ભારતની અમુક એવી જગ્યાઓ કે જ્યાં ભારતીયોની જ નો એન્ટ્રી જોવો કઈ જગ્યા છે.

0
625

કદાચ તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારત દેશની અંદર અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ભારતીય લોકોને પણ પ્રવેશ નિષેધ લગાવવામાં આવ્યું છે. જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની અંદર આવેલી અમુક એવી જગ્યાઓ વિશે કે જ્યાં મૂળ ભારતીય લોકોને જ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કેમ કે, આ જગ્યા માત્રને માત્ર વિદેશી સહેલાણીઓ માટે રાખવામાં આવેલી છે. અને આ જગ્યાએ વિદેશી સહેલાણીઓની બેધડક એન્ટ્રી મળે છે. આ જગ્યામાં ભારત દેશની અંદર આવેલી અમુક ખાસ પ્રકારની હોટલ અને અમુક જગ્યાઓ પણ સામેલ છે.

ગોવા અને પોંડીચેરીના અમુક ફોરેનર્સ ઓન્લી બીચ

ગોવા ભારતનું સૌથી લોકપ્રિય અને પસંદીદા ટૂરિસ્ટ પ્લેસ છે. જ્યાં મોટાભાગના લોકો પોતાના વેકેશનનો સમય ગુજારવા માટે આવતા હોય છે. પરંતુ આ કેન્દ્રશાસિત પ્રદેશ ની અંદર અમુક બીચ એવા આવેલા છે કે જ્યાં માત્ર અને માત્ર ફોરેનર્સને જ એન્ટ્રી આપવામાં આવે છે. આ બીચને ફોરેનર્સ ઓન્લી બીચ કહેવામાં આવે છે. અને આ બીચ પર કોઈપણ ભારતીય વ્યક્તિને એન્ટ્રી મળતી નથી. ભારતીય લોકોને ત્યાં એન્ટ્રી ન મળવા પાછળનું એક કારણ એવું પણ છે કે ભારતીય લોકો ફોરેનર ના ડ્રેસ અને તેને જોઈને તેની સાથે ખરાબ વર્તન કરતા હોય છે. અને સાથે સાથે તેનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે.

હિમાચલ પ્રદેશના કસૌલ મ ફ્રી કસૌલ કાફે

હિમાચલ પ્રદેશ ની અંદર આવેલા કસૌલ ની અંદર પણ અનેક પ્રકારના પર્યટક સ્થળો આવેલા છે. જેની અંદર હેરાનીની એક વાત એવી છે કે ત્યાં આવેલા એક કાફેની અંદર માત્ર અને માત્ર વિદેશી સહેલાણીઓ અને જ એન્ટ્રી મળે છે. આ ગામની અંદર કોઈપણ ભારતીય વ્યક્તિને એન્ટ્રી મળતી નથી. આ ગામની અંદર મોટા ભાગના ઇઝરાયેલ થી આવતા લોકોને બેધડક રહેવા દેવામાં આવે છે. સાથે સાથે ત્યાંના લોકલ રહેવાસીઓ વિદેશીઓને રહેવા માટે પોતાના ઘર પણ ભાડે આપે છે. પરંતુ આ જગ્યાએ ભારતીય મહિલા કે પુરુષોને આવવા માટેની પાબંદી લગાવી દેવામાં આવી છે.

ચેન્નાઈની થાઈલેન્ડ હોટલ

ચેન્નાઇ ની અંદર એક એવી હોટલ આવેલી છે જ્યાં ભારતીય લોકોને એન્ટ્રી મળતી નથી. આ જગ્યાએ માત્ર એવા જ વ્યક્તિઓ જઈ શકે છે કે જેની પાસે વિદેશી પાસપોર્ટ હોય. હેરાન કરી દેનારી વાત એ છે કે આ હોટલની અંદર ભારતીય નિયમો પણ લાગુ પડતા નથી. ચેન્નઈ ની અંદર આવેલી આ હોટેલ થાઈલેન્ડ હોટલ ના નામથી ઓળખાય છે.

બેંગ્લોરની યુનો ઇન હોટલ

ભારતના આઇટી હબ તરીકે પ્રખ્યાત બેંગ્લોર ની અંદર અને હોટલો આવેલી છે. પરંતુ તેની અંદર આવેલી યુનો ઇન હોટલ માં ભારતીય લોકોની એન્ટ્રી બેન કરી દેવામાં આવી છે. આ હોટલનું નિર્માણ વર્ષ 2012ની અંદર કરવામાં આવ્યું હતું. આ હોટલની અંદર માત્ર અને માત્ર જાપાનથી આવનારા વ્યક્તિઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારનો ભેદભાવ રાખવાના કારણે માત્ર વર્ષ 2014ની અંદર જ આ હોટલને સીલ કરી દેવામાં આવ્યું હતું.

લક્ષદ્વીપના દ્વીપ-સમૂહ

લક્ષદ્વીપના દ્વીપની અંદર અનેક પ્રકારની સુંદરતા ઓ છવાયેલી છે. પરંતુ આ દ્વીપના અમુક ટાપુ એવા છે કે જ્યાં ભારતીય લોકોને આવવાની સખત મનાઈ કરી દેવામાં આવે છે. આ જગ્યાએ કુદરતી સુંદરતા એટલી બધી સારી છે કે દરેક લોકો આ જગ્યાએ વેકેશન કરવા માટે આવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ ત્યાંના અમુક બીચ એવા છે કે જ્યાં માત્ર અને માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. આવા દરેક ટાપુ ઉપર કોઈપણ ભારતીય ને આવવાની મનાઈ છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here