દીકરીઓના જન્મ સમયે શા માટે નથી મનાવવામાં આવતી ખુશીઓ

0
202

સામાન્ય રીતે જ્યારે કોઈપણ ઘરની અંદર નાના બાળકનો જન્મ થાય છે ત્યારે ખુશીઓ મનાવવામાં આવતી હોય છે. પરંતુ ભારત દેશની અંદર મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારે લોકો ખુબ વધુ ખુશ થતા હોય છે. પરંતુ જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે લોકો વધુ ખુશ થતા નથી. આમ થવા પાછળના અનેક કારણો હોઇ શકે છે. જેમાંનું એક સૌથી મોટું કારણ છે ભારત એક આર્થિક રીતે નબળો અને કૃષિપ્રધાન દેશ છે.

સામાન્ય રીતે બેંગ્લોર જેવા મોટા સિટીની અંદર રહેતા લોકો ને એવું લાગે છે કે ભારત દેશ ટેકનોલોજીનો દેશ છે. પરંતુ હકીકતમાં ભારત દેશની અંદર અંદાજે 65 ટકા કરતાં પણ વધુ લોકો ખેતીના કામકાજ સાથે જોડાયેલા છે. અને આ સમાજની અંદર અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓ હોવાના કારણે દીકરાને ખૂબ વધુ મહત્વ આપવામાં આવે છે. કોઈપણ આર્થિક રીતે પછાત ઘરની અંદર જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે દીકરો આઠથી દસ વર્ષનો થાય કે તેને તરત જ કામે લગાડી દેવામાં આવે છે. કે જેથી કરીને ઘરની આર્થિક સ્થિતિમાં થોડો ઘણો સુધારો આવે. અને તેની ગરીબીમાં ઘટાડો થાય.

ભારત દેશની અંદર પહેલાના સમયથી મહિલાઓને ખૂબ જ સન્માન આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારત દેશની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે લોકો દિકરી ની જગ્યાએ દીકરાને વધુ મહત્વ આપવા લાગ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણા સમાજની અંદર દીકરીને લઇ અનેક પ્રકારના કુરિવાજો પણ સ્થાપિત થયા છે. અને આથી જ લોકો દીકરીના જન્મ ઉપર ખુશ નથી થતા. સામાન્ય રીતે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેના લગ્ન સમયે દિકરીના બાપને અનેક ઘણું દહેજ આપવું પડે છે. જેથી કરીને પિતાની મોટા ભાગની સંપત્તિ અને કમાણી તેમાં જતી રહે છે. આથી જ લોકો દીકરીના જન્મ ઉપર અફસોસ કરતા હોય છે.

આથી જો એક રીતે જોવામાં આવે તો દીકરીના જન્મ ઉપર ખુશીઓ ન મનાવવાનું મુખ્ય કારણ છે લોકોની આર્થિક પરિસ્થિતિ. લોકોની આર્થિક પરિસ્થિતી એટલી નબળી થઈ ગઈ છે કે જેથી કરીને તે દીકરીના ભરણપોષણ માટે પૂરતા પૈસા કમાઈ શકતા નથી. અને સાથે સાથે તેને ઉછેરવા માટે અને તેના લગ્ન કરવા માટે જરૂરી પૈસા કમાઈ શકતા નથી. જેથી કરીને લોકો દીકરી કરતા દીકરાને વધુ મહત્વ આપે છે.

જો આપણી સંસ્કૃતિ અને પૌરાણિક ઇતિહાસ ની વાત કરવામાં આવે તો તેની અંદર હંમેશાને માટે મહિલાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે ભારત દેશની અંદર અનેક રજવાડાઓ એવા છે કે જે મહિલાપ્રધાન રહ્યા છે. અને તેની અંદર મહિલાઓને ખૂબ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના સમયમાં ભારત દેશની અંદર અનેક મહાન મહિલાઓ થઈ ગઈ જેની અંદર દ્રૌપદી, સીતા, અલ્યા, પાર્વતી જેવી મહિલાઓનો સમાવેશ થાય છે.

સંપન્ન હોવા છતાં શા માટે ઈચ્છે છે દીકરા?

આપણા સમાજની અંદર આજે ઘણા બધા લોકો એવા છે જે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે આમ છતાં તે લોકો દીકરાની ઈચ્છા રાખતા હોય છે. જો તેના ઘરની અંદર દીકરાનો જન્મ થાય તો આવા લોકો ખૂબ ખુશ થતા હોય છે. પરંતુ જો તેના ઘરની અંદર દીકરીનો જન્મ થાય તો આવા લોકો વધુ પ્રમાણમાં ખુશ થતા નથી. આમ થવા પાછળનું એક મુખ્ય કારણ છે આપણી સામાજિક વિચાર ધારણા. સામાન્ય રીતે એક આખું સમુદાય ભેગા મળી એક સમાજની રચના કરતો હોય છે. અને આ સમાજની અંદર અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવતા હોય છે. આ સમાજની અંદર રહેતા દરેક વ્યક્તિ આ પ્રકારના નિયમોને પાલન કરતા હોય છે. અથવા તો તેને સહજ રીતે સ્વીકારી લેતા હોય છે. અને આથી જ સંપન્ન હોવા છતાં આવા લોકોના મગજની અંદર એવી ધારણા બની ગઈ હોય છે કે દીકરી કરતા દીકરાનો જન્મ થાય તો તે વધુ સારું.

શિક્ષિત થવાના કારણે છોકરીઓ પોતાની રીતના બધું કરી શકે છે.

આજના સમયમાં ધીમે-ધીમે લોકોની વિચાર ધારણા માં પરિવર્તન આવી રહ્યું છે. આજથી દસ વર્ષ પહેલાં લોકો દીકરી જન્મે ત્યારે કોઇપણ પ્રકારની ખુશીઓ મનાવતા ન હતા. પરંતુ હવે ધીમે ધીમે લોકો દીકરીના જન્મ પર પણ ખુશીઓ મનાવે છે. કેમ કે, લોકોને ધીમે-ધીમે સમજાવા લાગ્યું છે કે જો દીકરી જન્મે તો પણ તે ભણી ગણી અને પોતાની રીતે આગળ વધી શકે છે. દીકરી યોગ્ય રીતે પાણી પોતાની કારકિર્દી બનાવી પોતાની રીતે આગળ વધી શકે છે. અને તે માતા-પિતાનો સહારો પણ બની શકે છે. લોકોને ધીમે-ધીમે સમજાઈ રહ્યું છે કે દીકરા કરતાં દીકરી જન્મે તો તેના કારણે તે બે ઘરને તારે છે. અને સાથે સાથે તે પોતાની જાત મહેનતના કારણે કોઈપણ વ્યક્તિને મદદરૂપ સાબિત થઈ શકે છે. અને આથી જ આજના સમયમાં ધીમેધીમે હવે આ વિચારસરણી બદલાઇ રહી છે. અને લોકો દીકરી અને દીકરા ની અંદર કોઈપણ પ્રકારનો ભેદ નથી રાખતા.

આ પરિસ્થિતિ ઉપરથી એમ કહી શકાય કે આવનારા સમયની અંદર લોકો દિકરી અને દીકરાને એક સમાન ગણી, તેની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નહીં સમજે. અને આપણા સમાજની અંદર એક ઉમદા પરિસ્થિતિનું નિર્માણ કરશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here