બેસ્ટ મોટીવેશનલ વાર્તા : એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ

0
1042
સંઘર્ષ જીવનનો એક ભાગ છે

♫ એક ખેડૂત ભગવાનની ખુબ ભક્તિ કરતો હતો. સવાર સાંજ ભગવાનને ધરાવીને જ જમતો હતો. એક બાજુ તે ભગવાનને માનતો હતો બીજી બાજુ ભગવાનથી નારાજ પણ રહેતો હતો.

♫ તે ખેડૂત આખા વર્ષ દરમિયાન મહેનતથી કામ કરતો અને પાક ઉગાડતો, પણ જયારે પાક કાપવાનો સમય આવતો ત્યારે તેને આંખમાંથી આંસુ આવતાં હતા. કોઈક વાર વધારે વરસાદથી, તો કોઈક વાર ઓછા વરસાદને કારણે, કોઈ વાર ખુબ ગરમી પડવાને કારણે તો કોઈવાર વાદળછાયા વાતાવરણને કારણે તેનો પાક બગડી જતો હતો. આ કારણે તેને ભગવાન પર ગુસ્સો પણ આવતો હતો.

motivational story in gujarati

જીવનમાં સુખી થવા માટે અપનાવો પ્રમુખસ્વામીના આ 10 વાક્યો.

♫ એક દિવસ એતે ભગવાનના મંદિરે ગયો અને ભગવાનની મૂર્તિ સામે જોઇને બોલ્યો, “ભગવાન તમે સર્વજ્ઞાની છો, સર્વજ્ઞાતા છો, પણ મને લાગે છે કે તમને ખેતીના વિષયમાં સહેજ પણ જાણકારી નથી. હું આખો વર્ષ મહેનત કરું છું પણ ખેતીના વિષયમાં તમારી જાણકારીના અભાવને લીધે મારો અડધો પાક તો નિષ્ફળ જાય છે. તમે એક વાર મારા હિસાબે બધું ઠીક કરી આપો પછી જોવો પાક કેટલો સારો થાય છે અને તમને પણ ખેતી વિષે શીખવા મળશે. ફક્ત એક વાર મારા હિસાબથી ખેતીમાં મદદ કરો, જયારે હું ચાહું ત્યારે વરસાદ અને જયારે હું ચાહું ત્યારે તાપ.

♫ ખેડૂતની વાત સાંભળીને ભગવાન હસતા હસતા બોલ્યા, “ઠીક છે, એક વર્ષ સુધી તુ જે માંગે છે તે પ્રમાણે થશે.” ભગવાનની વાત સાંભળીને પેલો ખેડૂત ખુશ થઈને જતો રહ્યો.

motivational story in gujarati

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રબોધિત કર્મના સિદ્ધાંત વિષે જાણો.

♫ બીજા દિવસે સવારથી જ તે ખેતરે જવા નીકળી પડ્યો. તેણે જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું. હવે તો તે પોતાના મનનો રાજા હતો. જયારે વિચારે ત્યારે વરસાદ અને જયારે વિચારે ત્યારે ધૂપ. પોતાના ખેતરમાં આંધી, વાવાઝોડુ તો આવવા જ ન દીધું. આ વખતે તો તેની ફસલ પણ લહેરાતી હતી. આ બધું જોઇને તેની ખુશી પણ વધતી જતી હતી. સાથે સાથે તેને મનમાં ગર્વ પણ થયો કે ભગવાનને શું ખબર પડે ખેતીમાં, અને હું તો બધું જ જાણું છું.

♫ આખરે એ દિવસ પણ આવ્યો જે દિવસનો એ ખેડૂતને ઈન્તેજાર હતો. ફસલ કાપવા માટે પહોંચી ગયો. જેવી શરૂઆત કરી કે જોયું દુરથી તો ઘઉંનો પાક સારો દેખાતો હતો પરંતુ કાપ્યા પછી ખબર પડી કે અંદર તો એક પણ બીજ નથી. તે ખેડૂત પોતાનું માથું પકડીને રડવા માંડ્યો, “હે ભગવાન તમે આ શું કર્યું?”best motivational story in gujarati

મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી શીખો સફળતાના 10 મંત્ર

♫ તેની વાત સાંભળી ભગવાન બોલ્યા, “બેટા આ તો થવાનું જ હતું, જે સંઘર્ષથી ઘઉંના છોડમાં બીજ આવે છે તે તો તે કરવા ન દીધું. ન તો તે તાપનો સામનો કરવા દીધો ન તો તે વરસાદનો સામનો કરવા દીધો. સંઘર્ષ વિના કરેલી ખેતીનો અંજામ સારો નથી હોતો. એટલા માટે ઘઉંના છોડમાં બીજ નથી. સોનાને પણ સુંદર ઘરેણા બનવા માટે આગમાં તપવું પડે છે, હથોડાનો માર સહન કરવો પડે છે.

સંઘર્ષ જીવનનો એક ભાગ છે

 

♫ વાર્તા નાની છે પરંતુ બોધ ઘણો મોટો છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, પરેશાનીઓ આપણી અંદર રહેલી છુપી શકીતોને બહાર કાઢવામાં મદદ કરે છે. વિચારો જો આપણા જીવનમાં પરેશાનીઓ અથવા મુસીબતો જ ન હોય તો!!!! આપમેળે બધું મળી જતું હોય તો શું આપણે નવું વિચારીએ? શું આપણે કઈ નવું કરી શકીએ? ન જ કરી શકીએ. વિના સંઘર્ષથી મળેલી સફળતા ન તો ટકી શકે, ન તો વાસ્તવિક ખુશી આપી શકે.

♫ જીવનમાં આવનારી આવી ચુનોતીઓનો સામનો કરતા કરતા આગળ વધેલા લોકોને જે સુખ મળે છે તે વાસ્તવિક સુખ હોય છે અને તેવું સુખ સંસારની બીજી કોઈ વસ્તુ નથી આપી શકતી.

 

► મિત્રો આ લેખ GujjuMoj ટીમે ઘણા ઉત્સાહથી મહેનત કરીને બનાવ્યો છે. આશા છે કે આપને આ લેખ ગમ્યો હશે. અમને આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ લેખ કેવો લાગ્યો. આપ હવે કયા વિષય પર લેખ વાંચવા માગો છો તે પણ સાથે સાથે જણાવશો. મોટીવેશન વિશેના બીજા લેખ વાંચવા અત્યારે જ અમારી વેબસાઈટની મુલાકાત લો. www.GujjuMoj.com

જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને જણાવો અમારા મેઈલ પર : bornpedia@gmail.com અમે પ્રકાશિત કરીશું તમારા નામ સાથે..

► નોંધ : આ લેખની કોઇપણ વિગતો કોપી કરવી નહિ. ◄

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here