ઉનાળાના વેકેશનમાં હવે ઘરે જ બનાવો બાળકોને મનભાવતી ચીઝ ગાર્લિક બ્રેડ, જાણી લો તેની રેસિપી.

0
342

ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને આથી બાળકો હવે વેકેશનમાં દરરોજ નવું નવું ખાવાની ઇચ્છા ધરાવતા હોય છે. આવા સમયે ઘરની ગૃહિણી નું સૌથી મોટી સમસ્યા એ છે કે બાળકોને કાયમી માટે નવી નવી અને મન પ્રિય ભાવતી વસ્તુઓ કઈ રીતે બનાવી શકે? પરંતુ જો વાત કરવામાં આવે તો બાળકોને ભાવતી વસ્તુ ની તો ચીઝ ગાર્લિક બ્રેડ એક એવી વસ્તુ છે કે જે નાના બાળકોને તો નહીં પરંતુ દરેક વ્યક્તિઓને ભાવતી હોય છે. સામાન્ય રીતે બાળકો ચીઝ ગાર્લિક બ્રેડ ખાવા માટે બહાર જતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો આ પ્રકારની એકદમ ટેસ્ટી ચીઝ ગાર્લિક બ્રેડ. તો ચાલો જાણીએ તેની રેસિપી.સામગ્રી

એક કપ મેંદો
અડધો કપ લસણ
એક ચપટી ખાંડ
એક ચમચી ડ્રાય ઇસ્ટ
અડધો કપ પાણી
એક ચમચી મિક્સ હબ
એક ચમચી ઓરેગાનો
100 ગ્રામ બટર
200 ગ્રામ મોઝરેલા ચીઝ
સ્વાદ અનુસાર મીઠું
અડધો કપ ધાણા ભાજી

બનાવવાની રીત

એકદમ સ્વાદિષ્ટ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ ની અંદર અડધો કપ જેટલું ગરમ પાણી લઈ તેની અંદર એક ચમચી જેટલી ખાંડ નાખો અને ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલી ઇષ્ટ ઉમેરી દો.
ત્યાર પછી આ પાણીને એક એરટાઈટ કન્ટેનરમાં રાખી દો જેથી કરીને બધી જ ઇષ્ટ એક્ટિવ થઈ જાય.

હવે એક વાસણ ની અંદર મેંદાનો લોટ લો ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું મીઠું, ક્રશ કરેલું લસણ અને અન્ય મસાલા ઉમેરી બરાબર હલાવી લો.
હવે તેમાં બધું જ બટર ઉમેરી દો અને ઉપરથી મોઝરેલા ચીઝ ને અડધું ખમણી નાખો.
ત્યાર પછી તેની અંદર અગાઉથી બનાવેલા પાણીના એ મિશ્રણને જરૂર મુજબનું ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો. અને તેને સુતરાઉ કપડા ની અંદર ઢાંકીને રાખી દો.

અંદાજે બે કલાક બાદ આ લોટ ભુલાઈ ને તેની સાઈઝ બમણી થઈ જશે હવે આ લોટમાંથી એક લૂઓ લઇ તેને બ્રેડના આકારમાં બનાવી લો. તથા ઉપરથી થોડું લસણ અને મોઝરેલા ચીઝ ખમણી ને ઉમેરી દો.
ત્યાર પછી તેને ફોલ્ડ કરી દો અને ઉપર વધારાનું બટન તથા થોડું ચીઝ ઉમેરી ઉપરથી થોડી કોથમીર ઉમેરી દો.

હવે ઓવનને અંદાજે ૧૦ મિનિટ સુધી પૂરી થવા માટે રાખી દો અને ત્યારબાદ ૧૮૦ ડિગ્રી ઉપર અંદાજે ૧૫ મિનિટ સુધી આ ચીઝ ગાર્લિક બ્રેડ ને પાકવા દો.બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચીઝ ગાર્લિક બ્રેડ જે તમારા બાળકોને ખુબ જ ભાવશે.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here