કઈ રીતે દૂર કરશો કારનો સ્ક્રેચ. જાણી લો સાચી રીત, માત્ર 10 રૂપિયા નો ખર્ચ છે

0
2707

સામાન્ય રીતે જ્યારે આપણે મોંઘીદાટ ગાડી લેતા હોઈએ છીએ ત્યારે આપણે હંમેશાં એ માટે તેની સંભાળ રાખતા હોઈએ છીએ. આપણે હંમેશા એવું ઇચ્છતા હોઈએ છીએ કે જેથી કરીને તેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ક્રેચ ન પડી જાય. કારના પેઈન્ટિંગનો સ્ક્રેચ પડવાના અનેક કારણો હોઈ શકે છે. જેની અંદર એકસીડન્ટ, બીજા દ્વારા અથવા તો જાણી જોઈને સ્ક્રેચ કરી શકાય છે. પરંતુ જ્યારે ગાડીના બે ઉપર આ પ્રકારના સ્ક્રેચ હોય ત્યારે ગાડીને સ્ક્રેચ દૂર કરવા માટે ઘણી ખર્ચાળ વિધિ કરવી પડતી હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ દૂર કરી શકો છો ગાડીનો સ્ક્રેચ.

સ્ક્રેચ ઉપર હાથ ફેરવી ને જોઈ લો

સૌપ્રથમ જ્યારે ગાડી ઉપર સ્ક્રેચ પડે ત્યારે પહેલા તમારા હાથ વડે સ્ક્રેચ ઉપર આંગળી ફેરવી પ્રાથમિક નિરીક્ષણ કરો, કે આ સ્ક્રેચ ઉપરની સપાટી ઉપર જ છે કે વધારે ઊંડો છે. જો તમે હાથ ફેરવો અને તમારા નખ આ સ્કેચ ની અંદર ભરાઈ જાય તો સમજી લેવું કે આ સ્ક્રેચ ખૂબ ઊંડો છે. અને જો આવું ન થાય તો આ સ્કેચ ઉપરની સપાટી ઉપર જ હોય છે. જો સ્ક્રેચ ખૂબ ઊંડો હોય તો તમારે પ્રોફેશનલ વ્યક્તિ પાસે જવું પડે છે. ઉપર ના સસ્તર માં રહેલ સ્ક્રેચ તમે તમારા ઘરે જાતે રીમુવ કરી શકો છો.

સ્ક્રેચ વાળા જગ્યાને ધોઈને સાફ કરી લો

ઘરે જ સ્કેચ દૂર કરવા માટે સૌપ્રથમ સ્ક્રેચ ઉપર થોડી ટુથ પેસ્ટ લગાવી લો. ત્યાર પછી તે સુકાઈ જાય એટલે તેને પાણીથી બરાબર સાફ કરી લો. તેની ઉપર રહેલો બધો કચરો દૂર કરી દો. અને ત્યાર પછી તેને સૂકાવા માટે રાખી દો.

ટૂથપેસ્ટનો ઉપયોગ

ત્યાર પછી એક સુતરાઉ કપડું લઈ તેને બરાબર ભીનું કરી લો અને ત્યારે તે બરાબર પલડી જાય ત્યાર પછી તેના ઉપર થોડી માત્રામાં ટુથપેસ્ટ લગાવી દો. ત્યાર પછી આ ટુથપેસ્ટ ને ગોળાકાર આકાર માં જે જગ્યાએ સ્ક્રેચ પડ્યો હોય તે જગ્યાએ ધીમે-ધીમે રબ કરો. આવું ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી ટૂથપેસ્ટ બધી જગ્યાએ યોગ્ય રીતે ફેલાય ન જાય.

વધારાની ટુથપેસ્ટ ને ધોઈ લો

જ્યારે તમે બધા જ સ્ક્રેચ ઉપર યોગ્ય રીતે ટુથપેસ્ટ લગાવી દો. ત્યાર પછી વધારાની ટૂથપેસ્ટને ત્યાંથી ધોઈને હટાવી લો. આમ કરવા માટે તમે પાણીની મદદથી તમારી કારને ધોઈ શકો છો. અથવા તો વોટર સ્પ્રે દ્વારા પણ તમારી કારને ધોઈ શકો છો. ત્યાર પછી તમારી ગાડીને સુકાવા દો.

આ પ્રક્રિયાને બે વખત રીપીટ કરો

એક વખત ગાડી ઉપર ટુથપેસ્ટ લગાવી તેને ધોઈને બરાબર સાફ થઈ જાય ત્યાર પછી બીજી વખત તેના ઉપર આ જ રીતે અગાઉ કર્યું તે પ્રમાણે આ પ્રોસેસ રીપીટ કરો. અને આવું બે વખત કંટીન્યુ રીપીટ કરો. આમ કરવાથી સ્ક્રેચ ની ઉપર ની સતેહ ઉપર રહેલી પોલીસ સરફેસ બરાબર થઈ જશે. અને તેના ઉપર રહેલો સ્ક્રેચ દૂર થઈ જશે.

આમ આ રીતે કોઈપણ જાતના ખર્ચ વગર કે કોઈપણ જાતની બીજી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર તમે તમારી રીતે ઘરે સામાન્ય રીતે કરી શકો છો દૂર. અને તમારા ઘણા બધા પૈસા બચાવી શકો છો.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here