ભગવાનને ચડાવેલા ફૂલ હોય છે ખૂબ જ ફાયદાકારક, જો તમને પણ મળી જાય તો સાચવી ને રાખી દો આ જગ્યા પર.

0
1347

દરેક લોકો ભગવાન ની અંદર ખૂબ જ શ્રદ્ધા રાખે છે. લોકો ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. આ ઉપરાંત ભગવાનને મનાવવા માટે લોકો ભગવાન પ્રસાદ કે પછી ઘણી વસ્તુઓ અર્પિત કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાનને આપણે એવી પણ વસ્તુ ચઢાવીએ છીએ કે જે તમારું કિસ્મત બદલી શકે છે?

આપણે જે વસ્તુ ની વાત કરી રહ્યા છીએ તે છે ફુલ. જી હા મિત્રો દરેક લોકો ભગવાનની પૂજા-અર્ચના દરમિયાન ભગવાનને ફૂલ અર્પિત કરતા હોય છે. આ ફૂલ ભગવાનના આશિર્વાદ સમાન બની જાય છે. લોકો આપને ખાસ મહત્વ આપતા નથી પરંતુ તે એક ઈશ્વરનો આશીર્વાદ જ છે. ભગવાન ઉપર જણાવેલા આ ફૂલને ખાસ જગ્યા પર રાખવાથી જીવનમાં આવેલા સંકટ અને દૂર કરીને ખુશીઓ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ આ ફુલોના કઈ જગ્યા પર રાખવા ફાયદાકારક માનવામાં આવે છે.

  1. ફૂલને રાખો ઘરની તિજોરીમાં

જો તમને મંદિરમાં પૂજા કરતી વખતે ઈશ્વર પર ચઢાવેલા ફુલ મળી જાય તો તેને તમારે તમારા ઘરની તિજોરીમાં રાખી દેવા જોઈએ. આ ઉપરાંત અમે આપને કોઈ એવી જગ્યા પર પણ રાખી શકો છો કે જ્યાં તમે તમારા ઘરેણા કે પૈસા રાખતા હોય. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશ માટે બરકત બની રહેશે.

2.જો ફૂલને ના રાખી શકો તો આવું પણ કરી શકો છો:

ઘણીવખત ભગવાન પર ચઢાવેલ આ ફૂલોને ઘરે લાવવા શક્ય હોતા નથી, આ સમયે તમે આ ફૂલો માંથી આવતી સુગંધ ને સૂંઘીને પછી તેને કોઈ ઝાડની નીચે અર્પિત કરી દો.આમ કરવાથી ફુલની અંદર ભગવાન દ્વારા ભરેલી સકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર ગ્રહણ થશે. જેથી તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થશે. આ ઉપરાંત તમે આ ફૂલને કોઈ જળાશયમાં પણ પધરાવી શકો છો.

3.લાલ કપડામાં રાખો

ભગવાન પર ચડાવેલા ફૂલને તમે લાલ કપડા ની અંદર પણ રાખી શકો છો. આ લાલ કપડાને તમારે તમારા ઘરની એવી જગ્યા પર રાખવાના છે કે જ્યાં તમે તમારા ખર્ચ માટે પૈસા રાખતા હોય. મોટાભાગના લોકો તિજોરીમાં પૈસા રાખતા હોય છે તેથી તમારે ફુલ વાળા લાલ કપડાં તિજોરી ની અંદર રાખી દેવાના થશે. આમ કરવાથી તમારા ઘરની અંદર ક્યારેય પણ આર્થિક સંકટ નહિ આવે.

4.ફૂલ-છોડના કુંડામાં

જો તમે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગતા હો તો તમારે આ ફૂલને તમારા આંગણામાં રહેલા ફળ ફૂલના છોડ ના કૂંડામાં પણ પધરામણી કરી શકો છો. આમ કરવાથી કોઈ અશુભ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here