ભારતની સાપેક્ષમાં આ દેશો છે ખૂબ જ સસ્તા, અહીં ભારતના 100 રૂપિયા બરાબર છે 3400 હજાર રૂપિયા. ખુલ્લેઆમ વાપરી શકો છો રૂપિયા.

0
295

 ભારતના રૂપિયા ને લઈને ડોલર સામે હંમેશાં ફરિયાદ રહે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ડોલરની સાપેક્ષમાં રૂપિયાની કિંમત ખૂબ ઓછી છે. જો આપણે વાત 1947ની કરવા હતો એ સમયે એક રૂપિયાની કિંમત એક ડોલર બરાબર હતી. પરંતુ અત્યારે એક ડોલરની કિંમત લગભગ 65 રૂપિયા જેટલી છે. પરંતુ વિશ્વની અંદર અમુક એવા પણ દેશો છે કે જ્યાં તેની કરન્સી ભારતના રૂપિયાની કરન્સી કરતા ખૂબ ઓછી છે. આજે આપણે આવા દેશો વિશે વાત કરીશું કે જ્યાં તમે ફરવા જાવ તો તમે મન મૂકીને પૈસા વાપરી શકો છો.

1 – ઇન્ડોનેશિયા

1 રૂપિયો = 205.16 ઇન્ડોનેશિયન રૂપિયા

ઇન્ડોનેશિયા ને ટાપુ નો દેશ કહેવામાં આવે છે. આ જગ્યા પર ચોખ્ખું વાદળ વાળું અને ઉષ્ણ કટિબંધ આબોહવા નું વાતાવરણ છે. ઇન્ડોનેશિયા ની અંદર ભારતના રૂપિયાનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે.આ સિવાય, ભારતીયોને અહીં મફત વિઝા આપવામાં આવે છે. જેનો અર્થ એ છે કે તમે આ સુંદર દેશમાં વધુ ખર્ચો કર્યા વગર જ અહીં ફરવાનો આનંદ માણી શકો છો.

2 – વિયેતનામ

1 રૂપિયો = 337.13 વિયેતનામી ડોંગ

વિયતનામ ની વાત કરવામાં આવે તો આ દેશ પોતાની વૈભવી સંસ્કૃતિ અને પરંપરાને લઈને ખૂબ જાણીતું છે. આ ઉપરાંત અહીં તમને ઘણા પ્રકારની નદીઓ પણ જોવા મળશે. જ્યાં તમે કાયાકિંગ કરી શકો છો. વિયેટનામ ભારતીયો માટે ફકરવા જવાનું એક શ્રેષ્ઠ સ્થાન છે, કારણ કે અહીંની સંસ્કૃતિ સંપૂર્ણપણે અલગ છે. જે ખૂબ દૂર નથી અને ખૂબ ખર્ચાળ પણ નથી. અહીં યુદ્ધનું મ્યુઝિયમ અને ફ્રેન્ચ સ્થાપત્ય આકર્ષણનું કેન્દ્ર છે.

3 – કંબોડિયા

1 રૂપિયો = 59.05 કંબોડિયન રિયલ

વિશાળ સાઈઝના પથ્થરો અને અલગ અલગ આ પ્રકારના મંદિરો માટે જાણીતો દેશ કંબોડિયા છે. અહીં ભારતના લોકોને કોઈ વધારે ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. અહીંના શાહી મહેલો, રાષ્ટ્રીય સંગ્રહાલયો અને પુરાતત્વીય ખંડેર આકર્ષણના કેન્દ્રો છે. પશ્ચિમ દેશોમાં કંબોડિયા ખૂબ લોકપ્રિય છે અને તેની લોકપ્રિયતા ધીમે ધીમે ભારતીયોમાં પણ ફેલાય રહી છે.

4 – શ્રીલંકા

1 રૂપિયો = 2.56 શ્રીલંકન રૂપિયો

શ્રીલંકાએ ભારતનો પાડોશી દેશ છે, શ્રીલંકા ની અંદર સમુદ્ર કિનારા, લીલોતરી, ઐતિહાસિક સ્મારકો અને પહાડો માટે ખૂબ જાણીતો છે. ઉનાળાની રજાઓમાં શ્રીલંકા જઈને તેની મજા માણી શકાય છે. ભારતથી શ્રીલંકા જવા માટે ખૂબ સસ્તી flight available છે.

