બોયફ્રેન્ડ બીજી છોકરીઓની સાથે કરે છે ફ્લર્ટ, તો ન થાવ ઇનસિક્યોર અજમાવો આ ટિપ્સ.

0
183

આજના સમયમાં મોટાભાગના ભારતીય યુવાનો ઇન્ટરનેટ અને વિવિધ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાના ફ્રેન્ડ લીસ્ટ અને સાથે સાથે પોતાના બોયફ્રેન્ડ તથા ગર્લફ્રેન્ડના લિસ્ટ પણ વધતા જતા હોય છે. આજે કોઈ પણ છોકરી સાથે પ્રેમમાં પડી જાય અને તેને ધોખો આપી બીજી છોકરી સાથે પ્રેમ કરવો એ સામાન્ય વાત બની ગઈ છે. આથી હંમેશાં ને માટે છોકરીઓ એક વાતને લઈને ઇનસિક્યોર રહેતી હોય છે કે ક્યાંક પોતાનો બૉયફ્રેન્ડ બીજી કોઈ છોકરી સાથે ફ્લર્ટ તો નથી કરતો ને.

ફલર્ટ કરવું એ આજકાલના સમયમાં ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. લાગે છે મેં તમને આજથી પહેલાં ક્યાંક જોઈ છે, તમારા પપ્પા ડ્રગ ડીલર તો નથીને. કેમ કે, અવી નશીલી વસ્તુ તો એ જ વ્યક્તિ બનાવી શકે. વગેરે વગેરે જેવી ચીકણી ચૂંટણી વાતો દ્વારા છોકરાઓ હંમેશાને માટે છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા હોય છે. પરંતુ જો તમારો બોયફ્રેન્ડ પણ અન્ય છોકરીઓ સાથે આ રીતે ફ્લર્ટ કરતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક ખાસ એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ રહી શકશો સિક્યોર.

જાણો શા માટે કરી રહ્યો છે ફલર્ટ

સામાન્ય રીતે ઘણા છોકરાઓ દિલફેંક આશિક હોય છે, અને તે કોઈ પણ વ્યક્તિના પ્રેમમાં પડી જતા હોય છે. એક વખત જ્યારે તેને પ્રેમમાં દગો મળે છે, ત્યારબાદ તે કોઇ પણ વ્યક્તિ સાથે ફલર્ટ કરવાનું શરૂ કરી દે છે. અને ત્યાર પછી તે કોઈ પણ છોકરી સાથે સિરિયસલી પ્રેમ કરી શકતો નથી. આથી હંમેશાં ને માટે એ જાણવાની કોશિશ કરવી કે તમારો બોયફ્રેન્ડ આવી પરિસ્થિતિમાંથી તો ગુજરી નથી ને. ઘણી વખત એવું પણ બની શકે કે તે તમારું ધ્યાન ખેંચવા માટે જ ફ્લર્ટ કરતો હોય.

યોગ્ય વ્યક્તિ સાથે કરો વાત

જ્યારે કોઈ પણ વ્યક્તિ સારું કે ખરાબ કામ કરતો હોય ત્યારે આ વાતની જાણ બીજા કોઈને હોય કે ન હોય તેના મિત્રોને તો અવશ્ય હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે છોકરાઓ પોતાના અમુક ખાસ પ્રકારના રહસ્યો પોતાની ગર્લફ્રેન્ડને બતાવતા નથી. પરંતુ પોતાના મિત્રોને અવશ્ય હોય છે. આથી હંમેશાં ને માટે તમારા બોયફ્રેન્ડ ના મિત્ર સાથે વાત કરો જેથી કરીને તમે તેની હકીકત જાણી શકો.

બોયફ્રેન્ડ સાથે કરો વાત

જો દરેક ટિપ્સ અપનાવ્યા છતાં પણ તમને એમ લાગતું હોય કે હજી તમારો બોયફ્રેન્ડ બીજા વ્યક્તિઓ સાથે ફ્લર્ટ કરે છે તો તમારે તમારા મનની વાત સીધી જ તમારા બોયફ્રેન્ડને કરવી જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારો બોયફ્રેન્ડ તમારી ભાવનાઓને સમજી શકે છે, અને જો તમને તેનું આ રીતે ફ્લર્ટ કરવાનું ગમતું ન હોય તો બની શકે કે તે પોતાની આ આદતને છોડી પણ શકે છે.

ક્યારેય પણ તમને ન દો દોષ

ઘણી વખત બોયફ્રેન્ડ બીજી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો હોય ત્યારે છોકરીના મનમાં એવું લાગે છે કે કદાચ તે પોતાના બોયફ્રેન્ડને ખુશ રાખવામાં સફળ રહી નથી, અને આથી જ તેનો બોયફ્રેન્ડ આવી હરકતો કરે છે. પરંતુ આવું વિચારવાથી તમારા સંબંધ મજબૂત બનતા નથી, અને તમારા સંબંધની અંદર ધીમે-ધીમે દરાર આવતી જાય છે. આથી તમારા પાર્ટનર સાથે વાત કરી અને તમારા મનની બધી જ વાત તેની સાથે શેર કરો.

આમ આ રીતે આ પ્રકારની ટીપ્સ દ્વારા તમે પણ તમારા બોયફ્રેન્ડની આવી આદતોથી પીછો છોડાવી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..

 

 

 

 

 

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here