જાણો ભારતીય વાયુ સેનાના મિરાજ 2000 વિમાનની તાકાત પાકિસ્તાન ના 300 થી વધારે આતંકવાદી ને રાખ કરી દીધા..

0
145

ભારતીય વાયુ સેનાએ આજે પીઓકેમાં જઈ આતંકવાદી સંગઠનોના ઠેકાણા ઉપર જોરદાર બોમ મારો કર્યો છે. જેની અંદર અનેક આતંકવાદી કેમ્પ નષ્ટ થઈ ગયા છે. ભારતીય સેના દ્વારા 12 મિરાજ 2000 વિમાનોના સમૂહને જૈસ ના કેમ ઉપર હુમલો કરવા માટે મોકલ્યા હતા. જેની અંદર તેના આતંકવાદી સંગઠનો ઉપર એક હજાર કિલોગ્રામ જેટલા બૉમ્બ વરસાવ્યા હતા. આ હમલા માટે ભારતીય એરફોર્સ દ્વારા મિરાજ 2000 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતની અંદર ઉપયોગમાં લેવાતા મિરાજ 2000 વિમાનો ની ખાસિયત વિષે.

મિરાજ 2000 વિમાન ફ્રાન્સની કંપની ડશાલટ એવિએશન દ્વારા બનાવવામાં આવેલ છે. આ એ જ કંપની છે કે જેણે રાફેલ પ્લેન પણ બનાવેલા છે. મિરાજ 2000 ચોથી જનરેશનનાં મલ્ટીરોલ સિંગલ એન્જિન લડાકુ વિમાન છે. તેણે પોતાની પહેલી ઉડાન વર્ષ 1970ની અંદર કરી હતી. આ ફાઈટર પ્લેન હવે લગભગ નવ દેશની અંદર પોતાની સેવા આપી રહ્યા છે. જોકે સમયે સમયે તેની અંદર અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૯ સુધીમાં લગભગ સમગ્ર દુનિયાની અંદર અંદાજે 600 કરતા પણ વધુ મિરાજ 2000 કાર્યરત છે.

 

ભારતીય વાયુ સેના દ્વારા સંચાલિત લગભગ ૫૧ મિરાજ 2000 વિમાનના એક બેડાને પાવરફુલ કરવા માટે ફ્રાન્સને 2 બિલિયન ડોલરનું સમજૂતી કરાર કરવામાં આવેલો છે. વર્ષ 2011 માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે ભારત દેશની અંદર મિરાજ 2000 ઉપયોગ કરવામાં આવશે.

પાકિસ્તાનના f16 ને રોકવા માટે ભારતે ખરીદ્યા મિરાજ 2000

પાકિસ્તાનને જે તે સમયે અમેરિકા દ્વારા સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજીવાળા એફ 16 વિમાનો આપવામાં આવ્યા હતા. તે જ સમયે ભારતે પણ મિરાજ 2000 ને ખરીદવાની હિલચાલ શરૂ કરી દીધી હતી. અને ત્યારબાદ ઓકટોબર ૧૯૮૩ માં ભારતે 36 સિંગલ સિટર મિરાજ ની ખરીદી કરી હતી. સૌપ્રથમ આ વિમાનને ભારતીય કંપનીની સાથે મળીને બનાવવાની હિલચાલ ચાલી રહી હતી. અને ત્યાર પછી ભારત દેશ નું લાયસન્સ રદ થઈ ગયું હતુ જેથી તેને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં.

વિમાન ની વિશેષતાઓ

આ વિમાનની અંદર સિંગલ સિટર અથવા તો ટુ સીટર મલ્ટી રોલ ફાઈટર પ્લેન છે. જેની અંદર એક અથવાતો એકસાથે બે પાયલેટ બેસી શકે છે. આ વિમાનને નિયંત્રણ કરવા માટે થ્રોટલ સ્વિચ નો ઉપયોગ કરવામાં આવે છે. તેના કોકપિટમાં લાગેલી સ્ક્રીનમાં પ્લેનને નિયંત્રણ, નેવિગેશન, લક્ષ્યને સાધવું તથા હથિયારના ફાયરિંગ ને લગતા દરેક ડેટા સચવાયેલા હોય છે. જેની મદદથી તેની અંદર બેસેલો પાયલોટ સમગ્ર પ્લેન પર નિયંત્રણ મેળવી શકે છે.

મિરાજ 2000 ની અંદર અત્યાધુનિક હથિયારો લગાડવામાં આવેલા છે. જેની અંદર એક સાથે નવ મિસાઈલ રાખી શકાય છે. જેમાં પાંચ વિમાનની નીચે અને 4 મિસાઈલ વિમાનની ઉપર બંને સાઇડ રાખવામાં આવેલી હોય છે. સાથે સાથે આ પ્લેન ની અંદર 30 મીલીમીટર વાળી બંદૂક પણ રાખવામાં આવેલી હોય છે. હવાથી હવામાં માર કરનાર મલ્ટી ગેટ, એર ટુ એર વાળી મિસાઇલો પણ લગાડવામાં આવેલી હોય છે. આ ઉપરાંત તેની અંદર અનેક પ્રકારના હથિયારો રાખેલા હોય છે.

આ હથિયારો પર પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. અને તેના દ્વારા જીપીએસ સિસ્ટમ દ્વારા કોઇપણ ટાર્ગેટને લક્ષ્ય બનાવી તેના ઉપર જ હુમલો કરી શકે છે. આમ ભારત દેશ દ્વારા પોતાની સેના ની અંદર જોડવામાં આવેલા મિરાજ 2000 ભારતીય સેના માટે ખૂબ ઉપયોગી સાબિત થયા. અને તેણે આતંકવાદીઓને જવાબ આપવામાં ખૂબ મદદ કરી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here