5 – નેપાળ

1 રૂપિયો = 1.60 નેપાળી રૂપી

ભારતની અંદર ઘણા બધા નેપાળીઓ રહે છે. પરંતુ નેપાળ પણ પોતાની પ્રકૃતિને લઈને પાછળ નથી. માઉન્ટ એવરેસ્ટ લઈને બીજા સાત અને ઉચ્ચ પર્વતો નેપાળ ની અંદર આવેલા છે. જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ભારતીયોને એક ફાયદો એ થાય છે કે તેમને નેપાળ જવા માટે વિઝાની જરૂર નથી પડતી.

6 – આઇસલેન્ડ 

1 રૂપિયો = 1.82 આઇસલેન્ડિક ક્રોના

આઇસલેન્ડને ટાપુનો દેશ કહેવામાં આવે છે. આદેશ વિશ્વનો સૌથી સુંદર સ્થળો માંનો એક દેશ છે. લોકો ગરમીથી બચવા માટે આઇસલેન્ડ પર ફરવા માટે આવે છે.આઇસલેન્ડ તેના બ્લુ લગૂન, ધોધ, ગ્લેશિયર્સ અને કાળી રેતીના દરિયાકિનારા માટે જાણીતું છે.

7 – હંગેરી

1 રૂપિયો = 4.15 હંગેરિયન ફોરિંટ

હંગેરી દેશ નું આર્કિટેક્ચર તથા તેની સંસ્કૃતિ દેશ-વિદેશમાં વખણાય છે. જે રોમન, ટર્કિશ અને અન્ય સંસ્કૃતિઓથી પ્રભાવિત છે. અહીં બાંધવામાં મહેલો અને ઉદ્યાનોની મુલાકાત લેવી જોઈએ. હંગેરીની રાજધાની બુડાપેસ્ટ એ વિશ્વનું સૌથી રોમેન્ટિક શહેરોમાંનું એક છે.

8 – કોસ્ટા રિકા

1 રૂપિયો = 8.41 કોસ્ટા રિકન કોલોન

મધ્ય અમેરિકામાં આવેલો આ દેશ દરિયાકિનારા માટે ખૂબ લોકપ્રિય છે. પ્રવાસીઓ ખાસ કરીને દરિયાકિનારાની મજા માણવા માટે અહીં આવે છે. જ્વાળામુખી, જંગલો અને વન્યજીવનને લીધે આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. કોસ્ટા રિકાની ઉષ્ણકટિબંધીય આબોહવા પ્રવાસીઓને ખૂબ પસંદ પડે છે.

9 – પાકિસ્તાન 

1 ભારતીય રૂપિયો = 2.27 પાકિસ્તાની રૂપિયો

આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન છે. પાકિસ્તાન તથા ભારતના સંબંધો ખૂબ જૂના છે. પાકિસ્તાનની અંદર પણ એવા ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે કે જેને જોઇને તમે પણ દંગ રહી જશો. પાકિસ્તાન ભારત કરતા સસ્તો દેશ છે. કિસ્તાનના સ્વાત જિલ્લા, કરાચી અને લાહોરમાં કેટલાક જોવા લાયક સ્થળો આવેલા છે.

10 – ચિલી

1 રૂપિયો = 9.87 ચિલી પેસો

જંગલની અંદર ટ્રેક નો આનંદ માણવા ઈચ્છતા હો તો તમારે ચિલીની મુલાકાત લેવી પડશે. ચીલીની પર્વતમાળાઓ જોવા જેવી છે. તેની સાથે સાથે સક્રિય સક્રિય જ્વાળામુખીના શિખરો પણ છે. લેક જીલ્લા ચિલીના પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. ચિલીમાં ખેતરો, નદીઓ અને ઘાટીઓ ખૂબ આકર્ષક છે.
અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here