ગમવા લાગી હતી. સરળ સ્વભાવનો એ પુરુષ તે સ્ત્રી તરફ ફરીથી આકર્ષિત થઇ રહ્યો હતો. પુરુષ સ્ત્રી તરફ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે એ મારું કેટલું ધ્યાન રાખતી હતી. અને તેવી જ રીતે સ્ત્રી પણ સામે તેના પતિ પ્રત્યે એવું જ વિચારી રહી હતી કે હકીકતમાં તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરી રહ્યો હતો.

થોડા સમયની વાતો પછી તે પતિ અને પત્નીના મનમાં ધીમે-ધીમે અફસોસ થવા લાગ્યો કે કા તેણે એકબીજાથી કલાક ન આપ્યો હોત અને તે એકબીજાની વાત સમજી અને એકબીજા સાથે સમાધાન કરી દીધું હોત તો ખૂબ સારી વસ્તુ હતી. પરંતુ તેણે આ બધી જ વાત પોતાના સગા સંબંધીઓને કહી તેની વચ્ચેનો ઝઘડો ખૂબ વણસાવી દીધો હતો. અને આ ઝઘડો અંત તરફ તલાક સુધી પહોંચી ગયો.

પરંતુ જ્યારે પતિ-પત્નીના બંનેના મનમાં અફસોસ ઉત્પન્ન થયો. ત્યારે તેમને વિચાર્યું કે હકીકતમાં તે પોતાના સગા-સંબંધીઓની વાતમાં આવી અને એકબીજાને ખૂબ ખરાબ પુછીયું. પરંતુ હકીકતમાં તે એકબીજા સાથે પ્રેમ કરે છે અને આમ કરતાંની સાથે જ જ્યારે તેની નાની દીકરી તેની પાસે આવી ત્યારે તે બંને એકબીજાની સામે જોઇ રહ્યા. અને જોતજોતામાં તેણે પોતાના તલાકના કાગડિયા ફાડી નાખ્યા. અને તે બંનેનો ગુસ્સો કે જે તલાકમાં પરિણમવાનો હતો તે એક નવા પ્રેમની અંદર પરિવર્તિત થઈ ગયો. અને તે બંનેએ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here