બોલીવુડ ફિલ્મની અંદર ખૂબ જ ભણેશરી લાગતી બોલિવૂડની આ સુંદર અભિનેત્રીઓ હકીકતમાં ભણેલ છે માત્ર આટલું, જાણીને તમને પણ લાગશે નવાઈ.

0
271

ભારત દેશની અંદર દરેક લોકો બોલિવૂડના દિવાના હોય છે અને તેમાં પણ મોટાભાગના યુવાનો બોલિવૂડની અંદર કામ કરતી અભિનેત્રીઓની સુંદરતાના દિવાના હોય છે. સામાન્ય રીતે બોલિવૂડ ની અંદર કામ કરતી અભિનેત્રીઓ પિક્ચરો ની અંદર ખૂબ જ ભણેલી ગણેલી અને હોશિયાર બતાવવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ હકિકતમાં બોલિવૂડની અંદર કામ કરતી આ અભિનેત્રીઓ કેટલું ધોરણ ભણેલી છે.

દીપિકા પાદુકોણ

હાલના સમયમાં દીપીકાપાદુકોણ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પોતાની એક્ટિંગ નો ડંકો વગાડી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દીપિકા પાદુકોણે પોતાનું ગ્રેજ્યુએશન પર પૂર્ણ કર્યું નથી. એક્ટિંગ અને મોડેલિંગ લાઈન ની અંદર આવવાના કારણે તેને પોતાનું ગ્રેજ્યુએશન પણ અડધેથી છોડી દીધું છે.

સોનમ કપૂર

સોનમ કપૂરે મુંબઈની અંદર ૧૨ ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું. પરંતુ તેણે હજી સુધી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નથી. આમ જો વાત કરવામાં આવે સોનમ કપૂરના ભણતરની તો તેણે અત્યાર સુધીમાં માત્ર 12 ધોરણ જ પાસ કર્યા છે.

પ્રિયંકા ચોપડા

હોલીવુડ ની અંદર ભારત દેશનું નામ રોશન કરી રહેલી પ્રિયંકા ચોપરા ડોક્ટરી લાઈન માં આગળ વધવા ઇચ્છતી હતી. પરંતુ મોડેલિંગની દુનિયામાં આવ્યા બાદ તેનું આ સપનું અધુરું રહી ગયું.


કરીના કપૂર

કરીના કપૂર ફિલ્મી ખાનદાન થી રીસ્તો ધરાવે છે અને આથી જ નાનપણ થી જ તેને એક્ટિંગ ની અંદર વધુ રસ હતો. આથી જ કરીના કપૂરે પોતાનું ગ્રેજ્યુએશન લો ની અંદર પૂરું કર્યું અને ત્યાર પછી તેને મોડેલિંગમાં ફોકસ કર્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

તમને જાણીને નવાઇ લાગશે કે મિસ ઈન્ડિયા એશ્વર્યા રાય બચ્ચન અને ભણવાની અંદર જરા પણ રસ ન હતો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું નથી. એક વખત તેમાં ડ્રોપ લીધા બાદ એશ્વર્યા રાય બચ્ચન ફરીથી ક્યારેય અભ્યાસ કરવા માટે ગઇ નથી.

શ્રીદેવી

શ્રીદેવીએ બોલિવૂડની અંદર બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી. અને આથી જ તેને નાનપણમાં જ પોતાનો અભ્યાસ છોડી દીધો હતો શ્રીદેવીએ માત્ર દસ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.


કરિશ્મા કપૂર

બોલિવૂડની બે સુંદર બહેનો માની એક કરિશ્મા કપૂરને નાનપણથી ને ભણવામાં જરા પણ રસ ન હતો. તેને પહેલેથી જ ફિલ્મી લાઈન ની અંદર આવવું હતું. અને આથી જ તેણે છઠ્ઠા ધોરણમાં થી જે ભણવાનું અડધી છોડી દીધું અને અભિનેત્રી બનવા તરફ પોતાના કદમ ઉઠાવી લીધા.

કાજલ

કાજલ એ માત્ર સત્તર વર્ષની નાની ઉંમરે બોલીવુડ ની અંદર પદાર્પણ કર્યું હતું અને આથી જ તેણે પોતાનું બારમુ ધોરણ પણ અધૂરું રાખી દીધું હતું.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here