કોઈના મરણ પછી બારમા દિવસે કરવામાં આવતો દાડો અને તેનું ભોજન છે શુભ કે અશુભ જાણો આ હકીકત.

0
2253

જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, ત્યારબાદ તેની આત્મા પૃથ્વીલોકમાં રહેતી હોય છે. આપણા પૂર્વજો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે બારમા દિવસે તેની પાછળ અમુક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે ત્યારબાદ તેની આત્માને મોક્ષ મળે છે. અને તે પૃથ્વીલોક છોડીને મૃત્યુલોકમાં જતા રહે છે.સામાન્ય રીતે જ્યારે બારમા દિવસે આ વિધિ કરવામાં આવે,ત્યારબાદ બધા જ સગા-સંબંધીઓને ભોજન પણ કરાવવામાં આવે છે. જેને આપણે ત્યાં દાળા ના નામથી ઓળખવામાં આવે છે.

આપણે ત્યાં અનેક એવી માન્યતા છે કે ઘણા લોકો એવા હોય છે કે જે ક્યારેય પણ આવા દાડા ની વસ્તુ ખાતા નથી. જ્યારે અમુક લોકો એવું માને છે કે દાડા ની વસ્તુ ખાવીશુભ માની શકાય છે. અને તેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એ હકીકતમાં શું છે તેની પાછળનું સત્ય? શું દાળા નું ભોજન કરવું છે શુભ કે અશુભ?

આપણા શાસ્ત્રો ની અંદર કોઈ પણ મનુષ્ય માટે સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેની અંદર જન્મના સંસ્કારથી માંડીને મૃત્યુ ના અંતિમ સંસ્કાર સુધીની માહિતી આપવામાં આવી છે. આ સંસ્કાર અનુસાર જાણવામાં આવ્યું છે, કેજ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારબાદ તેને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. અને આ અંતિમ સંસ્કાર બાદ વ્યક્તિની આત્માને મોક્ષ મળી જાય છે.

તો અંતિમ સંસ્કાર કર્યા બાદ બારમા દિવસે કરવામાં આવતી આ પ્રકારની વિધિનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે, કોઈપણ પ્રકારના શાસ્ત્રોની અંદર આ પ્રકારની વિધિ વિશે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે આ સંસ્કાર એ માત્ર મનુષ્ય દ્વારા ઉપજાવી કાઢેલોએક રિવાજ છે. અને વર્ષોથી લોકો તેને અનુસરતા આવે છે. હકીકતમાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી આવા કોઈ પણ પ્રકારના સંસ્કાર વિશે વાત કરવામાં આવી નથી.

જો બીજી રીતે વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હોય ત્યારે તેના ઘરના લોકો તેના વિરહના શોખ માં હોય છે.ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે વ્યક્તિ આ સંસારની મોહ-માયા માંથી છૂટી જતો હોય છે. અને આથી જ તેની પાછળ હંમેશાને માટે દુઃખી ન થવું જોઈએ પરંતુ હકીકતમાં લોકો તેનાથી ઊલટું કરે છે.એક બાજુ લોકો પોતાના પરિવારજનોના મૃત્યુનું દુઃખ મનાવતા હોય છે જ્યારે બીજી બાજુ અન્ય લોકોને સારું સારું ભોજન કરાવતા હોય છે. હકીકતમાં આ બંને વસ્તુ વિરોધાભાસી છે. આથી કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવતો દાડો એ શાસ્ત્રોની વિરુદ્ધ ગણવામાં આવે છે. અને આથી જ તેની અંદર લેવામાં આવતું ભોજન યોગ્ય માનવામાં આવતું નથી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here